IPL: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડીએ લીધો સંન્યાસ ! 16 મેચો નુ જ રહ્યુ હતુ આઇપીએલ કરિયર

|

Oct 08, 2021 | 10:02 AM

31 વર્ષનો ખેલાડી જમણા હાથનો ઝડપી બોલર છે અને તેણે IPL ની પીચ પર 16 મેચ રમી છે. તેણે આ 16 મેચમાં 7 વિકેટ લીધી છે.

IPL: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડીએ લીધો સંન્યાસ ! 16 મેચો નુ જ રહ્યુ હતુ આઇપીએલ કરિયર
Abhimanyu Mithun

Follow us on

IPL 2021 માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Bangalore) ની મેચ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામે છે. પરંતુ, આ મેચ પહેલા આરસીબીના એક જૂના ખેલાડીએ નિવૃત્તિ લઈ લીધી છે. નિવૃત્ત ખેલાડીની IPL કારકિર્દી 16 મેચની રહી છે. તેણે 2009 થી 2013 વચ્ચે આ તમામ મેચ રમી હતી. વિરાટ કોહલી (Virat Kohli) ની આઈપીએલ ટીમના ખેલાડીનું નામ અમે અભિમન્યુ મિથુન છે.

31 વર્ષીય મિથુન જમણા હાથનો ઝડપી બોલર છે અને તેણે તેની 16 મેચની IPL કારકિર્દીમાં માત્ર 7 વિકેટ લીધી હતી. કર્ણાટકના ઝડપી બોલર અભિમન્યુ મિથુને (Abhimanyu Mithun ) અચાનક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ફર્સ્ટ ક્લાસમાં પદાર્પણ કર્યાના માત્ર 10 મહિના બાદ જ ભારતીય ક્રિકેટમાં મિથુનની પસંદગી થઈ હતી. તેણે વર્ષ 2009-10માં દક્ષિણ આફ્રિકા સામે તેની પ્રથમ ટેસ્ટ રમી હતી.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

અભિમન્યુ મિથુને ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે 4 મેચ રમી હતી. જેમાં તેણે 9 વિકેટ લીધી હતી. આ સિવાય તેણે 5 વનડેમાં 3 વિકેટ લીધી હતી. મિથુને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 103 મેચ રમી જેમાં તેણે 338 વિકેટ લીધી. જ્યારે તેની પાસે લિસ્ટ A અને T20 મેચમાં 205 વિકેટ છે.

સાઉથ આફ્રિકા સામેની મેચમાં ડેબ્યૂની મળી તક

અભિમન્યુ મિથુન પહેલા બરછી ફેંક (Javelin Thrower) ખેલાડી હતો પરંતુ તે પછી તેણે ક્રિકેટમાં પોતાનું ધામ જમાવ્યું. તેણે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી વન-ડે મેચમાંથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂક્યો હતો. આ પછી તેણે શ્રીલંકા સામે તેની પ્રથમ ટેસ્ટ રમી હતી. નવેમ્બર 2019 માં, મિથુન ઘરેલુ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં હેટ્રિક લેનાર એકમાત્ર બોલર બન્યો હતો.

સન્યાસ પર આમ કહ્યુ મિથુને

નિવૃત્ત થતાં મિથુને કહ્યું કે તેમના દેશ માટે રમવું મારા માટે મોટી સિદ્ધિ હતી. આ ખુશીનું વર્ણન કરવું મુશ્કેલ છે. હું આ ક્ષણોને હંમેશા યાદ રાખીશ. મેં મારા ભવિષ્ય અને પરિવારને જોયા બાદ નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. હું એમ પણ કહેવા માંગુ છું કે કર્ણાટક યુવા ઝડપી બોલરોથી ભરેલું છે, જો હું યોગ્ય સમયે નિવૃત્ત ન થાઉં તો તેમને કેવી રીતે તક મળશે.

 

આ પણ વાંચોઃ IPL 2021: ધોની રન બનાવવામાં કેમ રહ્યો ફ્લોપ, રન બનાવવા ભૂલી ગયો કે પછી છ વર્ષ જૂની બિમારી ફરી લાગુ પડી ગઇ !

આ પણ વાંચોઃ World Championship: અંશુ મલિકે રચ્યો ઇતિહાસ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને વધાર્યુ દેશનુ ગૌરવ

Published On - 9:57 am, Fri, 8 October 21

Next Article