IPL 2022 માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમ વચ્ચે રોમાંચક જંગ રમાશે. બંને ટીમોએ પોત પોતાની પહેલી મેચ રમી લીધી છે. જેમાં કોલકાતા ટીમે પોતાની પહેલી જ મેચમાં ગત ચેમ્પિયન ચેન્નઇ ટીમને માત આપી હતી. જ્યારે બેંગ્લોર ટીમે પોતાની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આજ કોલકાતા પોતાની જીત જાળવી રાખવા માટે મેદાન પર ઉતરશે જ્યારે બેંગ્લોરની ટીમ પોતાની પહેલી જીત મેળવવા માટે મેદાન પર ઉતરશે.
દિનેશ કાર્તિકે વિજય ચોગ્ગો ફટકારીને બેંગ્લોરને લીગમાં પહેલી જીત અપાવી હતી. બેંગ્લોરે 20મી ઓવરના 2 બોલમાં વિજયી ચોગ્ગા સાથે જીત મેળવી હતી.
સાઉદીએ તેની છેલ્લી ઓવરના પાંચમા બોલ પર પોતાની ટીમને વધુ એક સફળતા અપાવી હતી. ઓવરના પાંચમા બોલ પર હસરંગાએ મિડ-ઓફ પર શોટ રમ્યો જ્યાં ઉભેલા રસેલે કેચ પકડ્યો. RCB હવે મુશ્કેલીમાં હોય તેમ લાગી રહ્યું છે કારણ કે KKRએ સારી વાપસી કરી છે.
16મી ઓવરમાં વરુણ ચક્રવર્તીએ શાહબાઝ અહેમદને આઉટ કર્યો હતો. ઓવરના પાંચમા બોલ પર શાહબાઝે ડીપ મિડ-વિકેટ પર શાનદાર સિક્સર ફટકારી હતી. જોકે, પછીના બોલ પર શાહબાઝ સ્ટમ્પ આઉટ થઈ ગયો હતો. શાહબાઝે વિકેટ ગુમાવી પરંતુ ટીમ માટે મહત્વના રન બનાવ્યા હતા. તેણે 20 બોલમાં 27 રન બનાવ્યા હતા.
આન્દ્રે રસેલ 12મી ઓવરમાં 15 રન આવ્યા. ઓવરના ત્રીજા બોલ પર શાહબાઝ અહેમદે ડીપ મિડ-વિકેટ પર સિક્સર ફટકારી હતી. ત્યાર બાદ પાંચમા બોલ પર ડીપ સ્ક્વેર પર બીજી સિક્સર ફટકારી. ઓવરનો બીજો બોલ નો બોલ હતો.
તક મળતાં જ રધરફર્ડ પોતાની આક્રમક શૈલીમાં દેખાડી. વરુણ ચક્રવર્તી આઠમી ઓવર લાવ્યો. જેમાં રધરફોર્ડ અને વિલીએ 12 રન બનાવ્યા. ઓવરના પ્રથમ બોલ પર, વિલીએ એક્સ્ટ્રા કવર પર ચોગ્ગો ફટકાર્યો. જ્યારે ત્રીજા બોલ પર રધરફોર્ડે મિડ-વિકેટ પર સિક્સર ફટકાર્યો.
ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર ઉમેશ યાદવે વિરાટ કોહલીને પેવેલિયન મોકલી દીધો હતો. બોલ કોહલીના બેટની કિનારી સાથે અથડાયો અને જેક્સને કેચ લઈને સ્ટાર બેટ્સમેનને પેવેલિયન મોકલી દીધો હતો. તે સાત બોલમાં 12 રન બનાવીને પરત ફર્યો હતો. આ ઇનિંગમાં તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા.
બીજી ઓવરમાં બેંગ્લોરને બીજો ઝટકો લાગ્યો હતો. ફાફ ડુ પ્લેસિસે ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો અને પછીના જ બોલ પર આઉટ થયો. ડુ પ્લેસિસ ઓવરના છેલ્લા બોલ પર સ્વિંગ કરવા માંગતો હતો પરંતુ રહાણેના હાથે કેચ થયો હતો. ચાર બોલમાં માત્ર પાંચ રન બનાવ્યા.
