સેન્ટ લુસિયા કિંગ્સે પ્રથમ વખત CPL 2024નો ખિતાબ જીત્યો છે. સેન્ટ લુસિયા કિંગ્સની આ ત્રીજી ફાઈનલ હતી. જ્યારે, ફાફ ડુ પ્લેસિસ પણ પ્રથમ વખત સીપીએલ ફાઇનલમાં સેન્ટ લુસિયા કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો હતો, આ રીતે, ફાફ ડુ પ્લેસિસ માટે પણ આ ટાઇટલ જીત ખાસ છે. સેન્ટ લુસિયા કિંગ્સે CPL 2024ની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગયાના એમેઝોન વોરિયર્સને 6 વિકેટથી હરાવ્યું હતું. સેન્ટ લુસિયા કિંગ્સની જીતમાં અમેરિકન બેટ્સમેન એરોન જોન્સ અને અફઘાન બોલર નૂર અહેમદે મોટી ભૂમિકા ભજવી હતી.
45 વર્ષના સુકાની ઈમરાન તાહિરની કપ્તાની હેઠળ ગયાના એમેઝોન વોરિયર્સ છેલ્લી સિઝનમાં ચેમ્પિયન રહી હતી. આ વખતે ઈમરાન તાહિરના કમાન્ડમાં ગયાનાની ટીમ ટાઈટલને ડિફેન્ડ કરી રહી હતી. પરંતુ, સેન્ટ લુસિયા કિંગ્સે આવું ન થવા દીધું અને છેલ્લી બે ફાઈનલમાં મળેલી નિષ્ફળતાને ભૂલીને આ વખતે સફળતાની સ્ક્રિપ્ટ લખી.
ફાઈનલ મેચમાં ગયાના એમેઝોન વોરિયર્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 138 રન બનાવ્યા હતા. સેન્ટ લુસિયા કિંગ્સ તરફથી શાનદાર બોલિંગ હતી, જેણે ગયાનાની ટીમને 150 રન પહેલા જ રોકી દીધી હતી. સેન્ટ લુસિયાના સૌથી સફળ બોલર નૂર અહેમદે 4 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. સેન્ટ લુસિયાના બોલરોની સામે ગયાનાના બેટ્સમેનોની હાલત એટલી ખરાબ હતી કે 25 રન બનાવનાર બેટ્સમેન ટીમનો ટોપ સ્કોરર હતો.
Saint Lucia! We are bringing it home#SLKvGAW #CPLFinal #beinspired #CPL24 #kiteyenspiwew #Ansanmnouplifò pic.twitter.com/d51oWB7qPa
— Saint Lucia Kings (@SaintLuciaKings) October 7, 2024
સેન્ટ લુસિયા કિંગ્સને જીતવા માટે 139 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેનો પીછો કરતાં તેઓ એક સમયે ખરાબ સ્થિતિમાં હતા. ગયાનાએ પણ સેન્ટ લુસિયાની 4 વિકેટ માત્ર 51 રનમાં ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ એરોન જોન્સ અને રોસ્ટન ચેઝ વચ્ચે 50 બોલમાં અણનમ 88 રનની ભાગીદારીએ ટીમને મેચ જીતાડવી. એરોન જોન્સ 31 બોલમાં 48 રન બનાવ્યા બાદ ફાઈનલમાં અણનમ રહ્યો હતો જ્યારે રોસ્ટન ચેઝ 22 બોલમાં 39 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો.
આ પણ વાંચો: IND vs BAN : હાર્દિક પંડ્યાએ બોલ જોયા વિના જ ફટકારી બાઉન્ડ્રી, આવો શાનદાર શોટ ક્યારેય નહીં જોયો હોય