Ranji Trophy Final: પ્રથમ દિવસની રમતના અંતે સૌરાષ્ટ્રે 2 વિકેટ ગુમાવી 81 રન નોંધાવ્યા, પહેલા બંગાળને 174 રનમાં સમેટ્યુ

|

Feb 16, 2023 | 5:24 PM

Saurashtra vs Bengal, Ranji Trophy Final: સોરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. ઝડપથી બંગાળને સમેટી લઈ પ્રથમ દિવસથી મેચ પર પકડ જમાવી.

Ranji Trophy Final: પ્રથમ દિવસની રમતના અંતે સૌરાષ્ટ્રે 2 વિકેટ ગુમાવી 81 રન નોંધાવ્યા, પહેલા બંગાળને 174 રનમાં સમેટ્યુ
Ranji Trophy Final match day one report

Follow us on

સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ મેચ રમાઈ રહી છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહેલી મેચમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. જયદેવનો નિર્ણય યોગ્ય સાબિત થયો હોય એમ બંગાળની ટીમ ટોસ હારીને બેટિંગ ઈનીંગ શરુ કરતા જ એક બાદ એક ટોપ ઓર્ડર બેટર પેવેલિયન પરત ફર્યા હતા. સૌરાષ્ટ્ર સુકાની ઉનડકટ અને ચેતન સાકરીયાએ બંગાળના બેટરોનો ઝડપથી શિકાર બનાવી હરીફ ટીમ પર મુશ્કેલીના વાદળો લાવી દીધા હતા. જોકે બાદમાં શાહબાઝ અહેમદ અને અભિષેક પોરેલે ઘર આંગણે બંગાળની લાજ રાખવાનો પ્રયાસ કરતા અડધી અડધી સદી નોંધાવી હતી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા બંગાળની ટીમ 174 રનમાં જ સમેટાઈ ગઈ હતી. જયદેવ અને સાકરીયાએ 3-3 વિકેટ હાંસલ કરી હતી. જ્યારે ચિરાગ જાની અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે સૌરાષ્ટ્ર ટીમની ઓપનીંગ જોડી થોડી વહેલી તૂટી હતી પરંતુ બંગાળના ઝડપી બોલરોનો સામનો કર્યો હતો. z   હાલતો સ્થિતી સૌરાષ્ટ્રને માટે અનુકૂળ બની રહી છે અને જયદેવની ટીમ હવે આ મોકોનો પુરો ફાયદો ઉઠાવવા પ્રયાસ કરશે.

સૌરાષ્ટ્રની સારી શરુઆત

એક તરફ બંગાળને ઝડપથી સમેટી લેવામાં સૌરાષ્ટ્રની ટીમ સફળ રહી હતી. જેને લઈ સૌરાષ્ટ્રની ટીમને પ્રથમ દિવસે જ બેટિંગ ઈનીંગનો લાભ મળ્યો હતો. પ્રથમ દિવસની રમતના અંતે સૌરાષ્ટ્રની ટીમે 2 વિકેટ ગુમાવીને 81 રન નોંધાવ્યા હતા. હજુ બંગાળની ટીમ કરતા સૌરાષ્ટ્ર 93 રન દુર છે. ઓપનર હાર્દિક દેસાઈ 38 રન નોંધાવીને રમતમાં છે. જય ગોહિલે 6 રન નોંધાવી વિકેટ ગુમાવી હતી. વિશ્વરાજ જાડેજાએ 25 રન નોંધાવી બીજી વિકેટના રુપમાં પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે ચેતન સાકરીયા 2 રન સાથે પ્રથમ દિવસના અંતે રમતમાં રહ્યો હતો.

