IPL 2023 ની 34મી મેચ સોમવારે હૈદરાબાદમાં રમાઈ રહી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થઈ રહી છે.બંને ટીમો પોઈન્ટ્સ ટેબલમાં તળીયાના સ્થાન પર છે. દિલ્હી કેપિટલ્સ સિઝનમાં 6 મેચો રમીને માત્ર એક જ મેચમાં જીત મેળવી શક્યુ છે. જ્યારે આટલી મેચ રમીને હૈદરાબાદની ટીમ માત્ર 2 જ મેચ જીતવામાં સફળ થયુ છે. આમ બંને ટીમોની હાલત ખરાબ છે. આજે હૈદરાબાદમાં બંને ટીમો જીત સાથે 2 આંક વધારવા માટે દમ દેખાડશે.
સનરાઇઝર્સ હૈદરાબાદ: એઇડન માર્કરામ (કેપ્ટન), અભિષેક શર્મા, હેરી બ્રુક, મયંક અગ્રવાલ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), માર્કો જેન્સન, વોશિંગ્ટન સુંદર, મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર, ટી. નટરાજન, ઉમરાન મલિક
દિલ્હી કેપિટલ્સ: ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલ સોલ્ટ (વિકેટકીપર), મિશેલ માર્શ, મનીષ પાંડે, સરફરાઝ ખાન, અક્ષર પટેલ, અમન હાકિમ ખાન, રિપલ પટેલ, એનરિચ નોરખિયા, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા.
નોર્ખિયાએ મહત્વની વિકેટ ઝડપી છે. અમન ખાનના હાથમાં ક્લાસેનનો કેચ ઝડપાવ્યો છે. ક્લાસને શાનદાર રમત રમી રહ્યો હતો અને આ દરમિયાન તે હવે આઉટ થઈને પરત ફર્યો છે.
17મી ઓવર લઈને એનરીક નોર્ખિયા લઈને આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર સુંદરે ચોગ્ગો ફટકાર્યા બાદ ક્લાસેન પાંચમાં બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. આમ મેચ હવે રસપ્રદ બની છે.
હૈદરાબાદની રમત ખૂબ જ મુશ્કેલ બની છે, આ દરમિયા વોશિંગ્ટન સુંદરે ચોગ્ગો ફટકાર્યો હતો. સુંદરે શાનદાર ચોગ્ગો યોગ્ય સમયે ફટકાર્યો છે, જેને લઈ હૈદરાબાદના સ્કોર બોર્ડમાં રાહત જણાઈ છે.
હૈદરાબાદ માટે હવે મુશ્કેલીઓ શરુ થઈ છે. આમાંથી બહાર નિકળીને જીત મેળવવા માટે લક્ષ્ય દૂર છે. ટીમનો સુકાની એડન માર્કરમ આઉટ થઈ પરત ફર્યો છે. તે માત્ર 3 જ રન નોંધાવી શક્યો છે.
અભિષેક શર્માની વિકેટ ઝડપ્યા બાદ કુલદીપ યાદવે ચોગ્ગાનો માર સહ્યો છે. હેનરીક ક્લાસેને પુલ કરીને ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં કુલદીપે 8 રન ગમાવીને એક મહત્વની વિકેટ ઝડપી હતી.
કુલદીપ શર્માએ અભિષેક શર્માનો શિકાર કર્યો છે. અભિષેક માત્ર 5 રન નોંધાવીને વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો. કુલદીપ યાદવે પોતાના જ બોલ પર અભિષેકનો કેચ ઝડપ્યો હતો.
13મી ઓવર લઈને ઈશાંત શર્મા આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર ઈશાંતે રાહુલ ત્રિપાઠીની વિકેટ ઝડપી હતી. રાહુલ 15 રન નોંધાવીને પરત ફર્યો હતો.
