દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની શ્રેણી માટે ટીમની કરી જાહેરાત, જાણો કોણ-કોણ છે સામેલ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 10મી ડિસેમ્બરથી T-20 સિરીઝ શરૂ થઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલી અને રોહિત શર્માને T-20 અને ODI માટે આરામ આપ્યો છે, જ્યારે તમામ સિનિયર ટેસ્ટમાં વાપસી કરશે. તો બીજી તરફ આફ્રિકાએ પણ આ સીરિઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે, જેમાં કેટલાક ખેલાડીઓના સમાવેશે બધાને ચોંકાવી દીધા હતા.

દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની શ્રેણી માટે ટીમની કરી જાહેરાત, જાણો કોણ-કોણ છે સામેલ
South Africa
| Updated on: Dec 04, 2023 | 2:03 PM

દક્ષિણ આફ્રિકાએ ભારત સામે 10 ડિસેમ્બરથી શરૂ થનારી શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર T-20, ટેસ્ટ અને ODI શ્રેણી રમવાની છે, જેની શરૂઆત 10 ડિસેમ્બરથી T-20 શ્રેણીથી થવાની છે. સોમવારે દક્ષિણ આફ્રિકાએ ત્રણેય ફોર્મેટ માટે ટીમની જાહેરાત કરી અને તેમાં ઘણા આશ્ચર્યજનક નામ સામેલ કર્યા.

ટેમ્બા બાવુમા ટેસ્ટમાં કેપ્ટનશીપ કરશે

ભારતની જેમ દક્ષિણ આફ્રિકાએ પણ સફેદ બોલના ફોર્મેટમાં તેના કેટલાક ખેલાડીઓને આરામ આપ્યો છે. વર્લ્ડકપમાં ટીમનું સુકાન સંભાળનાર ટેમ્બા બાવુમા ભારત સામેની વનડે શ્રેણીમાં નહીં રમે, જ્યારે કાગીસો રબાડાને પણ આરામ આપવામાં આવ્યો છે.

એઈડન માર્કરામ ODI અને T20 ટીમનો કેપ્ટન

IPL માં સનરાઈઝર્સ હૈદરબાદની કપ્તાની કરતા એઈડન માર્કરામ ભારત સામે ODI અને T20 ટીમની કમાન સંભાળશે. આ સિવાય હેનરીક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર જેવા સ્ટાર ખેલાડીઓ પણ ટીમમાં સામેલ છે. આ ખેલાડીઓને ભારતના ખેલાડીઓ સાથે IPL માં રમવાનો બહોળો અનુભવ છે, એવામાં આફ્રિકાનો ટુર ભારત માટે ટક્કરનો સાબિત થશે.

દક્ષિણ આફ્રિકાની T-20 ટીમ:

એઈડન માર્કરામ (કેપ્ટન), બાર્ટમેન, મેથ્યુ બ્રેટકેજે, નાન્દ્રે બર્જર, ગેરાલ્ડ કોએત્ઝી (પહેલી અને બીજી મેચ), ડોનોવન ફેરેરિયા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સન (પહેલી અને બીજી મેચ), હેનરીક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, લુંગી એનગિડી (પહેલી અને બીજી મેચ), એન્ડીલે ફેહલુકવાયો, તબરેઝ શમ્સી, ટ્રીસ્ટન સ્ટબ્સ, લિઝાર્ડ વિલિયમ્સ

દક્ષિણ આફ્રિકાની ODI ટીમ:

એઈડન માર્કરામ (કેપ્ટન), બાર્ટમેન, નાન્દ્રે બર્જર, ટોની ડી જોર્ગી, રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, મિહાલી પોંગવાના, ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, એન્ડીલે ફેહલુકવાયો, તબરેઝ શમ્સી, રાસલી, રાસેલે વેરેયન, લિઝાદ વિલિયમ્સ.

દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ ટીમઃ

ટેમ્બા બાવુમા (કેપ્ટન), ડેવિડ બેડિંગહામ, નાન્દ્રે બર્જર, ગેરાલ્ડ કોએત્ઝી, ટોની ડીજોર્ગી, ડીન એલ્ગર, માર્કો જેન્સન, કેશવ મહારાજ, એઈડન માર્કરામ, વિઆન મુલ્ડર, લુંગી એનગીડી, કીગન પીટરસન, કાગીસો રબાડા, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાયલ વર્નોન.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં વોર્નરને લઈ હોબાળો, પસંદગી-નિવૃત્તિ પર ઉભા થયા સવાલ, બે પૂર્વ સાથી ખેલાડીઓ સામ-સામે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો