IPL 2023 માં શનિવાર 8 એપ્રિલે ડબલ હેડર દિવસ છે. પ્રથમ મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. સંજૂ સેમસનને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યુ હતુ. રાજસ્થાન રોયલ્સે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ધમાકે દાર શરુઆત કરી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરે અડધી અડધી સદી નોંધાવી હતી. બંનેની રમતે સારી શરુઆત કરાવી હતી. નિર્ધારીત 20 ઓવરમાં રાજસ્થાને 199 રનનો સ્કોર 4 વિકેટના નુક્શાને નોંધાવ્યો હતો. આમ દિલ્હી સામે 200 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ.
રાજસ્થાન રોયલ્સ પોતાના સેકન્ડ હોમગ્રાઉન્ડ પર બીજી મેચ રમી રહ્યુ છે. સિઝનમાં આ પહેલા રાજસ્થાને બે મેચ રમી છે, જેમાંથી એક મેચમાં જીત મેળવી છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ પોતાની બે મેચ રમી ને બંને મેચ હાર્યુ છે. આમ દિલ્હી પોતાની પ્રથમ જીત શોધી રહ્યુ છે. દિલ્હી કેપિટલ્સે પ્રથમ જીત મેળવવા માટે 200 રનનુ લક્ષ્ય પાર કરવુ પડે એમ છે. આ માટે વિશ્વના 3 સ્ટાર બોલરોનો સામનો કરવો પડશે.
રાજસ્થાન રોયલ્સે ટોસ હારીને ધમાલ ભરી શરુઆત કરી હતી. જોકે તેનો પૂરો ફાયદો ટીમો ઉઠાવ્યો નહોતો. ઓપનર તરીકે યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરની જોડી મેદાન પર આવી હતી. બંને બેટરોએ શરુઆત ધમાલભરી કરી હતી. પ્રથમ ઓવરમાં જ જયસ્વાલે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. બંને ઓપનરોએ 68 રન પાવર પ્લેમાં નોંધાવ્યા હતા. બંનેએ 98 રનની ભાગીદારી નોંધાવી હતી.
જયસ્વાલે 31 બોલનો સામનો કરીને 60 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 11 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. જોસ બટલર 19મી ઓવર સુધી ક્રિઝ પર રહ્યો હતો. તેણે 51 બોલનો સામનો કરીને 79 રન નોંધાવ્યા હતા. બટલરે 11 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. કેપ્ટન સંજૂ સેમસન આજે શૂન્ય રને પરત ફર્યો હતો. જ્યારે રિયાન પરાગ હોમગ્રાઉન્ડ પર સસ્તામાં વિકેટ ગુમાવી બેઠો હતો. તે માત્ર 7 જ રન નોંધાવી બોલ્ડ થયો હતો. અંતમાં શેમરોન હેટમાયરે જબરદસ્ત રમત રમી હતી. તેણે 21 બોલમાં 39 રન નોંધાવ્યા હતા. તેણે 4 છગ્ગા અને 1 ચોગ્ગા ફટકાર્યો હતો.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 5:21 pm, Sat, 8 April 23