LLC: સચિન તેંડુલકરના ફેંસ માટે નિરાશાજનક સમાચાર, લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં નહી નજર આવે

|

Jan 08, 2022 | 9:19 PM

અમિતાભ બચ્ચને લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (Legends League Cricket ) માટે જે કર્યું તેમાં સચિન તેંડુલકર (Sachin Tendulkar) દેખાતો હતો.

LLC: સચિન તેંડુલકરના ફેંસ માટે નિરાશાજનક સમાચાર, લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં નહી નજર આવે
Sachin Tendulkar

Follow us on

આગામી 20 જાન્યુઆરીથી લિજેન્ડસ્ લીગ ક્રિકેટ (Legends League Cricket ) ટૂર્નામેન્ટનો પ્રારંભ થનારો છે. પરંતુ આ પહેલા જ સચિન તેંડુલકર (Sachin Tendulkar) ને લઇને એક સમાચાર સામે આવ્યા છે. જે સચિનના ચાહકો માટે નિરાશાનજનક છે. સચિન તેંડુલકરને બેટ લઇને રમતો જોવાની રાહ જોવાઇ રહી હતી. પરંતુ આ પહેલા જ આ સ્પષ્ટતા થઇ ચુકી છે. એટલે કે હવે LLC ના મેદાનમાં તેંડુલકર નહી ઉતરે.

SRT સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે શનિવારે સ્પષ્ટતા કરી હતી કે બેટિંગ લેજેન્ડ સચિન તેંડુલકર આગામી ‘લેજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC)’નો ભાગ નથી. LLC એ નિવૃત્ત ખેલાડીઓ માટેની વ્યાવસાયિક ક્રિકેટ લીગ છે. તેણે હાલમાં જ તેની ભારતીય ટીમ (Team India) ની જાહેરાત કરી છે.

તેંડુલકર તેના એક પ્રમોશનલ વીડિયોમાં પણ જોવા મળે છે જેમાં અભિનેતા અમિતાભ બચ્ચન છે, જે લીગમાં તેની ભાગીદારી વિશે પણ વાત કરે છે. SRT સ્પોર્ટ્સના સત્તાવાર પ્રવક્તા, જે તેંડુલકરને મેનેજ કરે છે, જોકે, લીગમાં તેની ભાગીદારીનો ઇનકાર કર્યો હતો. SRT સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડના સત્તાવાર પ્રવક્તાએ કહ્યું, તેંડુલકરના ‘લેજેન્ડ્સ લીગ ક્રિકેટ’માં ભાગ લેવાના સમાચાર સાચા નથી. આયોજકોએ ક્રિકેટ ચાહકો અને અમિતાભ બચ્ચનને ગેરમાર્ગે દોરવાથી દૂર રહેવું જોઈએ.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ત્રણ ટીમોની ટૂર્નામન્ટ રમાશે

એલએલસીમાં ત્રણ ટીમો હશે જે આગામી 20 જાન્યુઆરીથી શરૂ થનારી લીગમાં એકબીજાનો સામનો કરશે. ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ યુવરાજ સિંહ, વિરેન્દ્ર સેહવાગ, હરભજન સિંહ, ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ સહિત અન્ય ખેલાડીઓ કરશે. ભારતની ટીમનું નામ ‘ધ ઈન્ડિયા મહારાજા’ હશે. લીગની અન્ય બે ટીમો બાકીના વિશ્વ અને એશિયા XI (એશિયા લાયન્સ)ની છે.

એશિયા લાયન્સ પાસે પાકિસ્તાન, શ્રીલંકા અને અફઘાનિસ્તાનના ખેલાડીઓ છે. જેમાં શોએબ અખ્તર, શાહિદ આફ્રિદી, સનથ જયસૂર્યા, મુથૈયા મુરલીધરન, ચામિંડા વાસ, રોમેશ કાલુવિતરના, તિલકરત્ને દિલશાન, અઝહર મહમૂદ, ઉપુલ થરંગા, મિસ્બાહ-ઉલ હક, મોહમ્મદ હફીઝ, શોએબ મલિક, મોહમ્મદ યુસુફ, ઉમર ગુલ અને અસગર અફઘાન નો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ IND vs SA: કેપટાઉન ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર, મહત્વનો બોલર નિર્ણાયક ટેસ્ટમાં ઇજાને લઇ રહેશે બહાર!

 

આ પણ વાંચોઃ IND vs SA: કેપટાઉન ટેસ્ટ માટે પ્લેયીંગ ઇલેવન પસંદગી સૌથી મોટી મુશ્કેલી, નિર્ણાયક મેચમાં કોણ રમશે ઉમેશ યાદવ કે ઇશાંત શર્મા ?

 

Published On - 9:15 pm, Sat, 8 January 22

Next Article