હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ આજના દિવસની બીજી મેચ પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. પંજાબ કિંગ્સની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરી હતી. હૈદરાબાદના બોલરોની ચુસ્ત અને દમદાર બોલિંગની સામે પંજાબ કિંગ્સના ખેલાડીઓ ટકી શકયા ન હતા. શિખર ધવનની 99 રનની ઈનિંગની મદદથી પંજાબ કિંગ્સે 144 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદે 17.1 ઓવરમાં 2 વિકેટના નુકશાન સાથે ટાર્ગેટ ચેઝ કરીને આઈપીએલ 2023માં પ્રથમ જીત મેળવી હતી.
પ્રથમ ઈનિંગમાં 10મી વિકેટ માટે શિખર અને મોહિત રાઠી વચ્ચે 55 રનની પાર્ટનશિપ થઈ હતી. જ્યારે બીજી ઈનિંગમાં એડન માર્કરામ અને રાહુલ ત્રિપાઠી વચ્ચે પણ 50 રનની પાર્ટનશીપ થઈ હતી. રાહુલ ત્રિપાઠી ફિફટી ફટકારીને ઓરેન્જ કેપની રેસમાં આવ્યો હતો.
પ્રથમ ઈનિંગમાં હૈદરાબાદ તરફથી મયંક મારકંડેએ 4 ઓવરમાં 15 રન આપીને 4 વિકેટ લીધી હતી. ઉમરાન મલિક અને જોનસેને 2-2 વિકેટ અને ભુવનેશ્વર કુમારે 1 વિકેટ લીધી હતી.
બીજી ઈનિંગમાં હૈદરાબાદ તરફથી હૈરી બ્રુકે 13 રન, મયંક અગ્રવાલે 21 રન, કેપ્ટન માર્કરામે 37 રન અને રાહુલ ત્રિપાઠીએ 74 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 3 સિક્સર અને 22 ચોગ્ગા જોવા મળ્યા હતા.
પ્રથમ ઈનિંગમાં પંજાબ કિંગ્સ તરફથી શિખર ધવને 99 રન , પ્રભસિમરન સિંહે 0 રન, મેથ્યુ શોર્ટે 1 રન, જીતેશ શર્માએ 4 રન, શાહરૂખ ખાને 4 રન, સેમ કરને 22 રન, હરપ્રીત બ્રારે 1 રન, રાહુલ ચાહરે 0 રન, એલિસે 0 રન અને મોહિત રાઠીએ 1 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં 6 સિક્સર અને 17 ચોગ્ગા જોવા મળ્યા હતા.
બીજી ઈનિંગમાં પંજાબ કિંગ્સે એક પણ એક્સ્ટ્રા રન આપ્યા ન હતા. પંજાબ તરફથી અર્શદીપ અને રાહુલ ચહરે 1-1 વિકેટ લીધી હતી.પંજાબ કિંગ્સની આજે આઈપીએલ 2023માં પ્રથમ હાર હતી.
હૈદરાબાદની ટીમે પંજાબ સામે 8 વિકેટથી જીત મેળવી. આઈપીએલ 2023ની આ તેમની પ્રથમ જીત હતી.
હૈદરાબાદ તરફથી એડન માર્કરામ 37 રન અને રાહુલ ત્રિપાઠી 70 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 3 ચોગ્ગા જોવા મળ્યા.
હૈદરાબાદ તરફથી એડન માર્કરામ 21 રન અને રાહુલ ત્રિપાઠી 69 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 24 બોલમાં 20 રનની જરુર.
હૈદરાબાદ તરફથી એડન માર્કરામ 19 રન અને રાહુલ ત્રિપાઠી 65 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 1 સિક્સર અને 3 ચોગ્ગા જોવા મળ્યા. જીત માટે 30 બોલમાં 26 રનની જરુર.
હૈદરાબાદ તરફથી એડન માર્કરામ 12 રન અને રાહુલ ત્રિપાઠી 51 રન સાથે રમી રહ્યાં છે. 14 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 97/2. સનરાઇઝર્સ હૈદરાબાદને જીત માટે 36 બોલમાં 47 રનની જરૂર છે
હૈદરાબાદ તરફથી એડન માર્કરામ 10 રન અને રાહુલ ત્રિપાઠી 50 રન સાથે રમી રહ્યાં છે. 13 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 95/2. રાહુલ ત્રિપાઠીએ સિક્સર ફટકારી ફિફટી પૂરી કરી.