અનુજ રાવત પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. રાવત ઉમેશ યાદવના બોલને થર્ડ મેન તરફ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પણ શેલ્ડન જેક્સને એક આસાન કેચ લીધો અને અનુજને ખાતું ખોલવાની તક પણ ન આપી.
કોલકાતા ટીમનો આજે ધબડકો થયો હતો. પુરી ટીમ 128 રનના સામાન્ય સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ટીમનો એક પણ ખેલાડી 25 રનથી વધુનો સ્કોર કરી શક્યો ન હતો. બેંગ્લોર તરફથી હસરંગાએ 4 વિકેટ અને આકાશ દીપે 3 વિકેટ ઝડપી હતી.
હર્ષલ પટેલ IPL નો બીજો બોલર છે જેણે સતત બે મેડન ઓવર ફેંકી છે. તેના પહેલા વર્ષ 2020 માં બેંગ્લોર ટીમના જ મોહમ્મદ સિરાજે કોલકાતા સામે જ આ કારનામું કર્યું હતું.
હસરંગાએ 15મી ઓવરમાં ટિમ સાઉથીને આઉટ કરીને કોલકાતાને નવમો ઝટકો આપ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર ટિમ સાઉથી યોગ્ય સમય સાથે શોટ રમી શક્યો ન હતો અને લોંગ ઓન પર ફાફ ડુ પ્લેસિસના હાથે કેચ આઉટ થયો હતો. તે પાંચ બોલમાં માત્ર એક રન બનાવીને પાછો ફર્યો હતો.
પોતાની બીજી ઓવરમાં હર્ષલ પટેલે કોલકાતાને સૌથી મોટો ઝટકો આપ્યો અને ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેન આન્દ્રે રસેલને પેવેલિયન મોકલી દીધો. જે સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. ઓવરના પાંચમા બોલ પર રસેલે કટ રમ્યો પરંતુ બોલ સીધો વિકેટકીપર દિનેશ કાર્તિકના હાથમાં ગયો. આરસીબી માટે આ વિકેટ ઘણી મહત્વની છે. રસેલ 18 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. તેણે એક ફોર અને ત્રણ સિક્સર ફટકારી હતી.
13મી ઓવરમાં રસેલની બે શાનદાર સિક્સના કારણે કોલકાતાને આ ઓવરમાં 16 રન મળ્યા હતા. ઓવરના બીજા બોલ પર રસેલે પહેલા મિડ-વિકેટ પર સિક્સર ફટકારી હતી. ત્યાર બાદ ચોથા બોલ પર, લોંગ ઓફ પર 84 મીટરનો છગ્ગો ફટકાર્યો હતો.
આંદ્રે રસેલે શાનદાર છગ્ગો ફટકાર્યો. ઓવરના પાંચમા બોલ પર રસેલે મિડ-વિકેટ પર શાનદાર સિક્સર ફટકાર્યો હતો. બોલને પૂરી તાકાતથી રમ્યો અને તેને બાઉન્ડ્રીની પાર મોકલ્યો હતો.
મોહમ્મદ સિરાજ ત્રીજી ઓવર નાખવા આવ્યો અને નવ રન આપ્યા. ઓવરના ચોથા બોલ પર આન્દ્રે રસેલે એક્સ્ટ્રા કવર પર ચોગ્ગો ફટકાર્યો હતો. કોલકાતાને આ સમયે આ પ્રકારના મોટા શોટ્સની જરૂર છે કારણ કે ટીમની ઓછા સ્કોર પર વધુ વિકેટ પડી ગઇ છે.
નવમી ઓવરના છેલ્લા બોલ પર હસરંગાએ સતત બીજા બોલે શેલ્ડન જેક્સનને આઉટ કર્યો. જેક્સન હસરાંગાની ગુગલી સમઝી ન શક્યો અને બોલ્ડ થઇ ગયો. હસરંગાએ તેને ખાતું ખોલવાની તક પણ આપી ન હતી.
