Sachin Tendulkar B’day: સચિને વિંટી પહેરવાથી ઈન્કાર કરી દીધો, પછી અંજલી સાથે આ રીતે થઈ હતી સગાઈ

|

Apr 24, 2023 | 10:26 AM

Sachin Tendulkar Birthday: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો આજે 50મો જન્મદિવસ છે. સચિનને પોતાની સગાઈ દરમિયાન અંજલીના હાથે વિંટી પહેરવાને બદલે હાથમાં કડુ પહેરવાનુ પસંદ કર્યુ હતુ.

Sachin Tendulkar B’day: સચિને વિંટી પહેરવાથી ઈન્કાર કરી દીધો, પછી અંજલી સાથે આ રીતે થઈ હતી સગાઈ
Tendulkar got kada from Anjali for his engagement

Follow us on

સગાઈ વખતે હાથમાં વિંટી પહેરાવવામાં આવે છે. આ માટેનુ કારણ પણ એમ માનવામાં આવે છે કે, હાથની આંગળીનુ કનેક્શન સીધુ દિલ સાથે હોય છે. એ ખાસ આંગળીને રિંગ ફિંગર એટલા માટે જ ઓળખવામાં આવે છે. રિંગ ફિંગર પર એક બીજાને વિંટી પહેરાવીને સગાઈ કરવામાં આવતી હોય છે. જોકે સચિન તેંડુલકરે પોતાની સગાઈમાં આંગળી પર વિંટી પહેરી નહોતી. સચિને જ વિંટી પહેરવાને બદલે હાથમાં કડું પહેરવાની વાત મૂકી હતી. આ માટે તેણે ખાસ કારણ બતાવ્યુ હતુ, જે અંજલીને પણ ખૂબ પસંદ આવ્યુ હતુ.

સચિન તેંડુલકરે આજે 50 વર્ષ પૂરા કર્યા છે. વર્ષ 1973માં સચિનને જન્મ થયો હતો. સચિન માટે આજે ખુશીઓનો દિવસ છે. સચિન તેંડુલકર અને અંજલીની સગાઈને લઈ આજે તમને હ્રદયસ્પર્શી કિસ્સો બતાવીશુ. સગાઈમાં વિંટીને બદલે કડું પહેરવાનુ ખાસ કારણ હતુ. સચિન અને અંજલીની મુલાકાત 1990માં થઈ હતી અને બંને વચ્ચે 1995માં જીવનની નવી સફર શરુ કરી હતી.

આ કારણથી વિંટીના પહેરી

અંજલી અને સચિનની સગાઈને લઈ કિસ્સો ખૂબ જાણીતો છે. સચિને સગાઈમાં વિંટી પહેરવાથી ના ભણી હતી, તેણે સગાઈમાં વિંટીને બદલે કડાનો આગ્રહ કર્યો હતો. આ માટેનુ ખાસ કારણ હતુ. સચિનનુ માનવુ હતુ કે, વિંટીને તેણે ક્રિકેટ રમવા દરમિયાન હાથમાંથી ઉતારી દેવી પડે, જ્યારે કડાને તો બેટિંગ કરતી વખતે પણ તે પહેરી રાખી શકે છે. વિંટી ખોવાઈ જવાની પણ સંભાવના રહેલી છે, જ્યારે કડું ખોવાઈ શકવાની સંભાવના ઓછી છે. આમ સગાઈની વિંટી હાથમાંથી અલગ ના કરવી પડે એટલા માટે જ તેણે કડા પર પસંદગી ઉતારી હતી.

રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?
શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ

આ રીતે થઈ હતી પ્રથમ મુલાકાત

મહાન ક્રિકેટર સચિનની મુલાકાત અંજલી સાથે પ્રથમ મુલાકાત એરપોર્ટ પર થઈ હતી. મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અંજલી અને સચિને એક બીજાને પ્રથમ વાર જોયા હતા. સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પ્રવાસથી મુંબઈ પરત ફર્યો હતો, જ્યારે અંજલી પોતાની માતાને એરપોર્ટ પર લેવા માટે ઉભી હતી. જ્યાં બંને પોતાના એક કોમન મિત્ર વડે મુલાકાત થઈ હતી. અંજલીને જોકે એ સમયે ક્રિકેટ પ્રત્યે એટલો લગાવ નહોતો. જોકે અંજલી સચિન સાથે ડેટ પર જવા સાથે ક્રિકેટની રમતને ધીરે ધીરે સમજવાની શરુઆત કરી હતી.

 

આ પણ વાંચોઃ Stump Price: વાનખેડેમાં Arshdeep Singh ની ‘દાંડીયા તોડ’ ઓવર, હજ્જારો નહીં લાખ્ખોમાં છે ક્રિકેટના સ્ટંપની કિંમત, જાણો

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 9:50 am, Mon, 24 April 23

Next Article