હૈદરાબાદ તરફથી એડન માર્કરામ 9 રન અને રાહુલ ત્રિપાઠી 43 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. 12 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 86/2
હૈદરાબાદ તરફથી એડન માર્કરામ 3 રન અને રાહુલ ત્રિપાઠી 41 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. 11 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 78/2
હૈદરાબાદ તરફથી એડન માર્કરામ 2 રન અને રાહુલ ત્રિપાઠી 31 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 3 ચોગ્ગા જોવા મળ્યા.
હૈદરાબાદની બીજી વિકેટ પડી, મયંક અગ્રવાલ 21 રન બનાવી આઉટ. 8.3 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 45/2
હૈદરાબાદ તરફથી મયંક અગ્રવાલ 20 રન અને રાહુલ ત્રિપાઠી 1 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં માત્ર 3 રન મળ્યા. 8 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 43/1
હૈદરાબાદ તરફથી મયંક અગ્રવાલ 18 રન અને રાહુલ ત્રિપાઠી 9 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક સિક્સર જોવા મળી. 7 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 40/1
હૈદરાબાદ તરફથી મયંક અગ્રવાલ 18 રન અને રાહુલ ત્રિપાઠી 3 રન સાથે રમી રહ્યાં છે. 6 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 34/1
હૈદરાબાદ તરફથી મયંક અગ્રવાલ 16 રન અને રાહુલ ત્રિપાઠી 1 રન સાથે રમી રહ્યાં છે. 5 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 30/1
હૈદરાબાદની પ્રથમ વિકેટ પડી, અર્શદીપની ઓવરમાં હૈરી બ્રુક 13 રન બનાવી આઉટ. 3.5 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 27/1
2 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 13/0. આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. મયંક અગ્રવાલ 9 રન અને હૈરી બ્રુક 4 રન સાથે રમી રહ્યાં છે.
હૈદરાબાદ તરફથી મયંક અગ્રવાલ અને હૈરી બ્રુક બેટિંગ માટે આવ્યા છે. પંજાબ કિંગ્સે 144 રનનો ટાર્ગેટ આપ્યો છે. 1 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 4/0. ઈનિંગની શરુઆત ચોગ્ગા સાથે થઈ હતી.
20 ઓવર બાદ પંજાબનો સ્કોર 143/9, હૈદરાબાદને મળ્યો 144 રનનો ટાર્ગેટ.શિખર ધવન 1 રનથી સેન્ચુરી ચૂક્યો હતો. અંતિમ બોલ પણ તેણે એક સિક્સર ફટકારી હતી.
શિખર ધવન 91 રન અને મોહિત રાઠી 2 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા હતા. 19 ઓવર બાદ પંજાબનો સ્કોર 135/9
શિખર ધવન 82 રન અને મોહિત રાઠી 1 રન સાથે રમી રહ્યો છે. આ ઓવરમાં 2 સિક્સર અને 1 ચોગ્ગો જોવા મળ્યો. 18 ઓવર બાદ પંજાબનો સ્કોર 126/9
17 ઓવર બાદ પંજાબનો સ્કોર 109/9. શિખર ધવન 65 રન સાથે રમી રહ્યો છે. શિખર ધવને આજે પોતાની ટીમના તમામ ખેલાડીઓ સાથે બેટિંગ કરી હતી.
શિખર ધવને આઈપીએલના ઈતિહાસમાં 49મી ફિફટી ફટકારી, 16 ઓવર બાદ પંજાબનો સ્કોર 101/9. આ ઓવરમાં 2 સિક્સર જોવા મળી.
પંજાબ તરફથી એલિસ 0 રન બનાવી આઉટ અને શિખર ધવન 47 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.
