સૌરવ ગાંગુલીને હેડકોચ બનાવવાની જાહેરાત, અચાનક મળી આ ટીમની જવાબદારી

ભારતીય ક્રિકેટ દિગ્ગજ અને ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને મોટી જવાબદારી મળી છે. એક ટીમે તેમને પોતાનો નવો મુખ્ય કોચ બનાવવાની જાહેરાત કરી છે. તેઓ પહેલીવાર આ ભૂમિકામાં જોવા મળશે.

સૌરવ ગાંગુલીને હેડકોચ બનાવવાની જાહેરાત, અચાનક મળી આ ટીમની જવાબદારી
| Updated on: Aug 24, 2025 | 5:42 PM

ભારતીય ક્રિકેટ દિગ્ગજ અને ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોતાની નવી ઇનિંગ શરૂ કરી છે. તેઓ ટૂંક સમયમાં કોઈ મોટી ક્રિકેટ લીગમાં મુખ્ય કોચ તરીકે કામ કરતા જોવા મળશે. આ પહેલી વાર હશે જ્યારે તેઓ મુખ્ય કોચ તરીકે કોઈ ટીમમાં જોડાશે. તાજેતરમાં તેમણે ટીમ ઈન્ડિયાના કોચ બનવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે હું ભારતીય ટીમનો કોચ બનવા માટે તૈયાર છું. આવી સ્થિતિમાં, તેમના નિર્ણયને એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

સૌરવ ગાંગુલીને આ ટીમના મુખ્ય કોચ બન્યા

સાઉથ આફ્રિકાની T20 લીગ SA20 ની આગામી સીઝન માટે પ્રિટોરિયા કેપિટલ્સના મુખ્ય કોચ તરીકે સૌરવ ગાંગુલીની નિમણૂક કરવામાં આવી છે. આ ગાંગુલીને કોઈ વ્યાવસાયિક ક્રિકેટ ટીમ સાથે પૂર્ણ-સમય કોચિંગનો પહેલો અનુભવ હશે. પ્રિટોરિયા કેપિટલ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ગાંગુલીની નિમણૂકની સત્તાવાર જાહેરાત કરી.

ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર ‘પ્રિન્સ ઓફ કોલકાતા’ માટે આને એક નવી શરૂઆત ગણાવી અને કહ્યું, ‘અમે સૌરવ ગાંગુલીને અમારા નવા હેડ કોચ તરીકે જાહેર કરતા ખૂબ જ ખુશ છીએ.’

ગાંગુલીની નિમણૂક ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન જોનાથન ટ્રોટના કોચ પદ પરથી રાજીનામું આપ્યાના એક દિવસ પછી આવી છે, જેમણે ગયા સિઝનમાં ટીમનો કાર્યભાર સંભાળ્યો હતો. હવે સૌરવ ગાંગુલી આ જવાબદારી સંભાળતા જોવા મળશે. ક્રિકેટમાં સૌરવ ગાંગુલીના યોગદાનને કોઈ પરિચયની જરૂર નથી. ભારતીય ક્રિકેટને મજબૂત બનાવવામાં તેમની કેપ્ટનશીપ ઐતિહાસિક રહી છે. તેમણે BCCI પ્રમુખ તરીકે પણ યોગદાન આપ્યું હતું. તાજેતરમાં, તેઓ IPL અને WPLમાં દિલ્હી કેપિટલ્સ સાથે ક્રિકેટ ડિરેક્ટર તરીકે સંકળાયેલા હતા.

ટીમ ગયા સિઝનમાં ખરાબ સ્થિતિમાં હતી

SA20 ની આગામી સિઝન 26 ડિસેમ્બર 2025 થી 25 જાન્યુઆરી 2026 સુધી ચાલશે. ગાંગુલી સામે પડકાર પ્રિટોરિયા કેપિટલ્સને ગયા સિઝનની નિરાશામાંથી પાછા લાવવાનો અને તેમને ટાઇટલ રેસમાં પાછા લાવવાનો રહેશે. ફ્રેન્ચાઇઝી પહેલી સિઝનમાં ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ 2025માં તેમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

 

Published On - 5:42 pm, Sun, 24 August 25