સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના લગ્નજીવનમાં ભંગાણ, ક્રિકેટરના નજીકના સુત્રોએ કરી વાત, આ છે કારણ

|

Nov 10, 2022 | 11:39 PM

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના લગ્ન 2010માં થયા હતા અને લગ્નના 12 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા છે.

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના લગ્નજીવનમાં ભંગાણ, ક્રિકેટરના નજીકના સુત્રોએ કરી વાત, આ છે કારણ
Shoaib Malik and Sania Mirza બંને અલગ રહે છે

Follow us on

ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક વચ્ચે બધુ બરાબર નથી. એવા અહેવાલો છે કે બંનેના છૂટાછેડા થઈ ગયા છે. એક મીડિયા અહેવાલમાં ક્રિકેટરના નજીકના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે બંનેના છૂટાછેડા થઈ ગયા છે. આ બંને છેલ્લા કેટલાક સમયથી અલગ રહેતા હતા અને હવે સત્તાવાર રીતે છૂટાછેડા લઈ લીધા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, સાનિયાએ ઘણી વખત શોએબને તેની સાથે ધોખો કરતા પકડ્યો છે અને તેથી તેણે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન સાથે અલગ થવાનો નિર્ણય કર્યો.

મીડિયા અહેવાલમાં, મલિકની મેનેજમેન્ટ ટીમ સાથે સંબંધિત એક વ્યક્તિએ કહ્યું છે કે, “હા, તે બંને સત્તાવાર રીતે છૂટાછેડા લઈ ચૂક્યા છે. હું આનાથી વધુ કહી શકતો નથી પરંતુ ખાતરી કરી શકું છું કે આ બંને અલગ થઈ ગયા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

12 વર્ષના લગ્નજીવન તૂટી ગયા

શોએબ અને સાનિયાએ 2010માં લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર પણ છે. લગ્નના 12 વર્ષ પછી તેમના સંબંધો તૂટી ગયા. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે શોએબ એક ટીવી શો દરમિયાન સાનિયા સાથે છેતરપિંડી કરી રહ્યો હતો. સાનિયાએ તાજેતરમાં એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પણ મૂકી હતી જેનાથી લાગી રહ્યુ હતું કે આ બંને વચ્ચે બધું બરાબર નથી. સાનિયાએ આ પોસ્ટમાં લખ્યું છે કે, તૂટેલા દિલ ક્યાં જાય છે. અલ્લાહને શોધવા.”

આ પછી સાનિયાએ બીજી પોસ્ટ મૂકી હતી જેમાં તે તેના પુત્ર ઇઝાન સાથે હતી. આ ફોટોના કેપ્શનમાં સાનિયાએ લખ્યું છે કે, “આ ક્ષણ જેણે મને મુશ્કેલ દિવસોમાંથી બહાર નિકાળી.”

 

 

આ રીતે શરૂ થઈ હતી કહાની

સાનિયાએ જણાવ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયાના હોબાર્ટમાં શોએબને મળી હતી. ટેનિસ સ્ટારે કહ્યું હતું કે તે તેના જીવનના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી હતી અને ત્યારે જ તેના જીવનમાં શોએબની એન્ટ્રી થઈ હતી. બંનેએ એકબીજાને પાંચ મહિના સુધી ડેટ કર્યા અને પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો. બંને 2018માં માતા-પિતા બન્યા હતા. એવા અહેવાલો છે કે મલિકનું પાકિસ્તાની મોડલ આયેશા ઓમર સાથે અફેર છે અને તેથી જ તેણે સાનિયા સાથે છૂટાછેડા લીધા છે. આ મોડલ સાથે મલિકે એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું.

 

Published On - 11:36 pm, Thu, 10 November 22

Next Article