IND vs ENG: સચિન-ગાંગુલીની જોડીને લોર્ડઝમાં મેચ દરમિયાન જોઈ દર્શકો ઉત્સાહમાં, ગુંજી ઉઠ્યુ સ્ટેડિયમ-Video

ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સના મેદાન પર ગુરુવારે ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) ની ટીમો બીજી વનડેમાં આમને-સામને આવી હતી. આ મેચ દરમિયાન ચાહકોએ કંઈક એવું જોયું કે તેઓ પોતાની ખુશી વ્યક્ત કર્યા વગર રહી શક્યા નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને તેમના ભૂતપૂર્વ સાથી સચિન તેંડુલકર (Sachin […]

IND vs ENG: સચિન-ગાંગુલીની જોડીને લોર્ડઝમાં મેચ દરમિયાન જોઈ દર્શકો ઉત્સાહમાં, ગુંજી ઉઠ્યુ સ્ટેડિયમ-Video
ભારતીય ક્રિકેટની પૂર્વ ઓપનીંગ જોડી લાંબા સમય બાદ સાથે જોવા મળી
| Edited By: | Updated on: Jul 14, 2022 | 9:22 PM

ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સના મેદાન પર ગુરુવારે ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) ની ટીમો બીજી વનડેમાં આમને-સામને આવી હતી. આ મેચ દરમિયાન ચાહકોએ કંઈક એવું જોયું કે તેઓ પોતાની ખુશી વ્યક્ત કર્યા વગર રહી શક્યા નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને તેમના ભૂતપૂર્વ સાથી સચિન તેંડુલકર (Sachin Tendulkar) આ મેચ જોવા આવ્યા હતા. મેચ દરમિયાન બંને સ્ટેન્ડમાં સાથે જોવા મળ્યા હતા. આ બંનેની ગણના ભારતના મહાન બેટ્સમેનોમાં થાય છે અને આ બંનેની ઓપનિંગ જોડી ઘણી સફળ રહી છે. આજે વર્ષો પછી આ બંને દિગ્ગજો ફરી એકવાર સાથે જોવા મળ્યા.

સૌરવ અને સચિન સ્ટેન્ડ પર બેસીને મેચની મજા માણી રહ્યા હતા અને એકબીજાની વચ્ચે વાતો કરી રહ્યા હતા, કેમેરો બંને પર આવ્યો અને બંને સ્ક્રીન પર દેખાયા, ત્યાં બેઠેલા ચાહકો આનંદથી ઉછળી પડ્યા અને બૂમો પાડવા લાગ્યા. બંનેને લગભગ 30 સેકન્ડ સુધી કેમેરામાં બતાવવામાં આવ્યા હતા. આ પહેલા બંને લંડનમાં 8 જુલાઈના રોજ સૌરવના જન્મદિવસ પર સાથે જોવા મળ્યા હતા. આ બંને ટીવી પર એકસાથે દેખાયા કે તરત જ બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થવા લાગ્યો અને ફેન્સ પણ તેને જોરદાર શેર કરી રહ્યા છે.

સૌરવનું લોર્ડ્સ પ્રત્યે વિશેષ લગાવ

સૌરવની ગણતરી ભારતના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. ભારતના ભૂતપૂર્વ કેપ્ટનને આ મેદાન સાથે ખાસ લગાવ છે. આ એ જ મેદાન છે જ્યાં સૌરવે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. આ મેદાન પર 1996માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમીને સૌરવે સદી ફટકારી હતી. રાહુલ દ્રવિડે પણ આ મેચમાં સૌરવ સાથે ડેબ્યુ કર્યું હતું. દ્રવિડ હાલમાં ભારતીય ટીમના મુખ્ય કોચ છે. આ મેદાન પર ભારતે 2002 માં નેટવેસ્ટ ટ્રોફી જીતી હતી. આ મેચ જીત્યા બાદ સૌરવે લોર્ડ્સની બાલ્કનીમાં ઉભા રહીને પોતાની ટી-શર્ટ ઉતારી હતી, જેના કારણે તેને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

સચિન લોર્ડ્સમાં આ એક કામ ન કરી શક્યો

સચિનના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી છે. તેણે આ દુનિયાના લગભગ દરેક મોટા મેદાન પર સદી ફટકારી છે, પરંતુ સર્વકાલીન મહાન બેટ્સમેનોમાં ગણાતા સચિન લોર્ડ્સમાં એક પણ ટેસ્ટ સદી ફટકારી શક્યા નથી. લગભગ 24 વર્ષની તેની ટેસ્ટ કરિયરમાં સચિનના બેટથી આ મેદાન પર સદી નથી.

Published On - 8:27 pm, Thu, 14 July 22