શાર્દુલ ઠાકુરે મિતાલી સાથે લગ્નના બંધને બંધાયો, જાનૈયાઓ એન્ટ્રી અને લગ્નના વાયરલ થયા Video

|

Feb 27, 2023 | 9:11 PM

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરે મુંબઈ નજીક મિતાલી પારુલકર સાથે 7 ફેરા લીધા હતા. લગ્નમાં જાનૈયાઓ સાથે પહોંચવાનો વિડીયો ખૂબ વાયરલ થવા લાગ્યો છે.

શાર્દુલ ઠાકુરે મિતાલી સાથે લગ્નના બંધને બંધાયો, જાનૈયાઓ એન્ટ્રી અને લગ્નના વાયરલ થયા Video
Shardul Thakur get married Mittali Parulkar Video

Follow us on

ભારતીય ક્રિકેટર શાર્દૂલ ઠાકુર લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યો છે. ભારતીય ઓલરાઉન્ડર ઠાકુરે સોમવારે મિતાલી પારુલકર સાથે લગ્ન કર્યા હતા. મુંબઈ નજીક લગ્નનુ આયોજન કરવામાં આવ્યુ હતુ અને મિતાલી સાથે 7 ફેરા ફરવા માટે તે જાનૈયાઓ સાથે લગ્ન માટે ધામધૂમથી પહોંચ્યો હતો. તેની લગ્ન સ્થળે એન્ટ્રી અને મિતાલીના દુલ્હનના શણગારમાં લગ્ન ચોરીમાં એન્ટ્રી સમયના વિડીયો ખૂબ વાયરલ થવા લાગ્યો છે અને ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

લગ્નને લઈ વિવિધ રીત અને કાર્યક્રમોની શરુઆત ગત 25 ફેબ્રુઆરીથી થઈ હતી. જેમાં શનિવારે હલ્દીની રસમ યોજાઈ હતી. ત્યાર બાદ રવિવારે સંગીત સેરેમની યોજાઈ હતી.સંગીત સેરેમની દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને પત્ની રિતિકા સજદેહ સામેલ થયા હતા.

ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે

શાર્દૂલ અને મિતાલીના વિડીયો વાયરલ થયા

લગ્ન નિમિત્તે રોહિત શર્માએ સંગીત સેરેમની દરમિયાન હાજરી આપી હતી. આ ઉપરાંત લગ્ન સ્થળે શ્રેયસ અય્યર, યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્નિ ધનશ્રી વર્મા પણ જોવા મળ્યા હતા. આમ ભારતીય ટીમના ખેલાડીઓએ ઠાકુરના લગ્ન પ્રસંગે હાજરી આપી હતી.

 

શાર્દૂલ ઠાકુરની લગ્ન સ્થળે જાનૈયાઓ સાથે એન્ટ્રીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. મિતાલી પારુલકર પણ લાંબા ઘૂંઘટ સાથે શાનદાર અંદાજમાં એન્ટ્રી કરી હતી.

 

 

7 ફેરાનો વિડીયો થયો વાયરલ

 

 

ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં પરત ફરશે

હવે લગ્ન બાદ શાર્દૂલ ઠાકુર ક્રિકેટના મેદાન પર આગામી વનડે સિરીઝ દરમિયાન જોવા મળશે. ઠાકુર આંતરરાષ્ટ્રીય ક્રિકેટના શેડ્યૂલ મુજબ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વનડે સિરીઝ માટે ભારતીય સ્ક્વોડનો હિસ્સો છે. આમ તે ઓસ્ટ્રેલિયા સામેની ઘર આંગણાની 3 મેચોની વનડે સિરીઝ સાથે ક્રિકેટના મેદાન પર લગ્ન બાદ પરત ફરશે.

ત્યાર બાદ ભારતીય ખેલાડીઓ સહિત શાર્દૂલ ઠાકુર આઈપીએલની આગામી સિઝનમાં વ્યસ્ત થઈ જશે. જેની શરુઆત માર્ચ માસના અંત સાથે થઈ રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો હિસ્સો આઈપીએલમાં શાર્દૂલ છે, તેને દિલ્લી કેપિટલ્સ પાસેથી ઓક્શન પહેલા કોલકાતાએ ટ્રેડ કર્યો હતો.

 

 

Next Article