IPL 2023 ની 47મી મેચ રમાઈ રહી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે હૈદરાબાદમાં ટક્કર થઈ રહી છે. બંને ટીમો સિઝનમાં માત્ર 3-3 મેચ જીતી ચુકી છે. કોલકાતાની જીત પોઈન્ટ્સ ટેબલમાં કોઈ ફેરફાર નહી કરે, જ્યારે હૈદરાબાદની જીત તેને એક સ્થાન ઉપક લઈ જવામાં મદદ કરશે. હૈદરાબાદ સિઝનમાં પોતાની 9મી મેચ અને કોલકાતા 10મી મેચ રમી રહ્યા છે. બંને ટીમો માટે પ્લેઓફની રેસમાં સામેલ થવુ મુશ્કેલ છે. આગળનો માર્ગ તમામ મેચમાં જીત રેસમાં રહેવા મેળવવી જરુરી છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ: એડન માર્કરમ (કેપ્ટન), મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, હેરી બ્રુક, અબ્દુલ સમદ, હેનરિક ક્લાસેન, મયંક માર્કંડે, માર્કો જેન્સેન, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, કાર્તિક ત્યાગી.
કોલકાતા નાઈટ રાઈડર્સ: નીતીશ રાણા (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાજ, જેસન રોય, વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી
અંતિમ ઓવરમાં 9 રનની જરુર હતી અને ત્રીજા બોલે વરુણ ચક્રવર્તીએ અબ્દુલ સમદની વિકેટ ઝડપી છે. આમ હવે ત્રણ બોલમાં 7 રનની જરુર હૈદરાબાદને છે અને આમ હવે મેચ વધુ રોમાંચક બની છે
19મી ઓવરમાં શરુઆતે વિકેટ ગુમાવી પરંતુ 2 ચોગ્ગા આવ્યા હતા. એક ભૂવીએ અને બીજો સમદે ચોગ્ગો જમાવ્યો હતો. આમ હવે અંતિમ ઓવરમાં 9 રનની જરુર હૈદરાબાદને છે.
વધુ એક વિકેટ હાથ લાગી છે કોલકાતાને અને મેચ હવે વધારે રોમાંચક બની છે. કોલકાતાના બોલર્સ હવે મેચને પલટી રહ્યા છે અને હવે મેચ કઈ તરફ રહેશે એ કહેવુ હવે મુશ્કેલ છે. વૈભવ અરોરાએ વિકેટકીપરના હાથમાં માર્કો યાન્સેનનો કેચ ઝડપાવ્યો હતો.
વૈભવ અરોડાએ હૈદરાબાદના કેપ્ટનની વિકેટ ઝડપી છે. માર્કરમને સીધો જ રિંકૂના હાથમાં કેચ કરાવ્યો છે. મેચ હવે ફરી રોમાંચક મોડમાં આવી પહોંચી છે. અહીંથી મેચમાં કોલકાતાને ફરી આશાઓ જાગી છે.
15મી ઓવર લઈને શાર્દૂલ ઠાકુર આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર જ ઠાકુરે કોલાકાતાને જે જરુર હતુ એ કામ કરી દીધુ હતુ. શાર્દુલ ઠાકેર આંદ્રે રસેલના હાથમાં ક્લાસેનને કેચ ઝડપાવ્યો હતો. 20 બોલનો સામનો કરીને 36 રન નોંધાવ્યા હતા.
11 મી ઓવર લઈને અનુકૂલ રોય આવ્યો હતો. ઓવરની શરુઆત ક્લાસેને છગ્ગા સાથે કરી હતી. 91 મીટર લાંબો છગ્ગો ક્લાસેન જમાવ્યો હતો. ઓવરાન પાંચમા બોલ પર ફરી છગ્ગો જમાવ્યો હતો અને આ વખતે સિક્સર 101 મીટર દૂર પહોંચી હતી.
10 ઓવરની રમત હૈદરાબાદની બેટિંગ ઈનીંગની સમાપ્ત થઈ ચુકી છે. અત્યાર સુધીમાં હૈદરાબાદે 4 વિકેટ ગુમાવીને 75 રન નોંધાવ્યા છે. આમ હવે બાકીના 60 બોલમાં 97 રનની જરુર હૈદરાબાદને છે. ક્લાસેન અને માર્કરમ રમતમાં છે.