અક્ષર પટેલે મોટી વિકેટ ઝડપી છે. પોતાની ત્રીજી અને ઈનીંગની 12મી ઓવર લઈને આવેલા અક્ષર પટેલે અમન ખાનના હાથમાં મયંક અગ્રવાલનો કેચ ઝડપાવ્યો હતો. મયંક 49 રન નોંધાવીને પરત ફર્યો હતો.
11મી ઓવર લઈને મિશેલ માર્શ આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર કવર્સ તરફ મયંક અગ્રવાલે ચોગ્ગો ફટકાર્યો હતો. લાંબા સમય બાદ હૈદરાબાદને ખાતામાં ચોગ્ગો આવ્યો હતો.
છેલ્લી ચાર ઓવર થી હૈદરાબાદની ટીમના સ્કોરમાં બાઉન્ડરી આવી રહી નથી. હવે હૈદરાબાદની ટીમની રમત ધીમી થઈ ચુકી છે. હેરી બ્રુકની વિકેટ ગુમાવ્યા બાદ હવે હૈદરાબાદે આક્રમકતાને બદલે શાંતીથી રમત શરુ કરી છે.
પાવર પ્લેની અંતિમ ઓવર લઈને એનિરક નોર્ખિયા આવ્યો હતો. તેણે ઓવરના પ્રથમ બોલ પર હેરી બ્રુકને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. સ્કૂપ કરવાના પ્રયાસમાં બ્રુક થાપ ખાઈ જતા ક્લીન બોલ્ડ થયો હતો.
થી ઓવરમાં અંતિમ બોલ પર બાઉન્ડરી જમાવ્યા બાદ પાંચમી ઓવરના અંતિમ બોલ પર મયંક અગ્રવાલે ચોગ્ગો ફટકાર્યો હતો. એક્સ્ટ્રા કવરની દીશામાં ડ્રાઈવ કરીને ચોગ્ગો મેળવ્યો હતો. ઓવરમાં હૈદરાબાદને 5 રન મળ્યા હતા.
ઈશાંત શર્મા ઈનીંગની ત્રીજી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર મયંક અગ્રવાલે ચોગ્ગો ફટકાર્યો હતો. મયંકે પૂરી તાકાત વડે આ શોટ લગાવ્યો હતો. પોઈન્ટ અને કવર વચ્ચેથી તેણે ટાઈમીંગ સાથે બાઉન્ડરી મેળવી હતી.
બીજી ઓવર લઈને નોર્ખિયા આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર મયંક અગ્રાવાલે ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરના રુમ બનાવી સિધા બેટ વડે બોલરના માથા પર થી બાઉન્ડરી ફટકારી હતી.
ઈશાંત શર્મા પ્રથમ ઓવર લઈને આવ્યો છે.આ સાથે જ સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગ શરુ થઈ છે. હેરી બ્રુક અને મયંક અગ્રવાલ ઓપનર તરીકે આવ્યા છે. ઓવરના ચોથા બોલ પર મયંકનો કેચ ડ્રોપ થયો હતો. ઓવરના પાંચમાં બોલ પર મયંકે ચોગ્ગો ફટકાર્યો હતો.
અંતિમ ઓવરમાં દિલ્હીએ 2 વિકેટ ગુમાવી હતી. આ બંને વિકેટ દિલ્હીએ રન આઉટથી ગુમાવી હતી. ઓવરના બીજા બોલ પર એનરિક નોર્ખિયાએ વિકેટ ગુમાવી હતી અને ઓવરના ચોથા બોલ પર રિપલ પટેલ આઉટ થયો હતો. 20 ઓવરના અંતે દિલ્હીએ 144 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
19મી ઓવરના બીજા બોલ પર મનિષ પાંડે રન આઉટ થઈને પરત ફર્યો હતો. મિનષ પાંડે અને રિપલ પટેલ બીજો રન લેવા માટે દોડ્યો હતો. આ દરમિયાન સુંદરે થ્રો કરતા વિકેટકીપર ને બોલ ઝડપથી આપતા જ મનિષ રન આઉટ થઈને પરત ફર્યો હતો.
