
શિખર ધવન પાસે BCCI ના A ગ્રેડનો કરાર છે. તેના દ્વારા તેને વાર્ષિક પાંચ કરોડ રૂપિયા મળે છે. તે વર્ષ 2019 થી આ શ્રેણીમાં છે. આ સિવાય ભારતીય ટીમમાં રમવા માટે મળેલી મેચ ફી ધવનના ખાતામાં અલગથી આવે છે. હાલમાં, ધવન માત્ર વનડે અને T20 ક્રિકેટમાં રમે છે. આવી સ્થિતિમાં BCCI એક વનડે માટે છ લાખ રૂપિયા અને એક T20 માટે ત્રણ લાખ રૂપિયા આપે છે. વળી, મેચમાં સારા પ્રદર્શન માટે મળેલી ઇનામની રકમ અલગ હોય છે.

શિખર ધવનની ગણતરી IPL ના સૌથી મોંઘા ખેલાડીઓમાં થતી નથી અને તેનો કરાર પણ ઠીકઠાક છે. હાલમાં તે દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ છે. તેને આ ટીમ તરફથી 5.2 કરોડ રૂપિયા પ્રતિ સીઝન મળે છે. તે બે વર્ષથી આ ટીમ સાથે છે. અગાઉ તે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતો હતો. 2014 થી 2017 ની વચ્ચે હૈદરાબાદમાં તેની કમાણી 12.50 કરોડ રૂપિયા પ્રતિ સીઝન હતી. તે આ ટીમનો નંબર ટુ ખેલાડી હતો. ધવન 2008 થી IPL રમી રહ્યો છે. IPL સિવાય તે ઘરેલુ ક્રિકેટમાં પણ દિલ્હી તરફથી રમ્યો છે. અહીંથી તેને મેચ ફી પણ મળે છે. જોકે તે ઘણી ઓછી છે.

શિખર ધવનનું દિલ્હીમાં આલિશાન ઘર છે. તેની કિંમત આશરે છ કરોડ હોવાનો અંદાજ છે. દિલ્હી ઉપરાંત તેની મિલકત પણ ઘણા શહેરોમાં નોંધાયેલી છે. જેમાં મુંબઈ, ગુરુગ્રામનો સમાવેશ થાય છે. તેનું ઓસ્ટ્રેલિયામાં એપાર્ટમેન્ટ પણ છે. તેની પત્ની અને બાળકો આ ઘરમાં રહેતા હતા. ધવન પાસે ઘણી વૈભવી કાર છે. જોમાં ઓડી A6, BMW 6 GT, રેન્જ રોવર સ્પોર્ટ્સ મુખ્ય છે. થોડા સમય પહેલા ધવને 1 કરોડ રૂપિયાની મર્સિડીઝ કાર ખરીદી હતી. એવું કહેવાય છે કે ધવને યોગ અને વેલનેસ સ્ટાર્ટઅપમાં પણ નાણાં રોક્યા છે.