માલદીવના વિવાદ વચ્ચે સચિન તેંડુલકરે વીડિયો પોસ્ટ કર્યો

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન અને ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને દરરોજ તેના ચાહકો સાથે કંઈકને કંઈક શેર કરે છે.

માલદીવના વિવાદ વચ્ચે સચિન તેંડુલકરે વીડિયો પોસ્ટ કર્યો
| Updated on: Jan 07, 2024 | 4:47 PM

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં લક્ષદ્રીપ ગયા હતા અને તેમણે ત્યાં ભારતનો સુંદર વિસ્તારમાં જઈ આનંદ માણ્યો હતો. આ સાથે તેમણે ભારતીય લોકોને આપણા દેશના એ સ્થળો ફરવા માટે પ્રેરિત કર્યા છે જે ખુબ જ સુંદર છે. પરંતુ ત્યાં ઓછા લોકો જાય છે, ત્યારે હવે આ અભિયાનમાં ભારતના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન અને ક્રિકેટના ભગવાનના નામથી મશહુર સચિન તેડુંલકર પણ જોડાય ચૂક્યો છે. તેમણે સોશિયલ સૌથી ચર્ચિત એક્સ પ્લેટફોર્મ ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે.

અમારી યાદોનો ખજાનો સુંદર સ્થળ

પીએમ મોદીની આ પોસ્ટ ખુબ વાયરલ થઈ હતી અને અનેક સોશિયલ મીડિયા યુઝર્સે લક્ષદ્રીપને માલદીવને વૈકલ્પિક પર્યટન સ્થળ કહ્યું છે.સચિન તેંડુલકરે ટ્વિટર પર ટ્વીટ કર્યું અને લખ્યું, ‘મેં સિંધુદુર્ગમાં મારો 50મો જન્મદિવસ ઉજવ્યો તેને 250 દિવસ થઈ ગયા છે! આ દરિયાકાંઠાના શહેરે અમને જે જોઈએ તે બધું આપ્યું. અમારી યાદોનો ખજાનો સુંદર સ્થળ છે. અમારી “અતિથિ દેવો ભવ” ફિલસૂફી સાથે, આપણી પાસે ફરવા માટે ઘણું છે.”

 

તેંડુલકરના નામે અનેક રેકોર્ડ

આ સિવાય સચિનની વાત કરીએ તો તેંડુલકરની તો તેના નામે અનેક રેકોર્ડ રહ્યા છે. તેના નામે એવા કેટલાક રેકોર્ડ છે જે ભાગ્યે જ કોઈ ખેલાડી તોડી શક્યું છે, સચિન તેંડુલકર આઈપીએલમાં પહેલી સીઝનથી જ એક જ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલ છે. સચિન આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂક્યા છે. ત્યારબાદ કોચિંગ સ્ટાફમાં જોડાયો છે.

સચિન તેંડુલકરની કારકિર્દી

સચિન તેંડુલકરે તેની કારકિર્દીમાં ભારતીય ટીમ માટે 200 ટેસ્ટ, 463 ODI અને 1 T20 મેચ રમી છે. સચિનના નામે ટેસ્ટમાં 51 સદી અને 68 અડધી સદી સાથે કુલ 15921 રન છે. જ્યારે ODIમાં તેંડુલકરે 49 સદી અને 96 અડધી સદીની મદદથી 18426 રન બનાવ્યા છે. સચિન પોતાની એકમાત્ર T20 મેચમાં 10 રન બનાવીને આઉટ થયો હતો.

આ પણ વાંચો : આ ક્રિકેટ ટીમ રાજકોટમાં રમવા આવશે ત્યારે પોતાની સાથે રસોઈયા લઈને આવશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 4:10 pm, Sun, 7 January 24