ઋતુરાજ ગાયકવાડે Vijay Hazareની ફાઈનલમાં ધમાલ મચાવી, સતત ત્રીજી સદી ફટકારી

|

Dec 02, 2022 | 3:14 PM

ઋતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad ) વિજય હજારે ટ્રોફીની ફાઈનલમાં મહારાષ્ટ્ર માટે સદી ફટકારી છે. આ ટૂર્નામેન્ટમાં રમાયેલી છેલ્લી 5 ઇનિંગ્સમાં તેના બેટમાંથી આ સતત ત્રીજી અને એકંદરે ચોથી સદી છે.

ઋતુરાજ ગાયકવાડે Vijay Hazareની ફાઈનલમાં ધમાલ મચાવી, સતત ત્રીજી સદી ફટકારી
ઋતુરાજ ગાયકવાડે Vijay Hazareની ફાઇનલમાં ધમાલ મચાવી
Image Credit source: Twitter

Follow us on

વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્રની સૌથી તાકાત ઋતુરાજ ગાયકવાડ બન્યો છે. જો આ ટીમ ફાઈનલમાં પહોંચી છે તો તેમાં ગાયકવાડનો મહત્વનો રોલ રહ્યો છે. તેનો રોલ તેના ફોર્મના કારણે મહારાષ્ટ્ર માટે મહ્તવનો છે અને ફાઈનલ મેચમાં પણ તેની તાકાત જોવા મળી છે. ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીની ફાઈનલમાં મહારાષ્ટ્ર માટે સદી ફટકારી છે. આ ટૂર્નામેન્ટમાં રમાયેલી 5 ઈનિગ્સમાં તેના બેટમાંથી સતત ત્રીજી અને એકંદરે ચોથી સદી છે. હવે તમે આનાથી ઋતુરાજ ગાયકવાડના નામની મચેલી ધમાલથી અંદાજો લગાવી શકો છો.

સૌરાષ્ટ્ર જે વિજય હજારે ટ્રોફીની ત્રીજી ફાઈનલ રમી રહ્યો છે. તેના વિરુદ્ઘ મહારાષ્ટ્રએ પ્રથમ બેટિંગ કરી, પરંતુ જેવી શરુઆતની આશા હતી તેવી ટીમ કરી શકી નહીં. ટીમની ઈનિગ્સની શરુઆત ધીમી રહી હતી. પ્રથમ વિકેટ 8 રન પર પડી હતી. ત્યારબાદ બીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી જોવા મળી હતી, પરંતુ ત્રીજી વિકેટ પણ તરત પડી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 

ઋતુરાજ ગાયકવાડે સતત ત્રીજી સદી ફટકારી

ફાઈનલમાં મહારાષ્ટ્રની ધીમી શરુઆતનો મતલબ ઋતુરાજ ગાયકવાડના બેટમાંથી ફાસ્ટ રન આવવા પરંતુ જે રીતે વિકેટ પર વિરોધી ટીમની નજર પડી ઋતુરાજ ગાયકવાડે બેટમાંથી રનનો વરસાદ શરુ કર્યો. ઋતુરાજ ગાયકવાડે થોડા સમય ક્રીઝ પર રહી સદીની સ્કિપ્ટ લખી. જે ટૂર્નામેન્ટની અંદર બેટમાંથી આવેલી છેલ્લી 5 ઈનિગ્સમાં ચોથી સદી હતી. આ પહેલા તેમણે આસામ વિરુદ્ધ સેમીફાઈનલમાં 168 રન અને યુપી વિરુદ્ધ ક્વાર્ટર ફાઈનલમાં અણનમ 220 રન બનાવ્યા હતા. ગાયકવાડની આ ઈનિગ્સથી એ સ્પષ્ટ થાય છે કે તે મોટી રમતનો ખેલાડી છે.

131 બોલ 108 રન.. ફાઈનલમાં ગાયકવાડનો સ્કોર

વિજય હજારે ટ્રોફીની ફાઈનલમાં ઋતુરાજ ગાયકવાડની ઈનિગ સદી બાદ ધીમી પડી હતી. તેમણે 131 બોલનો સામનો કરતો 108 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 4 સિક્સ સામેલ છે. તેમણે આ સદીની મદદથી મહારાષ્ટ્રની ટીમ ફાઈનલમાં સૌરાષ્ટ્ર વિરુદ્ધ 250 રનની લીડ જોવા મળી રહી છે.

Next Article