હૈદરાબાદને મોટો ઝટકો, હેરી બ્રુક આઉટ. બ્રૂક ખાતું ખોલાવ્યા વગર જ પરત ફર્યો છે. તેને સાતમી ઓવરના પ્રથમ બોલ પર અનુકુલ રોયે આઉટ કર્યો હતો. બોલ પેડ સાથે અથડાયો પરંતુ અમ્પાયરે આઉટ ન કર્યો અને કોલકાતાએ રિવ્યુ લીધો જે સફળ રહ્યો.
ચોગ્ગા-છગ્ગાનો માર સહન કર્યા બાદ પણ રસેલ રાહુલ ત્રિપાઠીને પોતાની જાળમાં ફસાવવામા સફળ રહ્યો છે. ઓવરમાં એક છગ્ગો અને 2 ચોગ્ગા સહ્યા બાદ આંદ્રે રસેલે ફાઈન લેગ પર વૈભવના હાથમમાં કેચ ઝડપાવ્યો હતો. ત્રિપાઠી 20 રન નોંધાવીને પરત ફર્યો છે.
આંદ્રે રસેલ પર ચોગ્ગા અને છગ્ગાનો માર રાહુલ ત્રિપાઠીએ માર્યો છે. પાવર પ્લેની અંતિમ ઓવરનો પ્રથમ બોલ પર રસેલે નો-બોલ કર્યો હતો. જોકે આ દરમિયાન ચાર રન મળી ચુક્યા હતા, રાહુલને. જોકે ફ્રી હિટ બોલ પર પુરો ફાયદો ઉઠાવતા છગ્ગો જમાવ્યો હતો અને આગળના બોલ પર ફરી ચોગ્ગો જમાવ્યો હતો.
શાર્દૂલ ઠાકુરે મહત્વની વિકેટ ઝડપી છે. અભિષેક શર્માને ચોથી ઓરના પાંચમા બોલ પર પોતાની જાળમાં ફસાવ્યો હતો. ડિપ મિડવિકેટ પર મોટો શોટ જમાવવાનો ચક્કરમાં તે આંદ્રે રસેલના હાથમાં કેચ ઝડપાતા 9 રન નોંધાવીને પરત ફર્યો હતો.
ચોથી ઓવર લઈને શાર્દૂલ ઠાકુર આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર રાહુલ ત્રિપાઠીએ ચોગ્ગો સ્કૂપ કરીને ફટકાર્યો હતો. ઓફ સ્ટંપની બહારનો આ બોલ હતો અને રાહુલે તેને ચાર રન માટેનો શોટ બનાવ્યો હતો.
ત્રીજી ઓવરમાં હર્ષિત રાણાએ છગ્ગાનો માર મયંક અગ્રવાલના બેટથી સહ્યો હતો. પરંતુ ઓવરના પાંચમાં બોલ પર અગ્રવાલ વિકેટ કિપરના હાથમાં કેચ ઝડપાયો હતો. ઓપનર અગ્રવાલ 18 રન નોંધાવીને પરત ફર્યો હતો.
હર્ષિત રાણા કોલકાતા તરફથી પ્રથમ ઓવર લઈને આવ્યો છે અને જેના પર તેણે ચોગ્ગાનો માર સહન કર્યો છે. આમ આ સાથે જ હૈદરાબાદે પોતાની બેટિંગ ઈનીંગની શરુઆત ચોગ્ગા સાથે કરી છે. અભિષેક શર્માએ બાઉન્ડરી જમાવી હતી.
ઓવરમાં બે વિકેટ નોંધાઈ છે. પહેલા રિંકૂ સિંહ કેચ ઝડપાયો હતો. અંતિમ ઓવરમાં બીજા બોલ પર રિંકૂ અબ્દુલ સમદના હાથમાં કેચ ઝડપાયો હતો. ત્યાર બાદ આગળના બોલ પર હર્ષિત રાણા રન આઉટ થઈે શૂન્ય રને પરત ફર્યો હતો.
