ક્રિકેટના ઈતિહાસમાં નહીં જોઈ હશે આવી મેચ, 10 રનમાં આખી ટીમ ઓલઆઉટ, 20 ઓવરની મેચ 2 બોલમાં થઈ પૂરી

Isle of manદ્વારા બનાવેલા 10 રન ટી20 ક્રિકેટના ઈતિહાસમાં સૌથી નાનો સ્કોર હતો. આ સાથે 72 દિવસ પહેલા બનેલા સૌથી ઓછા સ્કોરનો ટી20 રેકોર્ડ પણ તૂટી ગયો હતો. અગાઉ 16 ડિસેમ્બર 2022ના રોજ થંડરની ટીમ બિગ બેશમાં સ્ટ્રાઈકર્સ સામે 15 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ક્રિકેટના ઈતિહાસમાં નહીં જોઈ હશે આવી મેચ, 10 રનમાં આખી ટીમ ઓલઆઉટ, 20 ઓવરની મેચ 2 બોલમાં થઈ પૂરી
spain cricket team vs Isle of man
| Edited By: | Updated on: Feb 28, 2023 | 9:35 AM

ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે. ક્રિકેટમાં રોજ નવા રેકોર્ડ બને છે અને જૂના રેકોર્ડ બને છે. તે બધા વચ્ચે કેટલીક એવી ઘટના પણ બને છે જેને લોકો વર્ષો સુધી યાદ રાખે છે. ધોનીનો હેલીકોપ્ટર શોર્ટ હોય કે યુવરાજ સિંહના 6 બોલમાં 6 છગ્ગા આવી અનેક અદ્દભુત ઘટનાઓ ક્રિકેટ ફેન્સને આજે પણ યાદ છે. પણ હાલમાં ક્રિકેટ જગતમાં બનેલી એક ઘટના લોકોએ ભાગ્યે જ જોઈ હશે. ક્રિકટના ઈતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી ઘટના એક ટી-20 મેચ દરમિયાન બની છે. આ મેચનો સ્કોર કાર્ડ હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

ટી-20 ક્રિકેટમાં દરેક પારીમાં 120 બોલ નાખવામાં આવે છે. પણ જો તમને કોઈ કહે કે એક મેચ માત્ર 2 બોલમાં ખત્મ થઈ ગઈ , તો તમે કેવી પ્રતિક્રિયા આપો ? 26 ફેબ્રુઆરીના રોજ સ્પેન અને Isle of manની ક્રિકેટ ટીમ વચ્ચે ટી-20 મેચ રમાઈ હતી. આ મેચ ક્રિકેટના ઈતિહાસમાં ખાસ રીતે લખાઈ ગઈ છે. આ મેચમાં ટી-20 ક્રિકેટ ઈતિહાસનો સૌથી ઓછો સ્કોર નોંધાયો છે.

10 બોલમાં આખી ટીમ ઓલઆઉટ

આ પણ વાંચો :  Viral Video : ફૂટબોલના મેદાન પર થયો રમકડાનો વરસાદ, ભૂકંપગ્રસ્ત બાળકો માટે વરસ્યો પ્રેમ

આ મેચમાં Isle of man પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. સ્પેનના 2 બોલરો એ Isle of man ટીમના 11 ખેલાડીઓને 10 રનના સ્કોર પર પેવિલિયનમાં મોકલી આપ્યા હતા. અને બીજી પારીમાં Isle of man ટીમે આપેલા 11 રનના ટાર્ગેટને 2 બોલમાં ચેઝ કરી લીધો હતો. હાલમાં આ મેચનો સ્કોર કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ટી-20માં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ 72 દિવસમાં તૂટી ગયો