સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ (Saurashtra Premier League) સિઝન 2 ની ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે. જેમાં શનિવારે રમાયેલી ઝાલાવાડ રોયલ્સ (Zalawad Royals) અને ગોહિલવાડ ગ્લેડિયેટર (Gohilwad Gladiators) વચ્ચે મેચ રમાય હતી. જેમાં ગોહિલવાડ ગ્લેડિયેટર્સ ટીમના સ્ટાર બેટ્સમેન પ્રેકર માંકડ (Prerak Mankad) ની શાનદાર (82* રન) ની મદદથી 6 વિકેટે મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ગોહિલવાડ ગ્લેડિયેટર પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. પહેલા સ્થાન પર હાલ હાલાર હિરોઝની ટીમ બિરાજમાન છે.
શેલ્ડન જેકસનની આગેવાનીવાળી ઝાલાવાડ રોયલ્સ ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ઝાલાવાડ રોયલ્સ ટીમની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર એઝાજ કોઠારિયા (12 રન) અને હેત્વિક કોટક (17 રન) સસ્તામાં આઉટ થઇ ગયા હતા. ત્યાર બાદ સુકાની શેલ્ડન જેકસને શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 35 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 44 રનની આક્રમક ઇનિંગ રમી હતી. જય ગોહિલે સુકાની શેલ્ડન જેકસનનો સુંદર સાથ આપ્યો હતો. જય ગોહિલે 36 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી આક્રમક 47 રનની ઇનિંગ રમી હતી.
જોકે ત્યાર બાદ એક પણ બેટ્સમેન મોટી ઇનિંગ રમવામાં સફળ રહ્યા ન હતા અને સુકાની શેલ્ડન જેકસન અને જય ગોહિલની શાનદાર ઇનિંગને પગલે 20 ઓવરમાં 9 વિકેટના ભોગે 145 રનનો સ્કોર બનાવ્યો હતો. ગોહિલવાડ ગ્લેડિયેટર્સ ટીમ તરફથી સૌર્ય અને યુવરાજ યુડાસમાએ 3-3 વિકેટ અને સુકાની જયદેવ ઉનડકટે 2 વિકેટ ઝડપી હતી.
Post Match conversation with @jd_unadkat , Captain of @gohilwadgladiatorsofficial
@saurashtracricket @parimatchnews @global_publicity @starsportsindia @vusportofficial @levelup11_fantasy#PariMatchnewsSaurashtraPremierLeague #SplSeason2 #Spl #SaurashtraCricketAssociation pic.twitter.com/Jo0wHbMNCa— Saurashtra Premier League (@Spl2020League) June 4, 2022
જવાબમાં ગોહિલવાડ ગ્લેડિયેટર્સ ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ઓપનર નિહાર વાઘેલા (6 રન) અને વિશ્વરાજ જાડેજા (4 રન) સસ્તામાં આઉટ થઇ જતાં ટીમની ચિંતા વધી ગઇ હતી. જોકે ત્યાર બાદ ટીમના સ્ટાર બેટ્સમેન પ્રેકર માંકડે આક્રમક ઇનિંગ રમતા ટીમને જીત સુધી પહોંચાડી હતી. પ્રેરક માંકડે 52 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી આક્રમક 82* રનની અણનમ ઇનિંગ રમી હતી. તેનો સુંદર સાથ રક્ષિત મેહતાએ આપ્યો હતો. રક્ષિતે 26 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 30 રન કર્યા હતા. આમ ગોહિલવાડ ગ્લેડિયેટર્સ ટીમે 19 ઓવરમાં 4 વિકેટના ભોગે 146 રન કરી મેચ જીતી લીધી હતી.