T20 World Cup: બાળપણ ના બે મિત્રો એક સમયે સાથે ક્રિકેટ રમતા હતા, આજે વિશ્વકપ ટ્રોફી મેળવવા ‘દોસ્તી’ આમને-સામને ટકરાશે

|

Nov 14, 2021 | 9:16 AM

જ્યારે બે પડોશી દેશો એટલે કે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા ટકરાશે ત્યારે આ મેચમાં બાળપણના બે મિત્રો પણ આમને-સામને આવશે. જેઓ એક સમયે શાળામાં સાથે ક્રિકેટ રમતા હતા, તેઓ આજે એકબીજા સામે ટકરાશે.

T20 World Cup: બાળપણ ના બે મિત્રો એક સમયે સાથે ક્રિકેટ રમતા હતા, આજે વિશ્વકપ ટ્રોફી મેળવવા દોસ્તી આમને-સામને ટકરાશે
Daryl Michelle-Marcus Stoinish

Follow us on

બાળપણનો પ્રેમ નહીં, પણ બાળપણનો પ્રેમ આજે ચોક્કસ જોવા મળશે. હા, જ્યારે T20 વર્લ્ડ કપ 2021ની ફાઇનલ (T20 World Cup Final) માં બે પડોશી દેશો એટલે કે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા (New Zealand vs Australia) ટકરાશે, ત્યારે આ મેચમાં બાળપણના બે મિત્રો પણ આમને-સામને હશે. જેઓ એક સમયે શાળામાં સાથે ક્રિકેટ રમતા હતા, તેઓ આજે એકબીજા સામે ટકરાશે. અમે વાત કરી રહ્યા છીએ.

ન્યુઝીલેન્ડના ડેરેલ મિશેલ (Daryl Mitchell) અને ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઈનીસ (Marcus Stoinis). બંને સ્કૂલ ક્રિકેટમાં સાથે સાથે રમતા હતા. પરંતુ પછી વધુ સારા ક્રિકેટર બનવાની ઈચ્છાથી તેમના રસ્તા અલગ થઈ ગયા.

આ વાત વર્ષ 2009ની છે. પછી ડેરેલ મિશેલ અને માર્કસ સ્ટોઈનિસ એક જ ટીમ માટે સાથે રમતા હતા. ઓસ્ટ્રેલિયાના વર્તમાન કોચ જસ્ટિન લેંગર સહિત ત્રણેય સ્કારબોરો માટે ફર્સ્ટ-ક્લાસ પ્રીમિયરની ઉજવણી કરી હતી. પરંતુ હવે તે ઉજવણીના એક દાયકા પછી, તે તેમને T20 વર્લ્ડ કપ ટ્રોફી માટે લડતા જોવા મળશે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

Daryl Michelle-Marcus Stoinish

બાળપણમાં ખભે ખભા મિલાવી ખિતાબ જીત્યા

માર્કસ સ્ટોઈનીસ અને ડેરેલ મિશેલ સેમીફાઈનલ અને ફાઈનલમાં બેટ અને બોલ વડે મેચ વિનિંગ પ્રદર્શન સાથે સ્કારબોરો માટે સાથે રમ્યા હતા. સ્ટોઇનિસે સેમિફાઇનલમાં 189 રન બનાવ્યા હતા. બીજી તરફ મિશેલે 26 રન આપીને 4 વિકેટ લીધી હતી, બંને ખેલાડીઓએ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના આધારે સ્કારબરોએ બેઝવોટર-મોર્લીને હરાવી પ્રીમિયરશિપનો ખિતાબ જીત્યો હતો.

 

આજે ફાઇનલમાં રસ્તો અલગ

પરંતુ, ગઈકાલે શાળાની ટીમને જીતાડવા માટે એકસાથે રમતા સ્ટોઈનીસ અને મિશેલ આજે બે અલગ-અલગ ટીમો માટે જીતના ઢોલ વગાડતા જોવા મળશે. જ્યારે મિશેલ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ ટીમ માટે પોતાની તાકાત બતાવતો જોવા મળશે, જ્યારે સ્ટોઈનિસ ઓસ્ટ્રેલિયા માટે પણ આવું જ કરશે.

 

આ પણ વાંચોઃ WWE સ્ટાર જોન સિનાએ એમએસ ધોનીની તસ્વીર શેર કરીને ફેંન્સને પરેશાન કરી દીધા, ચાહકોએ લાઇક્સની લાઇન લગાવી દીધી

આ પણ વાંચોઃ T20 Cricket: અંતિમ વિકેટના રુપમાં આ ગુજરાતી ક્રિકેટર ધમાલ મચાવી દીધી હતી, દશમી વિકેટ માટે વિક્રમી પાર્ટનરશિપ નોંધાવી હતી

Published On - 9:13 am, Sun, 14 November 21

Next Article