અક્ષર પટેલ સારી રમત રમી રહ્યો હતો. આ દરમિયાન અક્ષર પટેલે વિકેટ ગુમાવી દીધી હતી. તે પરફેક્ટ યોર્કર બોલ પર થાપ ખાઈ જતા ઓફ સ્ટંપ પર બોલ વાગતા તે બોલ્ડ થયો હતો. પટેલે 34 રન નોંધાવ્યા હતા.
મયંક માર્કંડે 17મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમા બોલ પર અક્ષર પટેલે સળંગ ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. દિલ્હી માટે આ સારી ઓવર નિવડી હતી અને અક્ષરે ચોગ્ગાની હેટ્રીક લગાવી દીધી હતી.
15મી ઓવરના અંતિમ બોલ પર અક્ષર પટેલે ચોગ્ગો ફટકાર્યો હતો. ટી નટરાજન આ ઓવર લઈને આવ્યો હતો. આગળના ચાર બોલ પર તેણે ચાર સિંગલ રન આપ્યા હતા. પરંતુ અંતિમ બોલ પર કવર્સ તરફ ચોગ્ગો ફટકાર્યો હતો.
ઉમરાન મલિક 14મી ઓવરના બીજા બોલ પર મનિષ પાંડેએ ચોગ્ગો ફટકાર્યો હતો. ઓફ સ્ટંપના બોલ પર પાંડેએ કવર્સની દિશામાં ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં દિલ્હીના ખાતામાં 6 રન જમા થયા હતા.
ઉમરાન મલિકના બોલ પર મનિષ પાંડેએ ચોગ્ગો ફટકાર્યો હતો. ઉમરાન મલિક મેચમાં પોતાની પ્રથમ ઓવર લઈને આવ્યો હતો અને પાંડેએ ચોગ્ગાથી તેનુ સ્વાગત કર્યુ હતુ. તેણે ફુલ લેન્થ બોલને ફ્લિક કરીને ફાઈન લેગમાં ચાર રન મેળવ્યા હતા.
વોશિંગ્ટન સુંદરે એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી છે. સોથી પહેલા ડેવિડ વોર્નરની વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ ચોથા બોલ પર સરફરાઝને પોતાનો શિકાર બનાવ્યો હતો. જ્યારે અંતિમ બોલ પર હવે અમન ખાનની વિકેટ ઝડપી હતી. અમને બેટિંગમાં ઉતરતા જ ચોગ્ગો ફટકાર્યો હતો અને આગળના બોલ પર કેચ ઝડપ્યો હતો.
વોશિંગ્ટન સુંદરે ડેવિડ વોર્નર બાદ હવે સરફરાઝ ખાનની વિકેટ ઝડપી છે. બીજી વિકેટ સુંદરે ઓવરમાં ઝડપી છે. સરફરાઝ ખાન 10 રન નોંધાવીને પરત ફર્યો છે. ઓવરમાં બીજો ઝટકો દિલ્હીને મળ્યો છે.
વોશિંગ્ટન સુંદરે બીજા બોલ પર વિકેટ ઝડપી છે. તેણે 8મી ઓવર દરમિયાન મહત્વની વિકેટ ઝડપતા વોર્નરને બ્રુકના હાથમાં ઝડપાવ્યો હતો. વોર્નર 21 રન નોંધાવીને પરત ફર્યો હતો. દિલ્હીની આ ત્રીજી વિકેટ હતી.
મયંક માર્કન્ડેયના બોલ પર ડેવિડ વોર્નરે ચોગ્ગો ફટકાર્યો હતો. શક્તિશાળી શોટ વડે એક્સ્ટ્રા કવર પર શાનદાર ચાર રન મેળવ્યા હતા. ગુગલી બોલ પર બેકફુટ પર જઈને તેણે આ શોટ જમાવ્યો હતો.
