Live મેચમાં બાળકને બચાવવા કેપ્ટને જાતને ખતરામાં નાંખી દીધી ! જરાક ભૂલે દિલ્હીની ચિંતા વધારી હોત-Video

West Indies Vs South Africa T20 Series હાલમાં રમાઈ રહી છે. દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોવમેન પોવેલે ફિલ્ડીંગ દરમિયાન જે કર્યુ એનાથી તેણે જરુર ચાહકોના દિલ જીતી લીધા છે. જેનો Video હવે ખૂબ વાયરલ થયો છે.

Live મેચમાં બાળકને બચાવવા કેપ્ટને જાતને ખતરામાં નાંખી દીધી ! જરાક ભૂલે દિલ્હીની ચિંતા વધારી હોત-Video
Rovman Powell બાળકો માટે જીવ જોખમમાં મૂક્યો
| Edited By: | Updated on: Mar 27, 2023 | 6:43 PM

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. જ્યાં 2 મેચની ટેસ્ટ સિરીઝ રમ્યા બાદ 3 મેચોની વનડે સિરીઝ રમાઈ હતી. હાલમાં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 સિરીઝ રમાઈ રહી છે. આ દરમિયાન બીજી મેચ સેન્ચ્યુરિયનમાં રમાઈ હતી. જ્યા દક્ષિણ આફ્રિકાએ રવિવારે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. જ્હોન્સન ચાર્લ્સની તોફાની બેટિંગ વડે નોંધાયેલી સદીથી મોટુ લક્ષ્ય વેસ્ટ ઈન્ડિઝે ખડક્યુ હતુ. દક્ષિણ આફ્રિકાએ પણ ઓપનર ક્વીન્ટન ડિકોકની સદી વડે જીત નોંધાવી હતી. આ દરમિયાન કેપ્ટન રોવમેન પોવેલે ભલે પોતાની ટીમને જીત અપાવી નહોતી, પરંતુ ક્રિકેટ ચાહકોનુ જરુર દિલ જીતી લીધુ હતુ.

વિશ્વ વિક્રમ રચનારી આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોવમેન પોવેલે ફિલ્ડીંગ દરમિયાન એખ શાનદાર કામ કર્યુ હતુ. તેણે એક બાળકને બચાવતા જઈ તે સિધો જ એડવર્ટાઈઝ પેનલની ઉપર પડ્યો હતો. આખીય ઘટનામાં જોનારાઓના શ્વાસ ઘડીક ભર અદ્ધર થઈ ગયા હતા. જેનો વિડીયો હવે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જીવનના જોખમે બચાવ્યા બાળકો

દક્ષિણ આફ્રિકાના ઓપનરોએ ધમાકેદાર શરુઆત વડે વેસ્ટ ઈન્ડિઝે મોટો સ્કોર ખડક્યા બાદ પણ મુશ્કેલ સ્થિતીનો અહેસાસ કરવો પડ્યો હતો. આવી સ્થિતી બાદ પણ અંતમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના બેટરે ફટરકારેલા બાઉન્ડરી માટેના શોટને રોકવા કેરેબિયન સુકાની રોવમેન પોવેલે પ્રયાસ કર્યો હતો.

પોવેલ બાઉન્ડરી તરફ બોલને રોકવા માટે દોડ્યો હતો, પરંતુ બાઉન્ડરી પર એક બાળક રોપની પાસે જ હતુ અને બીજો એક કિશોર વયનો ખુરશીમાં બેઠો હતો. બાઉન્ડરી રોપ પાસે રહેલ બાળક માંડ ચાર પાંચ વર્ષનુ હશે અને તેને બચાવવા માટે પોવેલે બોલને હાથ અડાડી સંતુલન વધારે ગુમાવીને બાળકના જીવને જોખમમાં મુકવાને બદલે ખુદનો જ જીવ જોખમમાં મુકી દીધો હતો. તેણે બાળકની બાજુમાંથી જ સીધો બાઉન્ડરી બહાર લાગેલ એડવર્ટાઈઝ પેનલ પર જઈને પડ્યો હતો. જે ત્યાં લટકી રહ્યો હોય એવી સ્થિતીમાં હતો.

 

 

દિલ્હી કેપિટલ્સની વધી હોત ચિંતા

તેણે જે રીતે બાળકોને બચાવી લઈ પોતાને જોખમમાં મુક્યો હતો, તેને લઈ તેની ખૂબ સરાહના થઈ છે. તેણે બાળકને ઈજાથી બચાવી લીધુ હતુ. જેને લઈ સોશિયલ મીડિયા પર વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પોવેલ પણ જોકે હેમખેમ રહેતા સૌથી વધારે રાહત દિલ્હી કેપિટલ્સને સર્જાઈ હશે. પોવેલ IPL 2023 માટે દિલ્હીની ટીમનો હિસ્સો છે. તેને 2.80 કરોડના ખર્ચે ટીમે પોતાનો હિસ્સો બનાવ્યો હતો.

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

 

 

 

Published On - 6:30 pm, Mon, 27 March 23