IPL 2023 Breaking News: શ્રેયસ અય્યર IPL અને WTC FINALમાંથી બહાર, બેંગ્લોરમાંથી રજત પાટીદાર ઈજાને કારણે બહાર

Players ruled out of IPL 2023: શ્રેયસ અય્યર ભારતીય ટીમ માટે વનડે વર્લ્ડ કપ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે આઈપીએલ 2023માં રમી શકશે નહીં. તે પીઠની ઈજાને કારણે વર્લ્ડ કપ અને આઈપીએલમાંથી બહાર થયો છે. તે સારવાર માટે વિદેશ જઈ શકે છે. જોકે તેણે આ અંગે કોઈ આધિકારીક જાહેરાત કરી નથી.

IPL 2023 Breaking News: શ્રેયસ અય્યર IPL અને WTC FINALમાંથી બહાર, બેંગ્લોરમાંથી રજત પાટીદાર ઈજાને કારણે બહાર
Shreyas Iyer ruled out
| Edited By: | Updated on: Apr 04, 2023 | 8:30 PM

ક્રિકેટ જેવી રમતમાં ધમાકેદાર બેટિંગ, દમદાર બોલિંગ, ઉત્સાહની સાથે ઈજાઓ પણ સાથે આવતી જ હોય છે. ભારતીય ટીમ માટે એક નિરાશાજનક સમાચાર આજે સામે આવ્યા છે. શ્રેયસ અય્યર ભારતીય ટીમ માટે વનડે વર્લ્ડ કપ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે આઈપીએલ 2023માં રમી શકશે નહીં. તે પીઠની ઈજાને કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં અને આઈપીએલમાંથી બહાર થયો છે. તે સારવાર માટે વિદેશ જઈ શકે છે. જોકે તેણે આ અંગે કોઈ આધિકારીક જાહેરાત કરી નથી.

આ સાથે જ ઈજાને કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાંથી રિષભ પંત, બુમરાહ અને શ્રેયસ અય્યર ભારતીય ટીમ તરફથી નહીં રમી શકે. બીજી તરફ બેંગ્લોરનો યુવા ખેલાડી રજત પાટીદાર પણ ઈજાના કારણે આઈપીએલ રમી શકે નહીં. જેને કારણે ઈજાને લીધી આઈપીએલમાંથી બહાર થનારા ખેલાડીઓની લિસ્ટમાં વધુ એક નામ જોડાયું છે.

આઈપીએલ 2023નું સંપૂર્ણ શેડયૂલ

 

IPL 2023માં કુલ 70 લીગ મેચો અને 4 પ્લેઓફ મેચો હશે, જો આપણે લીગ મેચોની વાત કરીએ તો કોઈ દિવસ બે મેચ અને કોઈ દિવસ એક મેચ રમાશે. 59 દિવસમાં  કુલ 18 ડબલ હેડર મેચ રમાશે. જેના માટે તમને જણાવી દઈએ કે IPLમાં કોઈપણ દિવસે બે મેચ હોય તો તે દિવસે પહેલી મેચ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે અને ત્યાર બાદ બીજી મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ તમામ મેચોની ટોસ મેચની બરાબર 30 મિનિટ પહેલા કરવામાં આવશે એટલે કે બપોરની મેચ માટે ટોસ બપોરે 3 વાગ્યે અને સાંજની મેચ માટે ટોસ સાંજે 7 વાગ્યે કરવામાં આવશે.

બે ગ્રુપમાં વિભાજીત થઈ છે બંને ટીમ

ગ્રુપ A : મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ

ગ્રુપ B : રોયલ ચેલેન્જર બેંગ્લોર, ગુજરાત ટાઈટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ

10 ટીમના  243 ખેલાડીઓ

 


આઇપીએલ 2023ની હરાજી બાદ ચેન્નાઇ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદમાં કુલ 25 ખેલાડીઓ છે. જ્યારે  કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે 22, મુંબઈ ઇન્ડિયન્સમાં 24, પંજાબ કિંગ્સમાં કુલ 22 ખેલાડીઓ છે.

તમામ મેચ 12 શહેરમાં રમાશે

ટૂર્નામેન્ટની 74 મેચ 12 અલગ-અલગ શહેરોમાં રમાશે. IPL ટીમોનાં 10 શહેરો ઉપરાંત ગુવાહાટી અને ધર્મશાલામાં પણ મેચો રમાશે. ગુવાહાટી રાજસ્થાન રોયલ્સ ટીમનું અને ધર્મશાલાનું સ્ટેડિયમ પંજાબનું હોમ ગ્રાઉન્ડ રહેશે. IPL ટીમનાં 10 શહેરો મુંબઈ, ચેન્નઈ, અમદાવાદ, જયપુર, બેંગલુરુ, લખનઉ, હૈદરાબાદ, દિલ્હી, મોહાલી અને કોલકાતા હશે.

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચા, IPL 2023, ફૂટબોલ, ટેનિસ ,ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…