
SAI Coach Recruitment 2023: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કોચની વિવિધ જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. ઉમેદવારો આ જગ્યાઓ માટે SAI ની સત્તાવાર વેબસાઈટ sportsauthorityofindia.nic.in દ્વારા 3 માર્ચ 2023 સુધીમાં સાંજે 5 વાગ્યા સુધી અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા 10 ફેબ્રુઆરી 2023 થી શરૂ થશે.કુલ 152 ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ પોસ્ટ્સમાં કોચ, સિનિયર કોચ, ચીફ કોચ અને હાઈ પરફોર્મન્સ કોચની જગ્યાઓ સામેલ છે. ઉમેદવારો આ પોસ્ટ્સ માટે જાહેર કરાયેલી સૂચના અનુસાર નિર્ધારિત છેલ્લી તારીખ સુધી અરજી કરી શકે છે.
ઉમેદવારે સ્પોર્ટ્સ ઓથોરિટી સંબંધિત વિષયમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. વધુ શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવારો બહાર પાડવામાં આવેલ ભરતી સૂચના તપાસી શકે છે. મુખ્ય કોચ માટે મહત્તમ વય 60 વર્ષ, સિનીયર કોચ માટે 50 વર્ષ, કોચ માટે 45 વર્ષ અને હાઈ પરફોર્મન્સ કોચ માટે 60 વર્ષ હોવી જોઈએ.
ટૂંકા ગાળાના કરાર હેઠળ શૈક્ષણિક લાયકાતના આધારે અરજદારોની પસંદગી કરવામાં આવશે. શોર્ટલિસ્ટેડ અરજદારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. આ માહિતી અરજદારોને તેમના રજિસ્ટર્ડ મેઈલ આઈડી દ્વારા આપવામાં આવશે.
અરજી કર્યા પછી, 03 માર્ચ 2023 પહેલા આ સરનામે તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજીની એક નકલ મોકલો. જેના માટે SAI સરનામું છે – ડેપ્યુટી ડાયરેક્ટર (કોચિંગ), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, હેડ ઓફિસ, ગેટ નંબર 10 (ઈસ્ટ ગેટ), જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, લોધી રોડ, નવી દિલ્હી – 110003.
SAI કોચ ભરતી 2023 નોટિફિકેશન તપાસવા માટે અહીં ક્લિક કરો ઉમેદવારો આ પોસ્ટ્સ માટે તેમની લાયકાત સાથે નિયમો અનુસાર નિર્ધારિત છેલ્લી તારીખ સુધી અરજી કરી શકે છે. ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું પડશે કે છેલ્લી તારીખ પછી કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. વધુ માહિતી માટે અહિ ક્લિક કરો
Published On - 12:43 pm, Thu, 16 February 23