Shoaib Akhtar: ‘હું ઘણી મુશ્કેલીમાં છું..’, શોએબ અખ્તરે ઓસ્ટ્રેલિયામાં સર્જરી બાદ હોસ્પિટલમાંથી શેર કર્યો વીડિયો

|

Aug 08, 2022 | 7:50 AM

પાકિસ્તાનના દિગ્ગજ બોલર શોએબ અખ્તરે તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં ઘૂંટણની સર્જરી કરાવી છે. શોએબે હૉસ્પિટલનો એક વીડિયો શૅર કર્યો છે અને પોતાની સ્થિતિ ચાહકો સાથે શૅર કરી છે.

Shoaib Akhtar: હું ઘણી મુશ્કેલીમાં છું.., શોએબ અખ્તરે ઓસ્ટ્રેલિયામાં સર્જરી બાદ હોસ્પિટલમાંથી શેર કર્યો વીડિયો
Shoaib Akhtar (PC: Twitter)

Follow us on

પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) આ દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં છે અને તેની સર્જરી કરાવી રહ્યો છે. ઘૂંટણની સર્જરી માટે પહોંચેલા શોએબ અખ્તરે હોસ્પિટલના પલંગ પરથી એક વીડિયો શેર કરીને ચાહકોને સંદેશ આપ્યો હતો. શોએબે કહ્યું કે તે અત્યારે મુશ્કેલીમાં છે અને તેને ચાહકોની પ્રાર્થનાની જરૂર છે. 46 વર્ષીય પાકિસ્તાન ક્રિકેટ ટીમના પુર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) એ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર પોતાનો વીડિયો શેર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં હાજર શોએબ અખ્તરના બંને ઘૂંટણની સર્જરી કરવામાં આવી છે. તેણે પોતાના વીડિયોમાં કહ્યું કે તેને આશા છે કે આ તેની છેલ્લી સર્જરી હશે.

નિવૃતીના 11 વર્ષ બાદ પણ હું મુશ્કેલીમાં છુંઃ શોએબ અખ્તર

શોએબ અખ્તરે (Shoaib Akhtar) કહ્યું કે, બંને ઘૂંટણની 5-6 કલાકની સર્જરી થઈ હતી. હું મુશ્કેલીમાં છું. તમારી પ્રાર્થનાની જરૂર છે. નિવૃત્તિના 11 વર્ષ પછી પણ હું મુશ્કેલી માં છું. હું 4-5 વર્ષ વધુ રમી શક્યો હોત. મને ખબર હતી કે જો મેં આ કર્યું તો હું વ્હીલ ચેર પર આવીશ. પરંતુ મેં જે પણ કર્યું છે તે પાકિસ્તાન માટે કર્યું છે. પછી જો મને તક મળશે તો હું ફરીથી કરીશ.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તમને જણાવી દઈએ કે શોએબ અખ્તરે ભૂતકાળ માં ઘણી વખત જણાવ્યું છે કે તે ઘૂંટણ ના દુખાવાથી કેવી રીતે લડી રહ્યો છે. શોએબ અખ્તર ક્રિકેટ માંથી નિવૃત્તિ લીધા બાદ કોમેન્ટ્રી અને તેની યુટ્યુબ ચેનલ પર ખૂબ જ સક્રિય છે.

 

શોએબ અખ્તરની ક્રિકેટ કારકિર્દી પર એક નજર કરીએ

પાકિસ્તાની પુર્વ ઝડપી બોલિંગ દિગ્ગજ શોએબ અખ્તર (Shoaib Akhtar) એ પાકિસ્તાન માટે 46 ટેસ્ટમાં 178 વિકેટ લીધી હતી. જ્યારે 163 વનડેમાં 247 વિકેટ લીધી હતી. જ્યારે તેણે 15 T20 ઈન્ટરનેશનલ મેચો પણ રમી હતી. જેમાં તેના નામે 19 વિકેટ છે.

Next Article