AUS vs SA: દક્ષિણ આફ્રિકાને ઈતિહાસ રચવા માટે 157 રનનુ લક્ષ્ય, બેથ મૂનીની તોફાની અડધી સદી

South Africa Vs Australia, Womens T20 World Cup Final Match: ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઈનલ મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી.

AUS vs SA: દક્ષિણ આફ્રિકાને ઈતિહાસ રચવા માટે 157 રનનુ લક્ષ્ય, બેથ મૂનીની તોફાની અડધી સદી
SA vs AUS Womens T20 World Cup 2023 Final Match Full Scorecard
| Edited By: | Updated on: Feb 26, 2023 | 8:56 PM

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઈનલ મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાને ફાઈનલમાં આફ્રિકન બોલરોએ નિંયત્રણમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા નિર્ધારીત ઓવરમાં 6 વિકેટના નુક્શાન પર 156 રનનો સ્કોર ખડક્યો હતો. બેથ મૂનીએ અડધી સદી નોંધાવી હતી. દક્ષિણ આફ્રિકાની સિનિયર ટીમ પ્રથમ વાર વિશ્વકપ ફાઈનલ મેચ રમી રહ્યુ છે અને ટીમમાં ગજબનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની બેથ મૂનીએ અર્ધશતકીય ઈનીંગ રમી હતી.

મેરિજન કેપે ઓસ્ટ્રેલિયાના 2 શિકાર ઝડપ્યા હતા. ઓસ્ટ્રેલવાની રમત મધ્યની ઓવરોમાં ધીમી કરવાનો પ્રયાસ યજમાન ટીમે કર્યો હતોય. આયાબોંગા ખાકાએ જોકે નિયંત્રીત બોલીંગ કરી હતી. જેને ઓસ્ટ્રેલિયાને એક નિયંત્રિત સ્કોર પર રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે મૂની સિવાય કોઈ કાંગારુ બેટર મોટી ઈનીંગ રમવા માટે સફળ થઈ શક્યુ નહોતુ.

 

 

બેથ મૂનીએ અડધી સદી નોંધાવી

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ઓપનરોએ 36 રનની પાર્ટનરશિપ કરી હતી. એલિશા હિલીએના રુપમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વિકેટ ગુમાવી હતી. તેણે 20 બોલનો સામનો કરીને 18 રન નોંધાવ્યા હતા. ઓપનર બેથ મૂનીએ શરુઆતથી અંત સુધી ક્રિઝ પર રહીને ટીમને માટે લડાયક સ્કોર ખડકવા માટે પ્રયાસ કર્યો હતો. મૂનીએ 53 બોલમાં 74 રનનુ અણનમ રહીને યોગદાન આપ્યુ હતુ. તેણે 1 છગ્ગો અને 9 ચોગ્ગા આ દરમિયાન ફટકાર્યા હતા.

એશ્લે ગાર્ડનરે 21 બોલનો સામનો કરીને 29 રન નોંધાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા જમાવ્યા હતા. ગાર્ડનર બીજી વિકેટના રુપમાં 12મી ઓવરમાં ટીમના 82 રનના સ્કોર પર વિકેટ ગુમાવી હતી. ગ્રાસ હેરિસે 9 બોલનો સામનો કરીને 10 રન નોંધાવ્યા હતા. જ્યારે મેગ લેનિંગે 11 બોલનો સામનો કરીને 10 રન નોંધાવ્યા હતા.એલિસ પેરીએ 7 રન નોંધાવ્યા હતા. જ્યાર્જીયા વારહેમે શૂન્ય રન નોંધાવીને વિકેટ ગુમાવી હતી. તાહિલા મેકગ્રા 1 રન સાથે અણનમ રહી હતી.

ઈસ્માઈલ અને મેરિજાન કેપ્પનુ શાનદાર પ્રદર્શન

દક્ષિણ આફ્રિકા માટે મેરિજાન કેપ્પ અને શબનિમ ઈસ્માઈલે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. બંને રન રોકવા માટે પ્રયાસ કર્યો હતો. બંનેની બોલિંગ નિયંત્રણ ધરાવતી હતી. ઈસ્માઈલે 4 ઓવરમાં 26 રન ગુમાવીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે મેરિજાન 4 ઓવરના સ્પેલમાં 35 રન ગુમાવીને 2 વિકેટ ઝડપી હતી. ટ્રિયોને અને મલ્બાએ એક એક વિકેટ ઝડપી હતી.

Published On - 8:11 pm, Sun, 26 February 23

Follow Us