
લગ્નને લઇ ઉત્સાહિત નજર આવતા શિવમ દુબે શહેરા થી સજાવેલો છે. અને તેના ચહેરો ફુલોથી ઢંકાયેલો છે. શરીર પર સુંદર શેરવાની સાથે ખૂબ જ શાનદાર દેખાઇ રહ્યો છે.

28 વર્ષનો શિવમ દુબે ડાબા હાથનો બેટ્સમેન છે અને તે લાંબા છગ્ગા લગાવવા માટે જાણીતો છે. તેણે ઘરેલુ ક્રિકેટમાં મુંબઇ તરફ થી એક જ ઓવરમાં 5 છગ્ગા લગાવ્યા હતા. આ કમાલ તે એક નહી બે વાર કરી ચુક્યો છે. જેના કારણે તે ખૂબ ચર્ચામાં રહ્યો છે.

શિવમ દુબેએ વિરાટ કોહલીની કેપ્ટનશીપમં ભારત માટે 2019માં ડેબ્યૂ કર્યુ હતુ. તેણે ટીમ ઇન્ડીયા માટે 1 વન ડે અને 13 ટી20 મેચ રમી છે. જેમાં તેના બેટ થી કુલ 114 રન નોંધાયા છે. જેમાં એક અર્ધશતક સામેલ છે.

ઓલરાઉન્ડર શિવમ દુબે ભારત તરફ થી T20 મેચ રમવા દરમ્યાન 5 વિકેટ પણ ઝડપી ચુક્યો છે. તે રાઇટ આર્મ મીડિયમ ફાસ્ટ બોલીંગ કરે છે. તેણે બાંગ્લાદેશ સામે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યૂ કર્યુ હતુ.

IPL માં શિવમ દુબે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફ થી રમી ચુક્યો છે. હાલમાં દુબે રાજસ્થાન રોયલ્સ ટીમનો હિસ્સો છે. IPL માં તે 21 મેચ રમી ચુક્યો છે. જે દરમ્યાન તેણે 314 રન કર્યા છે.