કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ખરીદી ચમચમાતી મોંઘીદાટ કાર, SUVની કિંમત જાણીને હેરાન રહી જશો

આ કારની કિંમત પણ સ્વાભાવિક ખૂબ જ મોંઘી છે. શ્રેયસ અય્યર (Shreyas Iyer) ની કાર સાથેની તસ્વીર પણ સોશીયલ મીડિયામાં ખૂબ વાયરલ થવા લાગ્યો છે અને તેના ચાહકોને પણ તેની નવી કાર ખૂબ પસંદ આવી રહી છે.

કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ખરીદી ચમચમાતી મોંઘીદાટ કાર, SUVની કિંમત જાણીને હેરાન રહી જશો
Shreyas Iyer મર્સિડિઝ SUV કાર ખરીદી
| Edited By: | Updated on: Jun 03, 2022 | 11:49 AM

IPL 2022 પૂર્ણ થવા બાદ હવે ખેલાડીઓ પોતાની મસ્તીમાં જોવા મળી રહ્યા છે. કોઈ પોતાના દેશમા જઈને પરીવાર સાથે એન્જોય કરી રહ્યા છે. તો કોઈ નવી ટૂર્નામેન્ટ અને સિરીઝ માટે તૈયારીઓમાં લાગી ચુક્યુ છે. તો વળી કેટલાક ખેલાડીઓ બે માસના થાક બાદ મોજ મસ્તીમાં દીવસો પસાર કરી રહ્યા છે. આ દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) ના કેપ્ટન શ્રેયસ અય્યર (Shreyas Iyer) પોતાના માટે નવી કાર ખરીદીને ખુશીઓ મનાવી રહ્યો છે. તેણે ચમચમાતી કાર SUV કાર ખરીદી છે. જે મર્સિડિઝ ની AMG G63 ફોર્મમેટીક (Mercedes-Benz AMG G 63) છે. આ કારની કિંમત પણ સ્વાભાવિક ખૂબ જ મોંઘી છે. અય્યરની કાર સાથેની તસ્વીર પણ સોશીયલ મીડિયામાં ખૂબ વાયરલ થવા લાગ્યો છે અને તેના ચાહકોને પણ તેની નવી કાર ખૂબ પસંદ આવી રહી છે.

આઇપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ના કેપ્ટન શ્રેયસ અય્યર હાલમાં નવી કાર લઈને ફરતો જોવા મળી શકે છે. તેણે હાલમાં જ એક નવી કાર ખરીદી છે. તેની નવીકારની તસ્વીરો પણ હવે ખૂબ વાયરલ થવા લાગી છે. તસ્વીરમાં જોવા મળી રહેલી કાર ખૂબ જ સુંદર છે. તે મર્સિડિઝની એસયુવી કાર છે અને તે ગ્રે કલર જેવા રંગની છે. મર્સિડિઝની આ ફોર્મેટિક કાર ખૂબ જ કિંમતી છે. જે કાર અંદાજે 2.55 કરોડ રુપિયાની છે.

આવી છે કારની ખાસિયતો

કારની ખૂબીઓ પણ શાનદાર છે. મર્સિડિઝની આ કાર 4.0 લીટર વી8 બાઈટર્બો એન્જીંન ધરાવે છે. જે 585 હોર્સપાવરની તાકાત આપે છે. તો વળી કાર પણ ખૂબ જ વજનદાર છે. તેનુ વજન બેટન જેટલુ છે. તેમજ આ કારને શૂન્ય થી 100ની ઝડપ પકડવામાં માત્ર 4.5 સેકન્ડનો જ સમય લાગે છે. તો વળી પડકારજનક જનક રસ્તાઓ પર પણ આ કાર આસાનીથી ચલાવી શકાય છે. દેખાવે જ ખૂબ સુંદર જણાતી કાર તેની કિંમત મુજબ ખૂબ જ આરામદાયક અને ડ્રાઈવ કરવાની બાબતમાં ખૂબ જ મઝાની છે.

ટીમ ઈન્ડિયામાં સ્થાન

શ્રેયસ અય્યરને દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યુ છે. જોકે તેનુ પ્રદર્શન આઈપીએલ દરમિયાન ખૂબ જ સામાન્ય રહ્યુ હતુ. જોકે આમ છતાં પણ આ વિસ્ફોટક બેટ્સમેનને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન અપાયુ છે. ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ટી20 સિરીઝ આગામી 9 જૂનથી રમનાર છે.