દક્ષિણ આફ્રિકાએ ODI ટીમનુ એલાન કરતા ગુજરાત ટાઈટન્સની વધી ચિંતા, IPL ની શરુઆત સાથે વનડે મેચ રમાશે

દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ્સ વચ્ચે 31 માર્ચથી ODI Series ની મેચ રમાનારી છે. આજ દિવસે ભારતમાં IPL 2023 ની શરુઆત થનારી છે. લીગની પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાનારી છે.

દક્ષિણ આફ્રિકાએ ODI ટીમનુ એલાન કરતા ગુજરાત ટાઈટન્સની વધી ચિંતા, IPL ની શરુઆત સાથે વનડે મેચ રમાશે
Hardik Pandya ને વધી ચિંતા
| Edited By: | Updated on: Mar 27, 2023 | 10:34 PM

દક્ષિણ આફ્રિકાએ તેની આગામી વનડે સિરીઝને લઈ સ્ક્વોડનુ એલાન કરી દીધુ છે. આ સાથે જ IPL 2023 ને લઈ કેટલીક ટીમોને ચિંતાઓ સર્જાઈ છે. દક્ષિણ આફ્રિકાની ટીમમાં એવા ખેલાડીઓને પણ પોતાની વનડે સ્ક્વોડમાં સ્થાન આપ્યુ છે, જે ખેલાડીઓ IPL 2023 નો હિસ્સો છે. દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે વનડે સિરીઝની મેચ રમાનારી છે. જેમાં દિગ્ગજ ખેલાડીઓ હિસ્સો લેશે અને વનડે વિશ્વકપને લઈ તૈયારીઓ કરશે. પરંતુ બીજી તરફ IPL ટીમોની ચિંતામાં વધારો થયો છે. હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ગુજરાત ટાઈટન્સ ટીમને ચિંતા થઈ છે.

શુક્રવારે ઈન્ડિયન પ્રીમિયર લીગની શરુઆત થવા જઈ રહી છે અને એ સાથે જ દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે વનડે સિરીઝ શરુ થશે. આમ IPL ની શરુઆતની મેચોમાં દક્ષિણ આફ્રિકાના કેટલાક સ્ટાર ખેલાડીઓ ઉપલબ્ધ નહીં રહે. આમ તો જોકે આ સિરીઝ વહેલા રમાનારી હતી. પરંતુ સિરીઝની એક જ મેચ રમાઈ હતી અને અધૂરી રહી ગઈ હતી. સિરીઝની બાકી બંને મેચો હવે 31 માર્ચ અને 2 એપ્રિલે રમાનારી છે.

આ પણ વાંચોઃ WPL 2023: આ 3 ભારતીય મહિલા ખેલાડીઓની રમત જ નહીં તેમની ખૂબસૂરતી પર દિવાના રહ્યા ફેન!

 

હાર્દિક અને શિખરની વધી ચિંતા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે ગુજરા ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે સિઝનની ઓપનીંગ મેચ રમાનારી છે. ગુજરાત ટીમમાં દક્ષિણ આફ્રિકાના સ્ટાર ક્રિકેટર ડેવિડ મિલરનો સમાવેશ થયેલો છે. આ મેચમાં જેણે ગત સિઝનમાં ગુજરાતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ સિવાય શિખર ધવનની આગેવાની ધરાવતી પંજાબ કિંગ્સને કાગિસો રબાડાની ખોટ ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચમાં સાલશે.

લખનૌ સુપર જાયન્ટ્સની ટીમમાં ક્વિન્ટન ડિકોક સામેલ છે. લખનૌ ટીમની મેચ ટૂર્નામેનમાં ત્રીજી મેચના રુપમાં રમનારી છે. જે મેચ દિલ્હી કેપિટલ્સ સામે રમાશે. દિલ્હીની ટીમને પણ એનરિક નોર્ખિયા અને લુંગ એનગિડીની ખોટ વર્તાશે.

 

 

ક્યારે જોડાશે IPL ટીમ સાથે?

દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ IPL ટીમો સાથે ક્યારથી જોડાશે એ સવાલ થવા લાગ્યો છે. જોકે 2 એપ્રિલે અંતિમ વનડે મેચ પૂર્ણ કરીને ખેલાડીઓ તુરતજ ભારત માટે રવાના થનારા છે. આમ 3 એપ્રિલે ખેલાડીઓ ભારત પહોંચી શકે છે. આમ તુરત જ ટીમ સાથે જોડાઈ જશે.

 

આ પણ વાંચોઃ WPL 2023: આ 3 ભારતીય મહિલા ખેલાડીઓની રમત જ નહીં તેમની ખૂબસૂરતી પર દિવાના રહ્યા ફેન!

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

 

Published On - 10:01 pm, Mon, 27 March 23