
સેમ કરન આઈપીએલ માં શાનદાર રીતે પરત ફર્યો છે. ગત સિઝનમાં તે ઈજાને લઈ હિસ્સો બની શક્યો નહોતો. પરંતુ નવિ સિઝન માટે હવે સેમ કુરન તૈયાર છે. તેના પર અનેક ટીમોની નજર પહેલાથી જ ઠરેલી હતી. આ જ પ્રમાણે આજે ઓક્શનમાં તેની પર જબરદસ્ત બોલી બોલાવી શરુ થઈ હતી. સેમ કરનને સૌથી મોટી રકમ વડે ખરીદવામાં આવ્યો છે. આ બોલી પંજાબ કિંગ્સ દ્વારા લગાવવામાં આવી હતી. કુરન હવે આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ચુક્યો છે.
ઓસ્ટ્રેલિયામાં રમાયેલ ટી20 વિશ્વકપમાં પણ કુરને ધમાલ મચાવી હતી. તેણે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ માટે જબરદસ્ત દેખાવ કર્યો હતો. પાકિસ્તાનને પણ તેણે ખૂબ પરેશાન કરી દીધુ હતુ. સેમ કુરનને ખરીદવા માટે ભારે સ્પર્ધા જામનારી હોવાનો અંદાજ પહેલાથી જ લગાવવમાં આવ્યો હતો અને એવો જ માહોલ જોવા મળ્યો હતો. હવે તે પંજાબ કિંગ્સનો હિસ્સો છે. શિખર ધવન પંજાબ કિંગ્સની ટીમનો કેપ્ટન છે. હવે કુરનના આવવાથી ટીમની મજબૂતી વધી ચુકી છે. કુરન હાલ જબરદસ્ત ફોર્મમાં જોવા મળી રહ્યો છે.
ઝડપી બોંલીંગ કરતો સેમ કુરન બોલ અને બેટ બંને રીતે પ્રભાવિત કરનારો ખેલાડી છે. તે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર છે. તે ઓપનીંગમાં આવીને પણ બેટ ખોલી શકે છે અને ટીમને સારી શરુઆત અપાવી શકે છે. આ ઉપરાંત તે મિડલ ઓર્ડરમાં પણ આવીને જબરદસ્ત તોફાન મચાવી શકવા માટે સક્ષમ છે. કુરન આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સનો હિસ્સો હતો. ગત સિઝનમાં ઈજાને લઈ હિસ્સો બની શક્યો નહોતો. પરંતુ હવે ફરીથી આઈપીએલમાં ધમાકેદાર એન્ટ્રી ઓક્શન દરમિયાન કરી ચુક્યો છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઈંગ્લેન્ડનો ક્રિકેટર સેમ કુરન અત્યાર સુધીમાં 32 મેચ રમી ચુક્યો છે. જેમાં તે બે અડધી સદી સાથે 150ની સ્ટ્રાઈક રેટ સાથે 337 રન નોંધાવી ચુક્યો છે. બોલીંગમાં તે આઈપીએલમાં અત્યાર સુધીમાં 32 વિકેટ ઝડપી ચુક્યો છે. તેનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આઈપીએલમાં 4 વિકેટ માત્ર 11 રન ગુમાવીને ઝડપી હતી. આઈપીએલમાં તે એક વાર હેટ્રિક પણ નોંધાવી ચુક્યો છે. તે પોતાની બોલીંગ વડે સૌને પ્રભાવિત કરી ચુક્યો છે.
Published On - 3:42 pm, Fri, 23 December 22