સાનિયા મિર્ઝા અને હરભજન સિંહને આ દેશમાં મળ્યું ખાસ સન્માન
મ્યુચ્યુઅલ ફંડમાં રેકોર્ડ રોકાણ, જાણો આઉટફ્લો અને ઇનફ્લો વિશે
કબૂતરની ચરક શરીરની આ મોટી બીમારી કરે છે દૂર, જાણો આ આયુર્વેદિક ઉપચાર વિશે
Kanguva : અભિનેત્રીએ એક ગીત માટે 21 વખત કપડા બદલ્યા
Tulsi Leaves Benefits : તુલસીના છે અઢળક ઔષધીય ગુણો, આ રીતે કરો પાનનું સેવન
ગુલાબજળ ચહેરા પર લગાવવાના ફાયદા જાણી રહી જશો દંગ

બંગાળની કંગાળ શરુઆત

જયદેવ ઉનડકટ અને ચેતન સાકરિયાએ શરુઆતથી જ તરખાટ મચાવતી બોલિંગ કરવાની શરુઆત કરી હતી. મેચની પ્રથમ ઈનીંગની પ્રથમ ઓવર લઈને ઉનડકટ આવ્યો હતો. આ ઓવરમાં જ તે સૌરાષ્ટ્રને પ્રથમ સફળતા અપાવવામાં સફળ રહ્યો હતો. અભિમન્યુ ઈશ્વરનને જયદેવે શૂન્ય રન પર જ જય ગોહિલાના હાથમાં કેચ ઝડપાવી આઉટ કર્યો હતો. આમ બંગાળે 1 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. સુમંતા ગુપ્તાના રુપમાં બંગાળે બીજી વિકેટ ઈનીંગની બીજી ઓવરમાં ગુમાવી હતી. ગુપ્તાની વિકેટ ચેતન સાકરીયાએ ઝડપી હતી. ગુપ્તા 1 રન ગુમાવીને પરત ફર્યો હતો. ત્યાર બાદ તેના ત્રીજા અને ઓવરના ચોથા પર સાકરીયાએ સુદીપ ઘરામીને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. સુદીપ શૂન્ય રને પરત ફર્યો હતો.

બંગાળનો સુકાની મનોજ તિવારી 12 બોલનો સામનો કરીને 7 રન નોંધાવી પરત ફર્યો હતો. તેનો શિકાર જયદેવ ઉનડકટે કર્યો હતો. આ સાજેજ બંગાળે 17 રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. પાંચમી વિકેટના રુપમાં મજબુદાર 35 બોલનો સામનો કરીને 16 રન નોંધાવી પરત ફર્યો હતો. મજબુદારને ચિરાગ જાનીએ આઉટ કર્યો હતો. અક્ષ ઘટક 17 રન નોંધાવી ચેતન સાકરીયાનો શિકાર બન્યો હતો. આમ 65 રનના સ્કોર છ વિકેટ બંગાળે ગુમાવી દીધી હતી.

શાહબાઝ-પોરેલે લાજ રાખી

એક સમયે સૌરાષ્ટ્રના બોલરો જયદેવ અને સાકરીયા સામે બંગાળની ટીમ પર મુશ્કેલીઓ ઉતરી આવી હતી. જોકે બાદમાં શાહબાઝ અહેમદ અને અભિષેક પોરેલે બંગાળની લાજ સૌરાષ્ટ્ર સામે બચાવવા પ્રયાસ કર્યો હતો. ઘર આંગણે ઈડન ગાર્ડન્સમાં જ બંગાળ ટીમ એક સમયે 100નો આંકડો માંડ પાર કરી શકે એવી સ્થિતી લાગી રહી હતી. શાહબાઝે 112 બોલનો સામનો કરીને 69 રનની ઈનીંગ રમી હતી. જ્યારે પોરેલે 50 રનની ઈનીંગ 98 બોલનો સામનો કરીને રમી હતી.

બંનેની જોડીએ અડધી અડધી સદી નોંધાવતા બંગાળનો સ્કોર 174 સુધી પહોંચી શક્યો હતો. શાહબાઝે 166 રનના સ્કોર પર વિકેટ ધર્મેન્દ્રસિંહ જાડેજાના બોલ પર વિકેટ ગુમાવી હતી. જ્યારે અભિષેક પોરેલે 174 રનના સ્કોર પર વિકેટ ગુમાવી હતી. તેને ચિરાગ જાનીએ આઉટ કર્યો. હતો.

 

 

Published On - 5:19 pm, Thu, 16 February 23

Next Article