પંજાબની આઠમી વિકેટ પડી, મારકંડેની ઓવરમાં રાહુલ ચહલ 0 રન બનાવી આઉટ થયો. 13 ઓવર બાદ પંજાબનો સ્કોર 78/8
પંજાબની સાતમી વિકેટ પડી, ઉમરાન મલિકની ઓવરમાં હરપ્રીત બારર 1 રન બનાવી આઉટ થયો. 11.2 ઓવરમાં પંજાબનો સ્કોર 77/7
પંજાબની છઠ્ઠી વિકેટ પડી, માકંડેની ઓવરમાં શાહરુખ ખાન 4 રન બનાવી આઉટ થયો. 11 ઓવર બાદ પંજાબનો સ્કોર 76/6
પંજાબની પાંચમી વિકેટ પડી, ઉમરાન મલિકની ઓવરમાં રઝા 5 રન બનાવી આઉટ થયો. 10 ઓવર બાદ પંજાબનો સ્કોર 73/5. હૈદરાબાદની ચુસ્ત બોલિંગ, પંજાબના કિંગ્સ ધરાશાઈ
પંજાબની ચોથી વિકેટ પડી, માકંડેની ઓવરમાં સૈમ કરન 22 રન બનાવી કેચ આઉટ થયો. 8.5 ઓવરમાં પંજાબનો સ્કોર 63/4
પંજાબ તરફથી સૈમ કરન 18 રન અને શિખર ધવન 32 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. 8 ઓવર બાદ પંજાબનો સ્કોર 53/3
પંજાબ તરફથી સૈમ કરન 17 રન અને શિખર ધવન 22 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. 7 ઓવર બાદ પંજાબનો સ્કોર 47/3
પંજાબ તરફથી સૈમ કરન 12 રન અને શિખર ધવન 21 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક સિક્સર અને ચોગ્ગો જોવા મળ્યો.
પંજાબ કિંગ્સની ત્રીજી વિકેટ પડી, માર્ક જેન્સનની ઓવરમાં જીતેશ શર્મા 4 રન બનાવી આઉટ થયો. 5 ઓવર બાદ પંજાબનો સ્કોર 30/3
પંજાબ કિંગ્સની બીજી વિકેટ પડી, Marco Jansenની ઓવરમાં વિકેટ પડી. 2 ઓવર બાદ પંજાબનો સ્કોર 14/2
પંજાબ કિંગ્સની પ્રથમ વિકેટ પડી, ભુવનેશ્વરની ઓવરમાં પ્રથમ બોલ પર પ્રભાસિમરન 0 રન બનાવી આઉટ. 1 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 9/1
🚨 Toss Update 🚨@SunRisers won the toss and elected to field first against @PunjabKingsIPL#TATAIPL | #SRHvPBKS pic.twitter.com/mvMlYYaOtO
— IndianPremierLeague (@IPL) April 9, 2023
સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
સનરાઇઝર્સ હૈદરાબાદ (પ્લેઇંગ ઇલેવન): મયંક અગ્રવાલ, હેરી બ્રુક, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટ કીપર), વોશિંગ્ટન સુંદર, માર્કો જેન્સન, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, ઉમરાન મલિક, ટી નટરાજન
પંજાબ કિંગ્સ (પ્લેઇંગ ઇલેવન): શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, મેથ્યુ શોર્ટ, જીતેશ શર્મા (વિકેટકીપર), શાહરૂખ ખાન, સેમ કુરન, નાથન એલિસ, મોહિત રાઠી, હરપ્રીત બ્રાર, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ
રવિવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે IPL 2023 ની 14મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ પંજાબ કિંગ્સનો સામનો કરશે. એઇડન માર્કરામની આગેવાની હેઠળ, SRH હાલમાં દસ-ટીમ સ્ટેન્ડિંગમાં સૌથી નીચે છે, તેણે બે મેચ રમી છે અને બંને હારી છે. દરમિયાન, પીબીકેએસ સારા ફોર્મમાં છે અને પાંચમા ક્રમે છે અને બે ગેમમાં બે જીત સાથે આ સિઝનમાં હજુ સુધી એક પણ મેચ હારી નથી. શિખર ધવનના નેતૃત્વમાં પંજાબ આ સિઝનમાં ટાઇટલ માટે પડકાર ફેંકનાર દાવેદારોમાંનું એક બની ગયું છે. ધવન આ સિઝનમાં બે મેચમાં 126 રન સાથે ટીમનો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે.