
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર નો 24 એપ્રિલે જન્મ દિવસ છે. મહાન ક્રિકેટરે આજે 50 વર્ષ પુરા કર્યા છે. પોતાના જન્મ દિવસે સચિન ગોવામાં છે અને જ્યાં તેની સાથે પત્નિ અંજલી તેંડુલકર અને પુત્રી સારા સાથે છે. જોકે પુત્ર અર્જુન તેંડુલકર તેમની સાથે નથી. અર્જુન અમદાવાદમાં પોતાની ટીમ સાથે છે. મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાનારી છે. આ મેચ માટે થઈને તે અમદાવાદ પહોંચ્યો છે. આમ સચિનની સામે આવેલી તસ્વીરમાં અંજલી અને સારા જ જોવા મળ્યા હતા અને અર્જુન તેમાં ક્યાંય નજર આવ્યો નહોતો.
મહાન ક્રિકેટ પુત્રથી ખૂબ દૂર રહીને આજના વિશેષ દિવસને વિતાવશે. અર્જુન માટે ટીમની સાથે રહેવુ જરુરી છે, મુંબઈ ઈન્ડિયન્સ ટીમ અમદાવાદ પહોંચી ચુકી છે. મંગળવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અર્જુન તેંડુલકર ટીમનો હિસ્સો બનવાની આશા રાખશે. મંગળવારે ગુજરાત અને મુંબઈ બંને ટીમો વચ્ચે મહત્વની મેચ હશે અને બંને ટીમ જીતનો ઈરાદો રાખશે.
સચિને ગોવામાં હોવાની બે તસ્વીરો શેર કરી હતી. જેમાં તે દરિયા કિનારા નજીકના એક રિસોર્ટમાં ચા ની ચુસ્કીનો આનંદ લઈ રહ્યો હોવાની તસ્વીર શેર કરી હતી. જેમાં તેણે લખ્યુ હતુ કે ટી ટાઈમ, 50 નોટ આઉટ.
ગોવાથી આ પહેલા સચિન અને તેના પરિવારનો વિડીયો સામે આવ્યો હતો. જેમાં સચિન અને તેની પત્નિ અને પુત્રી સારા નજર આવી રહ્યા હતા. સચિન અને તેનુ પરિવાર ગોવા પહોંચ્યાના વિડીયોમાં માત્ર અર્જુનની કમી હતી.
અત્યાર સુધીમાં અર્જુન તેંડુલકર સિઝનમાં 3 મેચ રમી ચુક્યો છે. આ દરમિયાન તેણે 2 વિકેટ ઝડપી છે. જોકે અંતિમ મેચમાં અર્જુન તેંડુલકરે ખૂબ રન લુટાવ્યા હતા અને જેને લઈ તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો. જોકે તેણે શરુઆતની ઓવર ખૂબ સારી કરી હતી. હવે 25 એપ્રિલે ગુજરાત ટાઈટન્સ સામે અમદાવાદમાં ટક્કર થનારી છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 5:47 pm, Mon, 24 April 23