
IPL 2023 ની 52મી મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર થઈ રહી છે. રાજસ્થાન રોયલ્સ હવે જીત સાથે પોઈન્ટ્સ ટેબલમાં નિચે જતો ગ્રાફ સુધરવાનો પ્રયાસ કરશે. હોમગ્રાઉન્ડનો લાભ ઉઠાવતા રાજસ્થાન આજે પ્રથમ બેટિંગ કરતા મોટો સ્કોર ખડકવાનો ઈરાદો રાખશે. સનરાઈઝર્સ હૈદરાબાદ પણ પોઈન્ટ્સ ટેબલમાં પોતાની સ્થિતીને સુધરવા માટે દમ લગાવશે.
સનરાઇઝર્સ હૈદરાબાદ: અભિષેક શર્મા, એડન માર્કરમ (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, હેનરિક ક્લાસેન, ગ્લેન ફિલિપ્સ, માર્કો જેનસેન, ભુવનેશ્વર કુમાર, અબ્દુલ સમદ, વિવંત શર્મા, મયંક માર્કંડે, ટી નટરાજન.
રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન), જો રૂટ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, મુરુગન અશ્વિન, સંદીપ શર્મા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ.
રાજસ્થાન સામેની રોમાંચક મેચમાં હૈદરાબાદની 4 વિકેટે જીત થઈ છે. છેલ્લા બોલ પર સિક્સ મારીને હૈદરાબાદે જીત મેળવી.
એડન માર્કરમ આઉટ થયો છે. ચહલે તેને 18મી ઓવરના પાંચમા બોલ પર એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. અમ્પાયરે આઉટ આપ્યો પરંતુ હૈદરાબાદના કેપ્ટને રિવ્યુ લીધો જે અસફળ રહ્યો.
હૈદરાબાદના 100 રન 12મી ઓવરમાં પૂરા થઈ ગયા છે. 12મી ઓવરના ત્રીજા બોલ પર રાહુલ ત્રિપાઠીએ એક રન લઈને ટીમની સદી પૂરી કરી હતી.
12મી ઓવરમાં રાજસ્થાના ઓપનર જોસ બટલરે શાનદાર અડધી સદી પુરી કરી હતી. બટલરે 32 બોલમાં અડધી સદી નોંધાવી હતી. ઓવરમાં બીજા બોલ પર બટલરે ફાઈન લેગ તરફ ચોગ્ગો ફટકાર્યો હતો.
10મી ઓવર લઈને અભિષેક શર્મા આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર જોસ બટલરે બેકફુટ પર રહીને સીધો જ છગ્ગો ફટકાર્યો હતો. આગળના બોલ પર બટલરે ચોગ્ગો જમાવ્યો હતો. ઓવરમાં 12 રન આવ્યા હતા. રાજસ્થાન રોયલ્સનો સ્કોર પણ છગ્ગા સાથે 100 રનને પાર થયો હતો.
9મી ઓવર લઈને મયંક માર્કંડેય આવ્યો હતો. ઓવરના પ્રથમ બંને બોલ પર સંજૂ સેમસને શાનદાર છગ્ગા જમાવ્યા હતા. જ્યારે ઓવરનો અંત જોસ બટલરે પુલ કરીને છગ્ગો ફટકારી કર્યો હતો. આમ ઓવરમાં 21 રન નોંધાયા હતા.
પાવર પ્લે સમાપ્ત થઈ ચુક્યો છે અને રાજસ્થાન રોયલ્સે 10 થી વધુની રનરેટથી રન નોંધાવ્યા છે. પાવર પ્લેમાં 61 રન રાજસ્થાને એક વિકેટ ગુમાવીને નોંધાવ્યા છે. રાજસ્થાને ઓપનર યશસ્વી જયસ્વાલની વિકેટ ગુમાવી હતી.
પાંચમી ઓવરમાં જયસ્વાલે માર્કો યાન્સેન પર બે સળંગ બાઉન્ડરી જમાવી હતી. જોકે માર્કોએ ઓવરના અંતિમ બોલ પર રાજસ્થાનના ઓપનર યશસ્વી જયસ્વાલને પોતાનો શિકાર બનાવી દીધો હતો. જયસ્વાલ સ્લો બોલ પર નટરાજનના હાથમાં બોલ કેચના રુપમાં આપી બેઠો હતો. જયસ્વાલે 35 રન નોંધાવ્યા હતા.
યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરે સારી શરુઆત રાજસ્થાનને કરાવી છે. પ્રથમ ચાર ઓવરમાં જ બંનેએ 45 રનની ભાગીદારી રમત રમી છે. જયસ્વાલે 2 છગ્ગા અને 3 ચોગ્ગા આ દરમિયાન જમાવ્યા છે.
યશસ્વી જયસ્વારે મેચના પ્રથમ બોલ પર જ ચોગ્ગો ફટકારીને શરુઆત કરી છે. ઓવરના ચોથા બોલ પર વધુ એક ચોગ્ગો ફટકાર્યો હતો. જયસ્વાલ સાથે જોસ બટલર ઓપનિંગ જોડીના રુપમાં રાજસ્થાનની શરુ કરી છે. હૈદરાબાદ તરફથી અનુભવી ભારતીય બોલર ભૂવનેશ્વર કુમારે બોલિંગની શરુઆત કરી છે.
રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન), જો રૂટ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, મુરુગન અશ્વિન, સંદીપ શર્મા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ.
સનરાઇઝર્સ હૈદરાબાદ: અભિષેક શર્મા, એડન માર્કરમ (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, હેનરિક ક્લાસેન, ગ્લેન ફિલિપ્સ, માર્કો જેનસેન, ભુવનેશ્વર કુમાર, અબ્દુલ સમદ, વિવંત શર્મા, મયંક માર્કંડે, ટી નટરાજન.
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે. હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ બેટિંગ કરતા મોટો સ્કોર ખડકવાનો ઈરાદો રાજસ્થાનનો છે. રાજસ્થાન પોતાનો નિચો જતો ગ્રાફ સુધારવા માટે આજે પૂરી તાકાત અજમાવશે.
Published On - 7:25 pm, Sun, 7 May 23