વાનિન્દુ હસરંગાએ નવમી ઓવરમાં છગ્ગો ખાધા બાદ સુનીલ નારીનને આઉટ કર્યો. ઓવરના બીજા બોલે, બિલિંગ્સે મિડ-વિકેટ પર સિક્સર ફટકારી. ઓવરના પાંચમા બોલ પર સુનીલ નારીને બેટની બહારની કિનારે બોલ લાગ્યો અને આકાશદીપે એક સરળ કેચ લીધો. તે 8 બોલમાં 12 રન બનાવીને પરત ફર્યો હતો.
આકાશ દીપની મોંઘી ઓવર રહી. જેમાં તેણે 12 રન આપ્યા હતા. ઓવરના પહેલા બોલ પર, નારીને મિડ-ઓફ પર ચોગ્ગો માર્યો, જ્યારે બીજા જ બોલ પર પુલ કરીને કાર્તિકના માથા પર સિક્સર ફટકારી. ત્યાર બાદ ચાર બોલમાં માત્ર 2 રન આપ્યા.
શ્રીલંકાના બોલર વનિન્દુ હસરંગાએ પોતાની પહેલી જ ઓવરમાં ટીમને મોટી સફળતા અપાવી. કોલકાતાના સુકાની શ્રેયસ અય્યરને આઉટ કર્યો. અય્યરે આગળ વધીને લોંગ ઓન તરફ બોલ રમ્યો. ફાફ ડુ પ્વેસિસે કોઈ ભૂલ ન કરી અને કેચ પકડી લીધો. તે 10 બોલમાં 13 રન બનાવીને પરત ફર્યો હતો.
આકાશ દીપની બીજી ઓવર મોંઘી રહી. ઓવરના બીજા બોલ પર નીતિશ રાણાએ મિડ-વિકેટ પર શાનદાર સિક્સર ફટકારી. આકાશ દીપે ઓવરના ત્રીજા બોલ પર ઓવર સ્ટેપ કર્યો અને તે નો બોલ રહ્યો. રાણાએ તેનો ફાયદો ઉઠાવીને બેકવર્ડ પોઈન્ટ પર ચોગ્ગો ફટકાર્યો.
પાંચમી ઓવર કરવા આવેલ મોહમ્મદ સિરાજે રહાણેને આઉટ કર્યો. ઓવરના છેલ્લા બોલ પર રહાણેએ ડીપ સ્ક્વેર લેગ પર શોટ રમ્યો જ્યાં શાહબાઝ અહેમદે તેનો કેચ પકડ્યો. રહાણે 10 બોલમાં માત્ર 9 જ રન બનાવી શક્યો હતો.
કોલકાતા ટીમની પ્લેઈંગ ઈલેવનઃ
શ્રેયસ ઐયર (સુકાની), વેંકટેશ ઐયર, અજિંક્ય રહાણે, નીતિશ રાણા, સેમ બિલિંગ્સ, આન્દ્રે રસેલ, શેલ્ડન જેક્સન (વિકેટ કીપર), સુનીલ નારાયણ, ટિમ સાઉથી, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.
Our Playing XI against @RCBTweets. Tim Southee comes in for Shivam Mavi!
Let’s go boys! 💪 @winzoofficial #KKRHaiTaiyaar #RCBvKKR #IPL2022 pic.twitter.com/IDBwyysGsS
— KolkataKnightRiders (@KKRiders) March 30, 2022
બેંગ્લરો ટીમની પ્લેઈંગ ઈલેવનઃ
ફાફ ડુ પ્લેસિસ (સુકાની), અનુજ રાવત, વિરાટ કોહલી, રધરફોર્ડ, દિનેશ કાર્તિક (વિકેટ કીપર), ડેવિડ વિલી, શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.
Faf has won the toss and we will be bowling first! 💪🏻
No changes in the Playing XI from the last game. Time to #PlayBold! 🥳🤩#WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #RCBvKKR pic.twitter.com/lhZrtdbmXZ
— Royal Challengers Bangalore (@RCBTweets) March 30, 2022
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી છે.
Published On - 7:04 pm, Wed, 30 March 22