IND vs WI: ભારતીય ટીમ પર કોરોનાનો હુમલો, શિખર ધવન, ગાયકવાડ સહિતના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ ઝપેટમાં

આગામી રવિવાર થી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ (India Vs West Indies) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન ડે સિરીઝનો પ્રારંભ થનારો છે.

IND vs WI: ભારતીય ટીમ પર કોરોનાનો હુમલો, શિખર ધવન, ગાયકવાડ સહિતના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ ઝપેટમાં
ટીમ ઇન્ડિયાના 8 ખેલાડીઓ કોરોના સંક્રમિત હોવાના સમાચાર
| Edited By: | Updated on: Feb 02, 2022 | 11:49 PM

અમદાવાદ (Ahmedabad) માં આગામી રવિવાર થી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ (India Vs West Indies) વચ્ચે વન ડે સિરીઝની શરુઆત થનારી છે. આ પહેલા જ ભારતીય ટીમ (Indian Cricket Team) થી નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઇન્ડિયા પર કોરોના એટેક થયો છે.  ભારતીય ટીમ ના ખેલાડીઓ કોરોના સંક્રમિત હોવાનુ જણાઇ આવ્યુ છે. ભારતીય ટીમના ઓપનર શિખર ધવન, શ્રેયસ અય્યર અને ઋતુરાજ ગાયકવાડ Covid19 પોઝિટીવ જણાઇ આવ્યા છે. ટીમના 8 ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

અન્ય પાંચ ખેલાડીઓ કોણ છે તે હજુ સુધી બહાર જાણકારી આવી નથી. જો કે, BCCI ની મેડિકલ ટીમ આ મામલાની તપાસ કરી રહી છે અને જો સમાચારનું માનીએ તો આ ખેલાડીઓ કદાચ હવે ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. ટૂંક સમયમાં જ બીસીસીઆઈ નવા ખેલાડીઓના નામની જાહેરાત કરી શકે છે.

સમાચાર અનુસાર, ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ પ્રથમ RT-PCR ટેસ્ટમાં નેગેટિવ જોવા મળ્યા હતા પરંતુ બુધવારે થયેલા ટેસ્ટમાં શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ અને શ્રેયસ અય્યર કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

BCCIના ખજાનચી અરુણ ધૂમલે ભારતીય ટીમમાં કોરોનાના કેસની પુષ્ટિ કરી છે. અરુણ કુમાર ધૂમલે જણાવ્યું કે કેટલાક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યો કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, બીસીસીઆઈ આ બાબત પર નજર રાખી રહ્યું છે.

એવા પણ અહેવાલ છે કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની શ્રેણીના શિડ્યુલમાં પણ ફેરફાર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી ODI સિરીઝ શરૂ થશે. વનડે શ્રેણી અમદાવાદમાં રમાશે. તે જ સમયે, ટી20 શ્રેણી 16 ફેબ્રુઆરીથી કોલકાતામાં રમાશે.

 

આ પણ વાંચોઃ IPL 2022: વધતી ઉંમરે પણ એ જ દમ ! મેગા ઓક્શનમાં સામેલ આ 5 ખેલાડીઓને ‘ઘરડાં’ ના સમજતા!

Published On - 9:19 pm, Wed, 2 February 22