Run Out Controversy: હરમનપ્રીત કૌરનુ નિવેદન-વારંવાર ઈંગ્લીશ બેટર ચાર્લી ડિન આમ જ કરી રહી હતી

|

Sep 30, 2022 | 10:16 PM

દીપ્તિ શર્મા (Deepti Sharma) એ લોર્ડ્સમાં ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન ચાર્લી ડીન (Charlie Dean) ને નોન-સ્ટ્રાઈક પર રનઆઉટ કરી દીધી હતી, જેને ઈંગ્લેન્ડ રમતની ભાવનાની વિરુદ્ધ કહી ગણાવી રહ્યુ છે.

Run Out Controversy: હરમનપ્રીત કૌરનુ નિવેદન-વારંવાર ઈંગ્લીશ બેટર ચાર્લી ડિન આમ જ કરી રહી હતી
Harmanpreet Kaur એ દીપ્તિ શર્માએ કરેલા રન આઉટ અંગે આમ કહ્યુ

Follow us on

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian Women Cricket Team) ઈંગ્લેન્ડમાં ODI શ્રેણીમાં ઐતિહાસિક ક્લીન સ્વીપ તો કર્યું જ, પરંતુ ઈંગ્લેન્ડ ક્રિકેટ અને વિશ્વ ક્રિકેટમાં ‘સ્પોર્ટ્સમેનશિપ’ માટે રડનારાઓના મોઢા પર થપ્પડ પણ લગાવી દીધી. દીપ્તિ શર્મા (Deepti Sharma) એ ઈંગ્લેન્ડના બેટ્સમેન ચાર્લી ડીનને રન આઉટ કરી, જેનાથી ઈંગ્લિશ ક્રિકેટરો અને ત્યાંના મીડિયામાં ગુસ્સે ભરાયા અને ત્યારથી આ અંગે ચર્ચા ચાલી રહી છે. આવી સ્થિતિમાં ફરી એકવાર કેપ્ટન હરમનપ્રીત કૌરે (Harmanpreet Kaur) સ્પષ્ટ કર્યું છે કે જે પણ થયું તે નિયમોના દાયરામાં હતું.

ઈંગ્લેન્ડની જીત બાદ ટીમ ઈન્ડિયા હવે બાંગ્લાદેશ પહોંચી ગઈ છે, જ્યાં 1 ઓક્ટોબર શનિવારથી મહિલા એશિયા કપ T20 શરૂ થઈ રહી છે. સ્વાભાવિક રીતે અહીં પણ આ પ્રશ્ન ટીમ ઈન્ડિયા અને ખાસ કરીને ભારતીય કેપ્ટનનો પીછો છોડવાનો નથી. શુક્રવાર 30 સપ્ટેમ્બરે ટૂર્નામેન્ટ પહેલા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં હરમનપ્રીતને આ રનઆઉટ અને તેના પર થયેલા વિવાદ પર સવાલ કરવામાં આવ્યા હતા.

ઇંગ્લિશ બેટર ફાયદો ઉઠાવી રહી હતી

એ દિવસે જે રીતે કેપ્ટન કૌરે લોર્ડ્સમાં દીપ્તિ શર્માની તરફેણમાં જોરદાર અવાજ ઉઠાવ્યો હતો, હરમનપ્રીતે આ વખતે પણ એ જ અંદાજ દેખાડ્યો હતો. કેપ્ટને કહ્યું કે ઈંગ્લિશ બેટ્સમેન પર આરોપ લગાવતા તેણે કહ્યું કે, અમે છેલ્લી કેટલીક મેચોથી આ બાબતો પર ધ્યાન આપી રહ્યા છીએ. તે ક્રિઝની બહાર જઈ રહી હતી અને અયોગ્ય લાભ લઈ રહી હતી, તે દીપ્તિની જાગરુકતા હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

યોજના નથી, પણ ખોટી પણ નથી

જો કે હરમનપ્રીતે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ રીતે અંતિમ વિકેટ લેવી ટીમની યોજનાનો ભાગ ન હતો પરંતુ જીતવા માટે નિયમો સાથે કંઈ ખોટું કર્યું નથી અને હવે વાત અહીં જ સમાપ્ત થવી જોઈએ. ભારતીય કેપ્ટને કહ્યું, તે પ્લાનનો ભાગ ન હતો પરંતુ દરેક ત્યાં મેચ જીતવા માટે રમી રહ્યા હતા. જ્યારે પણ તમે મેદાન પર હોવ છો, તમે કોઈપણ કિંમતે જીતવા માંગો છો. સૌથી અગત્યનું, આ રીતે બહાર નીકળવું એ નિયમો હેઠળ હતું. આપણે આને પાછળ છોડીને આગળ વધવું પડશે.

ઈંગ્લેન્ડ ખેલદિલીને રોઈ રહ્યુ છે

24 સપ્ટેમ્બરે લોર્ડ્સમાં રમાયેલી ODI સિરીઝની છેલ્લી મેચમાં દીપ્તિ શર્માએ ચાર્લી ડીનને રનઆઉટ કરીને છેલ્લી વિકેટ લીધી હતી. દીપ્તિએ દેશ પરત ફરતી વખતે એમ પણ કહ્યું હતું કે તેને સતત જોવામાં આવી રહ્યું છે કે ચાર્લી ક્રિઝમાંથી બહાર આવી રહી છે અને તેણે આ અંગે અમ્પાયર સાથે વાત પણ કરી હતી. ઈંગ્લેન્ડના ખેલાડીઓ સતત કહી રહ્યા છે કે આ રીતે વિકેટ લેવી રમતની ભાવનાની વિરુદ્ધ છે અને કહે છે કે તેઓ આવું ક્યારેય નહીં કરે.

Published On - 9:08 pm, Fri, 30 September 22

Next Article