
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને ભારતમાં જશ્નનો માહોલ છે. આખો દેશ રામમય થયો છે. ભારતીય અભિનેતાઓથી લઈને ક્રિકેટર સુધી દરેક વ્યક્તિએ રામ મંદિર અંગે ખુશી વ્યક્ત કરી છે. રામ મંદિરની ગૂંજ માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં છે. એક વિદેશી રામ ભક્ત ક્રિકેટરે આ અવસર પર પોતાની ખુશી વ્યક્ત કરી છે.
સાઉથ આફ્રીકાના સ્પિનર કેશવ મહારાજ રામ ભક્ત અને હનુમાન ભક્ત છે. તેમણે ઈન્સ્ટાગ્રામ બાયોમાં પણ આ વાત લખી હતી. હાલમાં તે ભારત અને સાઉથ આફ્રીકાની એક મેચમાં બેટિંગ કરવા આવ્યા ત્યારે રામ સિયા રામ સોન્ગ વાગ્યુ હતુ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
Keshav Maharaj wishes everyone ahead of the Pran Pratishtha of Lord Rama in Ram Temple. pic.twitter.com/zU00hr7DgJ
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 21, 2024
કેશવ મહારાજે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો શેયર કર્યો છે જેમાં તેમણે સાઉથ આફ્રીકામાં હાજર ભારતીય સમુદાયને રામ મંદિર માટે શુભેચ્છા પાઠવી છે. આ અવસર પર તમામ જગ્યાએ શાંતિ, સદ્ભાવના અને અધ્યાત્મિક જાગરુકતા બની રહે તેવી તેમણે પ્રાર્થના કરી હતી. તેણે આ વીડિયોને અંત જય શ્રી રામ બોલીને કર્યો હતો.
રમત જગતના સચિન તેંડુલકર ઉપરાંત વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ, લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કર સાથે મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, સૌરવ ગાંગુલી, અનિલ કુંબલે, વીરેન્દ્ર સેહવાગ અને ભારતીય ક્રિકેટ કોચ રાહુલ દ્રવિડ પણ આમાં સામેલ છે. યાદી. વર્તમાન ભારતીય ક્રિકેટ ટીમના રવીન્દ્ર જાડેજા અને રોહિત શર્માને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
ક્રિકેટ ખેલાડીઓ ઉપરાંત વેઈટલિફ્ટર કર્ણમ મલ્લેશ્વરી, ફૂટબોલર કલ્યાણ ચૌબે, દોડવીર કવિતા રાઉત અને પેરાલિમ્પિક જેવલિન થ્રોઅર દેવેન્દ્ર ઝાઝરિયાને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. મહિલા ક્રિકેટની કેપ્ટન મિતાલી રાજ, બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ અને પીવી સિંધુ અને તેમના ટ્રેનર પુલેલા ગોપીચંદને પણ આમંત્રણ મળ્યું છે. જો કે, તેમાંથી કોણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે તે હજુ સ્પષ્ટ નથી.
આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે હરાવવા ઈંગ્લેન્ડની રણનીતિ તૈયાર, ભારતની તાકાતને જ બનાવશે જીતનો હથિયાર
Published On - 6:11 pm, Sun, 21 January 24