SA vs WI: દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ સામે રેકોર્ડ વિજય નોંધાવ્યો, T20 મેચમાં 35 છગ્ગા ફટકાર્યા

દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 સિરીઝ રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાએ વિશાળ લક્ષ્યને 7 બોલ પહેલા જ પાર કરી લઈને રેકોર્ડ જીત મેળવી છે. Quinton de Kock એ તોફાની રમત વડે સદી પુરી કરી હતી.

SA vs WI: દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ સામે રેકોર્ડ વિજય નોંધાવ્યો, T20 મેચમાં 35 છગ્ગા ફટકાર્યા
Quinton de Kock એ સદી નોંધાવી
| Edited By: | Updated on: Mar 26, 2023 | 10:07 PM

દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રવિવારે રમાયેલી મેચ જબરદસ્ત રહી હતી. બંને ટીમનો ખેલાડીઓએ તોફાની સદી નોંધાવી છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 258 રનનો સ્કોર 5 વિકેટના નુક્શાને નોંધાવ્યો હતો. કેરેબિયન ટીમે જ્હોન્સન ચાર્લ્સની તોફાની સદી વડે આ વિશાળ લક્ષ્ય રાખ્યુ હતુ. જવાબમાં ક્વીન્ટન ડિકોકે તોફાની સદી નોંધાવતા વેસ્ટ ઈન્ડિઝ સામે જીતનો પાયો રચાઈ ગયો હતો. દક્ષિણ આફ્રિકાએ 6 વિકેટથી બીજી T20 મેચમાં જીત મેળવી છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ વિશાળ લક્ષ્ય પાર કરવાનો વિક્રમી વિજય નોંધાવ્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝે આપેલા લક્ષ્યને દક્ષિણ આફ્રિકાએ 19મી ઓવરમાં જ પાર કરી લીધુ હતુ. આમ 7 બોલ બાકી રહેતા જ વેસ્ટ ઈન્ડિઝ સામે જીત મેળવી લીધી હતી. ક્વીન્ટન ડીકોકે તોફાની સદી નોંધાવી હતી. આ પહેલા તેણે 50 રનનો આંકડો માત્ર 15 બોલમાં જ પાર કરી લીધો હતો.

 

Quinton de Kock ની સદીએ જીતનો પાયો રચ્યો

દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. આમ વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા વિશાળ લક્ષ્ય ખડક્યુ હતુ. જોકે દક્ષિણ આફ્રિકાના ઓપનરોએ ગજબ આત્મવિશ્વાસ દર્શાવતી ધમાકેદાર શરુઆત કરી હતી. ઓપનીંગ જોડીમાં આવેલા ક્વીન્ટ ડીકોક અને રિઝા હેન્ડ્રિક્સે 152 રનની ભાગીદારી રમત 65 બોલમાં પ્રથમ વિકેટ માટે રમી હતી. આમ દક્ષિણ આફ્રિકા માટે આ પાર્ટનરશિપે જીત નિશ્વિત બનાવી લીધી હતી.

ડીકોકે 44 બોલમાં 100 રન નોંધાવ્યા હતા તેણે 8 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે રિઝાએ 28 બોલમાં 68 રન 2 છગ્ગા અને 11 ચોગ્ગા વડે નોંધાવ્યા હતા. રાઈલી રુસોએ 4 બોલમાં 16 ર નોંધાવ્યા હતા. કેપ્ટન એઈડન માર્કરમે 21 બોલમાં 38 રન ફટકાર્યા હતા. તેણે 1 છગ્ગો અને 4 ચોગ્ગા નોંધાવ્યા હતા. જે અંત સુધી અણનમ રહ્યો હતો. હેન્રિક ક્લાસેને 16 રન 3 ચોગ્ગાની મદદ વડે નોંધાવ્યા હતા. આમ 18.5 ઓવરમાં જ દક્ષિણ આફ્રિકાએ લક્ષ્ય પાર કરી લઈને વિક્રમી જીત મેળવી હતી.

35 છગ્ગા અને 46 ચોગ્ગા

એક જ મેચમાં છગ્ગા-ચોગ્ગાનો વરસાદ થયો હતો. બંને ટીમોના ખેલાડીઓએ ખૂબ છગ્ગા જમાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી સૌથી વધારે 17 છગ્ગા નોંધાયા હતા. જેમાં જ્હોન્સ ચાલ્સે 11 જ્યારે ડીકોકે 8 છગ્ગા નોંધાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કુલ 17 અને દક્ષિણ આફ્રિકા તરફથી 13 છગ્ગા નોંધાયા હતા. જ્યારે સૌથી વધારે ચોગ્ગા દક્ષિણ આફ્રિકા તરફથી નોંધાયા હતા. રિઝાએ સૌથી વધારે 11 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે જ્હોન્સને 10 ચોગ્ગા ફટકાર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી 22 ચોગ્ગા નોંધાયા હતા.

Published On - 9:57 pm, Sun, 26 March 23