સૌરવ ગાંગુલી-જય શાહ BCCIના બોસ રહેશે, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો નિર્ણય

બીસીસીઆઈ ( BCCI)એ 2019માં સુપ્રીમ કોર્ટમાં તેના બંધારણમાં કેટલાક સુધારા માટે અપીલ કરી હતી, જેમાં કુલિંગ ઓફ પીરિયડના નિયમમાં ફેરફારનો સમાવેશ થાય છે, જેનું પરિણામ અંદાજે ત્રણ વર્ષ પછી આવ્યું છે.

સૌરવ ગાંગુલી-જય શાહ BCCIના બોસ રહેશે, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો નિર્ણય
સૌરવ ગાંગુલી અને જય શાહ BCCIના બોસ રહેશે
Image Credit source: PTI
| Edited By: | Updated on: Sep 14, 2022 | 5:13 PM

BCCI : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. આ બંને માટે આગામી ત્રણ વર્ષ માટે પણ ભારતીય ક્રિકેટ બોર્ડ (Indian Cricket Board)ના બોસ તરીકે રહેવાનો રસ્તો સાફ થઈ ગયો છે. BCCIના બંધારણમાં ફેરફારને લઈને અંદાજે ત્રણ વર્ષ પહેલા દાખલ કરવામાં આવેલી અપીલ પર આખરે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો છે. સુપ્રીમ કોર્ટે BCCIને તેના બંધારણમાં સુધારો કરવાની મંજૂરી આપી છે, બોર્ડના અધિકારીઓના કાર્યકાળ અને કુલિંગ-ઓફ પિરિયડ (cooling off period) અંગેના જૂના નિયમોમાં છૂટછાટ આપી છે.

 

BCCIના નિયમોમાં ફેરફાર કરવાના મામલાની સુનાવણી

સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈ (BCCI)ને બંધારણમાં સુધારો કરવાની મંજૂરી આપતાં કહ્યું હતું કે, અમારું માનવું છે કે આ સુધારાથી મૂળ ઉદ્દેશ્યને નુકસાન નહીં થાય. અમે પ્રસ્તાવિક સુધારો સ્વીકારીએ છીએ. કોર્ટે કહ્યું, બીસીસીઆઈ દ્વારા પ્રસ્તાવિત સુધારો અમારા મૂળ નિર્ણયની ભાવનાથી અલગ નથી અને તેને સ્વીકારવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટ બોર્ડ પ્રમુખ, સચિવ અને અન્ય પદાધિકારીઓ માટે cooling off period સાથે સંબંધિત BCCIના નિયમોમાં ફેરફાર કરવાના મામલાની સુનાવણી કરી રહી હતી.

 

સુપ્રીમ કોર્ટે બુધવારે 14 સપ્ટેમ્બરે આ મામલે અંતિમ ચુકાદો આપ્યો

અંદાજે ત્રણ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં અટવાયેલા આ મામલા પર, સુપ્રીમ કોર્ટે બુધવારે 14 સપ્ટેમ્બરે આ મામલે અંતિમ ચુકાદો આપ્યો હતો. કોર્ટે બીસીસીઆઈની અપીલ સ્વીકારી લીધી અને કાર્યકાળ અંગે બોર્ડ દ્વારા પ્રસ્તાવિત સુધારાઓ પર તેની મહોર લગાવી દીધી. આ કારણે ગાંગુલી અને શાહને તેમના સંબંધિત પદ પર તાત્કાલિક અસરથી વધુ ત્રણ વર્ષ માટે ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Published On - 5:09 pm, Wed, 14 September 22