18મી ઓવરના ત્રીજા બોલે કોલકાતાએ વિકેટ ગુમાવી. શાર્દૂલ ઠાકુર ડીપમાં અબ્દુલ સમદના હાથમાં કેચ ઝડપાયો હતો. નટરાજને આ વિકેટ ઝડપી હતી. ઠાકુર 8 રન જોડીને પરત ફર્યો છે.
મયંક માર્કડેય 17મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના પાંચમા બોલ પર રિંકૂ સિંહે છગ્ગો ફટકાર્યો હતો. રિંકૂ સિંહે ગુગલી બોલ પર સ્ટેપ આઉટ કરીને લોંગ ઓન પર બોલને મોકલ્યો હતો અને 88 મીટર લાંબો છગ્ગો નોંધાવ્યો હતો.
ભૂવનેશ્વર કુમાર 16મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર ભૂવીએ સુનિલ નરેનને મયંક અગ્રવાલના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. સુનિલ ધીમા બોલ પર બીટ થતા કવર પર ઝડપાયો હતો
15મી ઓવરમાં મંયક માર્કંડેયે આંદ્રે રસેલની વિકેટ ઝડપી છે. આક્રમક મૂડ બતાવતા રસેલે બે છગ્ગા જમાવ્યા હતા અને 24 રન નોંધાવ્યા હતા. પરંતુ મયંકે નટરાજનના હાથમાં કેચ ઝડપાવીને પરત મોકલ્યો છે.
આંદ્રે રસેલે મેચમાં પોતાનુ ખાતુ સિક્સર વડે ખોલ્યુ છે. 12મી ઓવરમાં જ તેણે છગ્ગો માર્કરમના બોલ પર જમાવ્યો હતો. આગળની ઓવર લઈને મયંક માર્કંડેય આવ્યો હતો અને તેના બોલ પર વધુ એક છગ્ગો રસેલે જમાવ્યો હતો.
હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરમે મહત્વની વિકેટ ઝડપી છે. નિતીશ રાણાને તેણે પોતાનો શિકાર બનાવતા પોતાના જ હાથમાં કેચ ઝડપ્યો હતો. 12મી ઓવર લઈને માર્કરમે આવ્યો હતો અને સફળતા મેળવી હતી. રાણા 42 રન 31 બોલમાં નોંધાવીને પરત ફર્યો હતો.
10મી ઓવર કોલકાતા માટે સારી રહી હતી. ઓવર લઈને કાર્તિક ત્યાગી આવ્યો હતો. ઓવરના બીજા બોલને કટ કરીને સરળતાથી ગેપ નિકાળીને ચોગ્ગો મેળવ્યો હતો. આગળના બોલ પર ડીપ બેકવર્ડ સ્કેવર લેગ તરફ છગ્ગો ફટકાર્યો હતો. આગળના બોલ પર વધુ એક છગ્ગો રાણાએ ફટકાર્યો હતો અને આ વખતે બોલ ડિપ મિડ વિકેટ તરફ હતો.
9મી ઓવરમાં રિંકૂ સિંહ બે સળંગ ચોગ્ગા ફટકાર્યા હતા. એડમ માર્કરમ ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ચોથા અને પાંચમા બોલ પર આ બાઉન્ડરી મેળવી હતી. ઓવરમાં કોલકાતાએ 12 રન મેળવ્યા હતા.
8મી ઓવર લઈને નટરાજન આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર નિતીશ રાણાએ શાનદાર છગ્ગો જમાવ્યો હતો. રાણાએ ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ પર ઉઠાવીને છગ્ગો ફટકાર્યો હતો.
માર્કો યાનસેન પાવર પ્લેની અંતિમ ઓવર લઈને આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર નિતીશ રાણાએ ચોગ્ગો ફટકાર્યો હતો. શોર્ટ ફાઈન લેગ પર કોલાકાતાના સુકાનીએ બાઉન્ડરી જમાવી હતી. પાવર પ્લેમાં કોલકાતાએ 49 રનનો સ્કોર 3 વિકેટના નુક્શાન પર નોંધાવ્યો હતો.
કાર્તિક ત્યાગીએ મહત્વની વિકેટ ઝડપી છે. કોલકાતાના ઓપનર જેસન રોય બરાબર સેટ થયેલો હતો અને તેની વિકેટ કાર્તિકે ઝડપી છે. રોયે લોંગ ઓન પર શોટ લગાવવાના પ્રયાસમાં શોર્ટ થર્ડ મેન પર મયંક ના હાથમાં કેચ ઝડપાયો હતો.
ચોથી ઓવર લઈને માર્કો યાન્સેન લઈને આવ્યો હતો. કોલકાતાના સુકાની નિતીશ રાણાએ ચોગ્ગો ઓવરના પ્રથમ બોલ પર ફટકાર્યો હતો. રાણાએ ફ્લીક કરીને ડીપ બેકવર્ડ સ્કેવર લેગની દીશામાં બોલને મોકલ્યો હતો અને ચાર રન મેળવ્યા હતા.
ત્રીજી ઓવર લઈને ભૂવનેશ્વર કુમાર આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર જેસન રોયે ચોગ્ગા માટે શોટ ફટકાર્યો હતો. પંચ કરીને રોયે બોલને કવર પોઈન્ટ તરફની દિશામાં મોકલીને ચોગ્ગો મેળવ્યો હતો. આમ અગાઉની ઓવરમાં બે વિકેટની નિરાશામાં રાહત જોવા મળી હતી.
વેંકટેશ અય્યર બાઉન્સર બોલ પર કેચ આઉટ થઈને પરત ફર્યો છે. માર્કો યાન્સેને ઈનીંગમાં પોતાની પ્રથમ ઓવરમાં જ 2 વિકેટ ઝડપી છે. અય્યર હુક કરવાના પ્રયાસમાં વિકેટકીપરના હાથમમાં કેચ ઝડપાયો હતો. વેંકટેશ માત્ર 7 રન નોંધાવીને પરત ફર્યા છે.
માર્કો યાનસેને મેચમાં પોતાની પ્રથમ ઓવર લઈને આવતા જ શિકાર ઝડપવામાં સફળતા મેળવી છે. ગુરબાજ ગોલ્ડન ડક થઈને પરત ફર્યો છે. ઉઠાવીને શોટ ફટકારવાના પ્રયાસમાં પુલ કરતા તે મિડ ઓન પર હેરી બ્રૂકના હાથમાં કેચ ઝડપાતા શૂન્ય રને પરત ફર્યો હતો.
પ્રથમ ઓવરમાં જ જેસન રોયે બે શાનદાર બાઉન્ડરી જમાવીને શરુઆત કરી છે. પ્રથમ ઓવરમાં કોલકાતાના ખાતામાં 8 રન આવ્યા હતા. ઓવરના ત્રીજા બોલને રોયે બેકફુટ પર રહી ડ્રાઈવ કરતા કવર તરફ ચોગ્ગો મેળવ્યો હતો. આગળના બોલ પર ફ્લિક કરીને મિડ વિકેટ તરફ બાઉન્ડરી મેળવી હતી.
જેસન રોય અને રહેમાનુલ્લા ગુરબાજના રુપમાં ઓપનિંગ જોડીએ કોલકાતાની બેટિંગ ઈનીંગની શરુઆત કરી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી મેચની પ્રથમ ઓવર લઈને અનુભવી ભારતીય બોલર ભૂવનેશ્વર કુમાર આવ્યો છે. હૈદરાબાદ હોમ ગ્રાઉન્ડ પર આજે મેદાને ઉતરી રહી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ: નીતીશ રાણા (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાજ, જેસન રોય, વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી
સનરાઈઝર્સ હૈદરાબાદ: એડન માર્કરમ (કેપ્ટન), મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, હેરી બ્રુક, અબ્દુલ સમદ, હેનરિક ક્લાસેન, મયંક માર્કંડે, માર્કો જેન્સેન, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, કાર્તિક ત્યાગી.
કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે. આમ હોમ ગ્રાઉન્ડ પર રમતા સનરાઈઝર્સ હૈદરાબાદ રન ચેઝ કરવા માટે મેદાને ઉતરશે. હૈદરાબાદે પોઈન્ટ્સ ટેબલમાં પોતાના સ્થાનના સુધારા માટે પુરી તાકાત હોમગ્રાઉન્ડ પર લગાવવી પડશે.
Published On - 6:59 pm, Thu, 4 May 23