IND vs SA: ઓલરાઉન્ડર તરીકે સામેલ થવા છતાં છઠ્ઠા બોલર તરીકે વેંકટેશ અય્યરનો ઉપયોગ નહી કર્યાનો થયો ખુલાસો, ગબ્બરે કહી અજીબ નિર્ણયની વાત

|

Jan 20, 2022 | 6:25 PM

સારી સ્થિતિમાં હોવા છતાં, ભારતીય ટીમને 204 રનની વિશાળ ભાગીદારીનો ભોગ બનવું પડ્યું હતું અને ટીમ ઈન્ડિયાએ આ સમયગાળા દરમિયાન ફક્ત પાંચ બોલરનો ઉપયોગ કર્યો હતો, જેઓ ભાગીદારીને તોડવામાં નિષ્ફળ ગયા હતા.

IND vs SA: ઓલરાઉન્ડર તરીકે સામેલ થવા છતાં છઠ્ઠા બોલર તરીકે વેંકટેશ અય્યરનો ઉપયોગ નહી કર્યાનો થયો ખુલાસો, ગબ્બરે કહી અજીબ નિર્ણયની વાત
Indian Cricket Team IND vs SA

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) હજુ પણ નવા વર્ષ 2022માં પ્રથમ વિજયની રાહ જોઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકા પ્રવાસ પર સતત બે ટેસ્ટ મેચ હારી ગઈ હતી અને ત્યારબાદ વનડે શ્રેણીની શરૂઆત ખરાબ રહી હતી. બુધવાર, 19 જાન્યુઆરીએ પાર્લમાં રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 31 રને હરાવ્યું હતું. નવા કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં કેપ્ટન કેએલ રાહુલે ટીમની કમાન સંભાળી હતી, પરંતુ તે બેટની સાથે સાથે તેની કેપ્ટનશિપથી પ્રભાવિત કરવામાં નિષ્ફળ ગયો હતો. ખાસ કરીને બોલિંગ દરમિયાન, તેના નિર્ણયોએ બધાને આશ્ચર્યચકિત કર્યા. જેમાંથી સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે નવા ઓલરાઉન્ડર વેંકટેશ ઐયર (Venkatesh Iyer) ને બોલિંગ ન કરવી. ભારતીય ટીમે આવું કેમ કર્યું, તેનો જવાબ ટીમના સ્ટાર ઓપનર શિખર ધવને (Shikhar Dhawan) આપ્યો છે.

ડાબા હાથના બેટ્સમેન અને જમણા હાથના મધ્યમ ઝડપી બોલર વેંકટેશ અય્યરને, જેણે ગયા વર્ષે ન્યુઝીલેન્ડ સામે T20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું, તેને પ્રથમ ODIમાં ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી હતી.

યુવા ઓલરાઉન્ડર અય્યર માટે આ ડેબ્યૂ ખાસ રહ્યુ નહોતુ થયું. તે માત્ર 2 રન જ બનાવી શક્યો હતો, જ્યારે તેને એક પણ વખત બોલ તેના હાથમાં બોલીંગ માટે આપ્યો ન હતો. વેંકટેશ માટે એકમાત્ર સકારાત્મક પાસું ફિલ્ડિંગ હતું, જેમાં તેણે સીધા થ્રો પર એડન માર્કરમને રનઆઉટ કર્યો હતો. જો કે, તેની બોલિંગ ન કરવા અંગે ચર્ચા ચાલુ રહી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સ્પિનરોને પિચથી મદદ મળી હતી

દેખીતી રીતે આ સવાલ ટીમ ઈન્ડિયાની હાર પછી પૂછવો પડ્યો હતો અને મેચ પછીની વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં આ સવાલ શિખર ધવનની સામે મૂકવામાં આવ્યો હતો. સમાચાર એજન્સીએ ભારતીય ઓપનરને ટાંકીને કહ્યું કે પિચમાંથી સ્પિનરોને મળતી મદદને કારણે વેંકટેશનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

ધવને કહ્યું, “વેંકટેશ અય્યરને બોલાવવામાં આવ્યો ન હતો કારણ કે વિકેટ ટર્ન મેળવી રહી હતી. સ્પિનરો સારો દેખાવ કરી રહ્યા હતા. મધ્યમાં (ઓવર) કોઈ ઝડપી બોલરોને નહોતા લગાવ્યા અને માત્ર સ્પિનરોનો ઉપયોગ થતો હતો.

ભારતે પ્રથમ વનડેમાં તક ગુમાવી હતી

વનડે સીરીઝની શરૂઆતના એક દિવસ પહેલા કેપ્ટન રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે છઠ્ઠા બોલરનું ખૂબ મહત્વ છે અને તેમાં વેંકટેશ મહત્વની ભૂમિકા ભજવશે.

જોકે, પહેલી જ મેચમાં આવું બન્યું ન હતું. ભારતે માત્ર 68 રનમાં સાઉથ આફ્રિકાની 3 વિકેટ ઝડપી હતી, પરંતુ તે પછી ટેમ્બા બાવુમા અને રાસી વાન ડેર ડુસેને ચોથી વિકેટ માટે 204 રનની ભાગીદારી નોંધાવી હતી. ભારતના ફાસ્ટ બોલર અને સ્પિનર ​​આ જોડીને તોડવામાં નિષ્ફળ રહ્યા અને તેની અસર પરિણામ પર પડી.

 

 

Next Article