Sakshi Dhoni : સાક્ષી ધોનીએ રેડ ચેરીથી કર્યો મેકઅપ, 24 કલાકમાં લાખો લોકોએ જોયો વીડિયો

|

Jul 24, 2022 | 9:55 AM

Cricket : મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની પત્ની સાક્ષી ધોની (Sakshi Dhoni) એ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ફ્રૂટ-મેકઅપ કરી રહી છે. સાક્ષીનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે અને તેને 10 લાખથી વધુ લોકોએ જોયો છે.

Sakshi Dhoni : સાક્ષી ધોનીએ રેડ ચેરીથી કર્યો મેકઅપ, 24 કલાકમાં લાખો લોકોએ જોયો વીડિયો
Sakshi Dhoni (PC: Instagram)

Follow us on

ભારતીય ટીમના પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) હાલમાં જ ઈંગ્લેન્ડમાં પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની ભલે સોશિયલ મીડિયા (Social Media) થી દૂર રહે છે. પરંતુ તેની તસવીરો વાયરલ થતી રહે છે. એમએસ ધોની સિવાય તેની પત્ની સાક્ષી ધોની (Sakshi Dhoni) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. સાક્ષીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે ફ્રૂટ-મેકઅપ કરી રહી છે.

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ફ્રૂટ-મેકઅપ ચેલેન્જ ચાલી રહી છે. સાક્ષી ધોનીએ પણ તેમાં ભાગ લીધો હતો. તેણે ચેરી સાથે પોતાનો મેકઅપ કર્યો હતો અને તેનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર રીલ મારફતે પોસ્ટ કરી હતી. તમને જણાવી દઇએ કે 24 કલાકની અંદર તેના આ વીડિયોને 10 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

શું તમારી ગાડી કે બાઈક પર ભગવાનનું નામ લખેલું છે? જાણો પ્રેમાનંદ મહારાજે કરી સચોટ વાત
નહાયા પછી ભૂલથી પણ ના કરતા આ 5 કામ, નહીં તો ગરીબી આવી જશે
Knowledge : વાઈનના ગ્લાસમાં દાંડી કેમ હોય છે? બહુ ઓછા લોકો જાણે છે આ રહસ્ય
ક્રિકેટની સાથે આ સરકારી પદ પર છે યુઝવેન્દ્ર ચહલ, મળે છે મોટો પગાર !
Winter Tips : શિયાળામાં ઈન્ડોર પ્લાન્ટ Succulentsની આ રીતે રાખો કાળજી
Makhana : શિયાળામાં શેકેલા મખાના કયા સમયે ખાવા જોઈએ, નિષ્ણાતો પાસેથી જાણો

સાક્ષી ધોની સોશિયલ મીડિયા પર ઘણી વખત આવા ચેલેન્જનો વીડિયો બનાવી ચુકી છે અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી રહી છે. તે સોશિયલ મીડિયામાં સતત તેના વીડિયો અને ફોટો પોસ્ટ કરતી રહે છે. સાક્ષી ધોનીની ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ મોટી ફેન ફોલોઇંગ છે અને તેના કુલ 4.8 મિલિયન ફોલોઅર્સ છે.

 

જો મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની વાત કરીએ તો હાલમાં જ તે ઈંગ્લેન્ડમાં હતો. જ્યા ધોનીએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ સાથે જ તે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ODI અને T20 શ્રેણી જોવા સ્ટેડિયમમાં પણ પહોંચ્યો હતો. ઘણા ખેલાડીઓએ એમએસ ધોની સાથે પોતાની તસવીરો શેર કરી છે.

ધોની ગણા સમય બાદ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રુમમાં ગયો

ટી20 સીરીઝ દરમિયાન એમએસ ધોની ટીમ ઈન્ડિયા (Team India) ના ડ્રેસિંગ રૂમમાં ગયો અને ખેલાડીઓ સાથે વાત કરી અને મંત્ર શેર કર્યો હતો. એમએસ ધોની (MS Dhoni) એ ઘણા સમય પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને હાલમાં તે માત્ર ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં જ રમી રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની કમાન હજુ પણ એમએસ ધોનીના હાથમાં છે.

Next Article