
સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ ફરી એકવાર રણજી ચેમ્પિયન બનવા તરફ આગળ વધી રહી છે. સૌરાષ્ટ્ર ટીમે બંગાળ સામે 230 રનની લીડ મેળવી હતી. મોટી લીડ સામે બંગાળની ટીમ ઈનીંગથી હાર રણજી ફાઈનલમાં ટાળવા માટે સંઘર્ષ કરી રહી છે. જોકે એક રીતે બંગાળે બીજી ઈનીંગમાં મરણીયા બની સંઘર્ષ કર્યો છે. સૌરાષ્ટ્રની લીડ સામે હજુ બંગાળ 61 રન દૂર છે અને 6 વિકેટ હાથ પર છે. પ્રથમ ઈનીંગમાં 174 રનમાં જ સમેટાઈ જનારી બંગાળની ટીમ સુકાની મનોજ તિવારીની કેપ્ટન ઈનીંગની મદદ વડે ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ચાર વિકેટ ગુમાવીને 169 રન નોંધાવ્યા છે.
રણજી ટ્રોફી ફાઈનલ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી છે. સૌરાષ્ટ્ર ટીમના સુકાની જયદેવ ઉનડકટે ટોસ જીતીને બંગાળને પ્રથમ બેટિંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. ઉનડકટ અને સાકરીયાની જબરદસ્ત બોલિંગ સામે બંગાળ ટીમ ઝડપથી સમેટાઈ ગઈ હતી. સૌરાષ્ટ્રે 404 રનના સ્કોર પર પોતાની પ્રથમ ઈનીંગ સમાપ્ત કરી હતી. બીજી ઈનીંગમાં જયદેવ ઉનડકટ અને સાકરીયાએ 2-2 વિકેટ ઝડપી હતી.
That’s Stumps on Day 3️⃣ of the @mastercardindia #RanjiTrophy #Final
Bengal fight back & trail by 61 runs, thanks to fifties from Manoj Tiwary & Anustup Majumdar 👌@JUnadkat & @Sakariya55 with 2️⃣ wickets each
Day 3 Highlights 📽️ #BENvSAU https://t.co/10RStumqZW pic.twitter.com/OOOEWUu1zl
— BCCI Domestic (@BCCIdomestic) February 18, 2023
ફરી એકવાર સૌરાષ્ટ્ર સામે બંગાળની ટીમની શરુઆત ખરાબ રહી હતી. 47 રનમાં જ બંગાળે ટોપ ઓર્ડરની વિકેટો ગુમાવી દીધી હતી. સુમંતા ગુપ્તાએ 1 રનના સ્કોર પર જ વિકેટ ગુમાવી હતી. જ્યારે અભિમન્યુ ઈશ્વરન 16 રનનુ યોગદાન આપીને 22 રનના સ્કોર પર ચેતન સાકરીયાનો શિકાર થયો હતો. બાદામં સુદીપ કુમાર ઘરામી 14 રન નોંધાવીને જયદેવ ઉનડકટનો શિકાર થયો હતો. આમ ત્રણેય ટોપની વિકેટ ઝડપથી ગુમાવતા મુશ્કેલીઓ બંગાળ પર ઉતરી આવી હતી. બાદમાં અનુસ્તુપ અને સુકાની તિવારીએ અર્ધશતકીય ઈનીંગ રમી હતી.
જોકે બાદમાં અનુસ્તુપ મજમુદારે ઈનીંગ સંભાળી હતી. તેની સાથે સુકાની મનોજ તિવારીએ રમતને આગળ વધારી હતી. મજબુદારે 61 રનનુ યોગદાન આપીને બંગાળની સ્થિતી સુધારવા પ્રયાસ કર્યો હતો. જોકે જયદેવ ઉનડકટ તેને આખરે પેવેલિયન મોકલવામં સફળ રહ્યો હતો. મજબુદારની વિકેટ ગુમાવવા દરમિયાન બંગાળનો સ્કોર 146 રન હતો. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં બંગાળની ટીમે 4 વિકેટ ગુમાવીને 169 રન નોંઘાવ્યા હતા. સુકાની તિવારી દિવસના અંતે 57 રન સાથે રમતમાં હતો. જ્યારે શાહબાઝ અહેમદ 13 રનના સાથે રમતમાં રહ્યો હતો.
Published On - 7:01 pm, Sat, 18 February 23