શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન અવારનવાર ચર્ચામાં રહે છે. હવે તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ઘણા લોકોને લાગી રહ્યું છે કે, સુહાનાએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો છે. આ ક્લિપ મુંબઈના વાનખેડે સ્ટેડિયમની છે. રવિવારે સુહાના મેચમાં તેના પિતા શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને સપોર્ટ કરવા અહીં આવી હતી. ઈશાન કિશન આઉટ થવા પર સુહાનાની પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે. આના પર લોકોને શાહરૂખ ખાનનો વાનખેડે વિવાદ યાદ આવ્યો.
સુહાના ખાને મોડલિંગના ક્ષેત્રમાં પગ મૂક્યો છે. તેની ફિલ્મ ધ આર્ચીઝ માટે પણ કામ શરુ છે. સુહાના પણ ઘણીવાર સ્ટેડિયમમાં ક્રિકેટ જોતી જોવા મળે છે. તે રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં પહોંચી હતી. Redditના Bolly Blinds N Gossip પર સુહાનાનો એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે.
ક્લિપમાં સુહાના અબરામ સાથે જોવા મળે છે. જ્યારે ઈશાન કિશાન આઉટ થતા હોય ત્યારે તે કંઈક બોલે છે. લોકો લિપ સિંક પરથી અનુમાન લગાવી રહ્યા છે કે તેણે અપશબ્દો કહ્યા છે. તમને જણાવી દઈએ કે, ઈશાને 21 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે મુંબઈ ઈન્ડિયન્સની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
What did Suhana Khan speak for Ishan Kishan there?😳😂 #MIvsKKR pic.twitter.com/zJg96EpbUW
— Khushi (@khushi_1007) April 17, 2023
આ વીડિયો પર લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. આ સાથે જ ઘણાને શાહરૂખ ખાનનો વાનખેડે વિવાદ યાદ આવ્યો.
તમને જણાવી દઈએ કે 2012માં શાહરૂખ ખાનનો વાનખેડે સ્ટેડિયમના એથોરિટી સાથે વિવાદ થયો હતો. IPL મેચ બાદ શાહરૂખ ખાન સિક્યોરિટી ગાર્ડ્સ સાથે ઝગડો થયો હતો. આ વિવાદ બાદ શાહરૂખ ખાન પર વાનખેડે પર 5 વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો