SRH IPL 2022 Retained Players: ‘કાશ્મિર એક્સ્પ્રેસ’ સહિત J&K ના આ બંને ખેલાડીઓ કરોડપતિ, ડેવિડ વોર્નર, રાશિદ અને ભૂવનેશ્વર થયા બહાર

|

Nov 30, 2021 | 10:33 PM

SRH IPL 2022 Released Players: સનરાઇઝર્સ હૈદરાબાદે કેન વિલિયમસનને કેપ્ટન તરીકે જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. આવી સ્થિતિમાં ડેવિડ વોર્નરને બહાર કરવામાં આવ્યો છે.

SRH IPL 2022 Retained Players: કાશ્મિર એક્સ્પ્રેસ સહિત J&K ના આ બંને ખેલાડીઓ કરોડપતિ, ડેવિડ વોર્નર, રાશિદ અને ભૂવનેશ્વર થયા બહાર
Sunrisers Hyderabad

Follow us on

SRH IPL 2022 Confirmed Retained Players: સનરાઇઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad) IPL 2022 મેગા ઓક્શન પહેલા તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની જાહેરાત કરી છે. આ ટીમે ત્રણ ખેલાડીઓને જાળવી રાખ્યા છે. જેમાં કેન વિલિયમસન (Kane Williamson), ઉમરાન મલિક (Umran Malik) અને અબ્દુલ સમદ (Abdul Samad) નો સમાવેશ થયો છે. ઉમરાન અને અબ્દુલ બંને અનકેપ્ડ ખેલાડી છે અને બંને જમ્મુ અને કાશ્મીરથી આવે છે. વિલિયમસન આગળ સનરાઇઝર્સનો કેપ્ટન રહેશે.

ઉમરાન ખેલાડીઓને જાળવી રાખવાથી ઘણો આંચકો લાગ્યો છે. IPL 2021 દરમિયાન તે નેટ બોલર હતો. ત્યારબાદ ટી નટરાજનને કોરોના થયો હતો. આ કારણે ઉમરાન ટીમનો ભાગ બની ગયો. જ્યારે તે રમી રહ્યો હતો ત્યારે તેના બોલે ધૂમ મચાવી દીધી હતી. તેણે 150 કીમી પ્રતિ કલાક થી વધુની ઝડપથી બોલિંગ કરી હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

સનરાઇઝર્સ હૈદરાબાદે આ ખેલાડીઓને કર્યા રિટેન

કેન વિલિયમસન – આગળ પણ ટીમના કેપ્ટન તરીકે ચાલુ રહેશે. તેના નેતૃત્વમાં ટીમ IPL 2018માં ફાઇનલમાં ગઈ હતી. તેને 14 કરોડ રૂપિયા મળશે.

ઉમરાન મલિક– જમ્મુ અને કાશ્મીરથી આવે છે. IPL 2021 દરમિયાન રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે આવ્યો હતો. પરંતુ તેણે પેસ સાથે બધાનું ધ્યાન ખેંચ્યું. તે પહેલા નેટ બોલર તરીકે ટીમ સાથે હતો. તેને ચાર કરોડ રૂપિયા મળશે.

અબ્દુલ સમદ જમ્મુ-કાશ્મીરનો ફાસ્ટ બોલર છે. મિડલ ઓર્ડરમાં રમે છે. તેને પણ 4 કરોડ રૂપિયા પણ મળશે.

 

 

 

સનરાઇઝર્સ હૈદરાબાદે આ ખેલાડીઓને રિલીઝ કર્યા છે

ડેવિડ વોર્નર, જોની બેરસ્ટો, શ્રીવત્સ ગોસ્વામી, જગદીશ સુચિત, રિદ્ધિમાન સાહા, મોહમ્મદ નબી, મુજીબ ઉર રહેમાન, કેદાર જાધવ, વિજય શંકર, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, શેરફાન રધરફોર્ડ, જેસન હોલ્ડર, સંદીપ શર્મા, ખલીલ અહેમદ, અભિષેક શર્મા, બેસિલ થમ્પી, ટી નટરાજન, સિદ્ધાર્થ કૌલ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, શાહબાઝ નદીમ, મનીષ પાંડે, જેસન રોય.

 

Published On - 10:28 pm, Tue, 30 November 21

Next Article