માર્કો જેન્સન પાવર પ્લેની અંતિમ ઓવર લઈને આવ્યો હતો. સરફરાઝે છગ્ગો ફટકાર્યો હતો. ઓવરના ચોથા બોલ પર ગજબનો શોટ જમાવતા વાઈડ લોંગ પર છગ્ગો મેળવ્યો હતો. સરફરાઝે બેકફુટ પર જઈને આ છગ્ગો ફટકાર્યો હતો.
નટરાજન પાંચમી ઓવર લઈને આવ્યો છે. ઓવરના બીજા બોલ પર મિશેલ માર્શે ચોગ્ગો ફટકાર્યો હતો.જોકે ચોથા બોલ પર મિશેલ આઉટ થયો હતો. તે લેગબિફોર થઈને પરત ફર્યો હતો. તેણે 15 બોલમાં 25 રન નોંધાવી પરત ફર્યો હતો.
ચોથી ઓવર લઈને વોશિંગ્ટન સુંદર આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર વોર્નરે ચોગ્ગો ફટકાર્યો હતો. જ્યારે આગળના બોલ પર ડેવિડ વોર્નરે શાનદાર સ્વીપ કરીને છગ્ગો ફટકાર્યો હતો. દિલ્હી માટે આ સારી ઓવર રહી હતી.
ત્રીજી ઓવર લઈને ભૂવનેશ્વર કુમાર આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર મિશેલ માર્શે 1 રન નોંધાવ્યો હતો, જોકે આગળના પાંચ બોલ ડેવિડ બોર્લરે ડોટ રમ્યા હતા. ઓવરમાં માત્ર 1 જ રન ભૂવીએ આપ્યો છે.
માર્કો જેન્સન બીજી ઓવર લઈને આવ્યો હતો. મિશેલ માર્શે માર્કોનુ સ્વાગત સળંગ 2 બાઉન્ડરી વડે કર્યુ છે. માર્શે ઓવરમાં ચાર બાઉન્ડરી જમાવી હતી. પ્રથમ બંને બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા.જ્યારે ચોથા અને પાંચમા બોલ પર વધુ બે ચોગ્ગા ફટકાર્યા હતા. ઓવરમાં 19 રન દિલ્હીના ખાતામાં આવ્યા હતા.
દિલ્હી કેપિટલ્સને શરુઆતે જ ઝટકો લાગ્યો છે. ઓપનર ફિલ સોલ્ટની વિકેટ શૂન્ય રને જ ગુમાવી છે. ગોલ્ડન ડક વિકેટ ગુમાવી સોલ્ટ પરત ફર્યો છે. ભૂવનેશ્વર કુમારે મેચના ત્રીજા બોલે વિકેટકીપરના હાથમાં કેચ ઝડપાવી શિકાર કર્યો હતો.
દિલ્હી કેપિટલ્સને બેટિંગ શરુ થઈ ચુકી છે. ફિલ સોલ્ટ અને ડેવિડ વોર્નર ઓપનિંગ જોડીના રુપમાં હૈદરાબાદ સામે મેદાને ઉતર્યા છે. અનુભવી બોલર ભૂવનેશ્વર કુમાર પ્રથમ ઓવર લઈને આવ્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ: એઇડન માર્કરામ (કેપ્ટન), અભિષેક શર્મા, હેરી બ્રુક, મયંક અગ્રવાલ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), માર્કો જેન્સન, વોશિંગ્ટન સુંદર, મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર, ટી. નટરાજન, ઉમરાન મલિક
દિલ્હી કેપિટલ્સ: ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલ સોલ્ટ (વિકેટકીપર), મિશેલ માર્શ, મનીષ પાંડે, સરફરાઝ ખાન, અક્ષર પટેલ, અમન હાકિમ ખાન, રિપલ પટેલ, એનરિચ નોરખિયા, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા.
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીત્યો છે. વોર્નરે પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ તેમના હોમગ્રાઉન્ડ પર પ્રથમ ફિલ્ડીંગ કરશે આમ રન ચેઝ કરવા માટે મેદાને ઉતરશે.
Published On - 6:36 pm, Mon, 24 April 23