IPL માં શૂન્ય પર વિકેટ ગુમાવવાની સજા 4 થપ્પડ ! રાજસ્થાન રોયલ્સના પૂર્વ ખેલાડીએ કર્યો મોટો ખુલાસો

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ (Zealand Cricket Team) ના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન રોસ ટેલર (Ross Taylor) તેની આગામી આત્મકથાને કારણે ચર્ચામાં છે, જેમાં તેણે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

IPL માં શૂન્ય પર વિકેટ ગુમાવવાની સજા 4 થપ્પડ ! રાજસ્થાન રોયલ્સના પૂર્વ ખેલાડીએ કર્યો મોટો ખુલાસો
Ross Taylor એ આત્મકથામાં કર્યો ખુલાસો
| Edited By: | Updated on: Aug 13, 2022 | 8:59 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) માં ઘણા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. આ પ્રક્રિયા 2008 માં IPL ની શરૂઆતથી ચાલી રહી છે, જેમાં કેટલાક ખેલાડીઓને મોટા પૈસા આપીને ખરીદવામાં આવે છે. દેખીતી રીતે, આવા ખેલાડીઓ પાસેથી ટીમોની અપેક્ષાઓ પણ એટલી જ ઊંચી હોય છે. જો કોઈ ખેલાડી પ્રદર્શન કરવામાં અસમર્થ હોય તો તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવે છે અથવા આગામી સિઝનમાં બહાર કરવામાં આવે છે. પરંતુ શું આ માટે કોઈ ખેલાડીને થપ્પડ મારી શકાય? ન્યુઝીલેન્ડ (Zealand Cricket Team) ના પૂર્વ ખેલાડી રોસ ટેલરે (Ross Taylor) આત્મકથામાં એક રાઝની વાત બહાર નિકાળતા જ હવે હલચલ મચી ગઈ છે. આ વાત રાજસ્થાન રોયલ્સ ટીમને જોડતી છે.

દેખીતી રીતે આવું થવાની શક્યતા નથી અને અપેક્ષિત છે, પરંતુ તે થયું છે. ન્યૂઝીલેન્ડના પૂર્વ બેટ્સમેન રોસ ટેલરે આવી જ ચોંકાવનારી ઘટનાનો સામનો કરવો પડ્યો છે. ટેલર છેલ્લા કેટલાક દિવસોથી પોતાના ખુલાસાને કારણે ચર્ચામાં છે અને હવે તેણે IPL વિશે એવો ખુલાસો કર્યો છે, જેનાથી રાજસ્થાન રોયલ્સ પર સવાલો ઉભા થયા છે.

રાજસ્થાનના માલિકે થપ્પડ મારી

ટેલરે તેની આત્મકથા ‘બ્લેક એન્ડ વ્હાઇટ’માં એ ઘટનાનું વર્ણન કર્યું છે જ્યારે એક મેચમાં નિષ્ફળ જવા બદલ રાજસ્થાન રોયલ્સના તત્કાલિન માલિકોમાંથી એક કિવિ બેટ્સમેનને કથિત રીતે મજાકમાં થપ્પડ મારવામાં આવી હતી. ટેલરની આત્મકથાનો આ ભાગ ન્યુઝીલેન્ડની વેબસાઈટ Stuff.co.nz માં પ્રકાશિત થયો છે.

તેમાં, ટેલરે લખ્યું, મોહાલીમાં રાજસ્થાન અને કિંગ્સ ઈલેવન પંજાબની મેચ હતી. ટાર્ગેટ 195 નો હતો, હું શૂન્ય પર LBW આઉટ થયો હતો અને અમે (સ્કોર કરવા) નજીક પણ નહોતા પહોંચ્યા… રોયલ્સના માલિકોમાંથી એક મારી પાસે આવ્યા અને કહ્યું, રોસ, અમે તમને એક લાખ્ખો ડૉલર ડક (શૂન્ય રને આઉટ) માટે નથી આપ્યા અને પછી મને મોઢા પર ત્રણ-ચાર થપ્પડ મારી દીધી.

રમતમાં આવું ન થઈ શકે

આ ઘટનાથી ટેલર ચોંકી ગયો હતો. જો કે તેણે લખ્યું હતું કે આ જોરથી થપ્પડ નથી, પરંતુ વ્યાવસાયિક રમતમાં આવી ઘટનાની અપેક્ષા રાખી શકાતી નથી. તેણે લખ્યું કે, તે હસતો હતો અને તેને જોરથી માર્યો ન હતો, પરંતુ મને સંપૂર્ણ ખાતરી નથી કે તે માત્ર મજાક કરી રહ્યો હતો. તે સંજોગોમાં, હું તેના વિશે બબાલ કરવા માંગતો ન હતો, પરંતુ હું કલ્પના કરી શકતો નથી કે તે અન્ય કોઈપણ વ્યાવસાયિક રમતગમતના વાતાવરણમાં થઇ શકે છે.

આજ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર રોસ ટેલરે આઈપીએલની શરૂઆતની સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે સમય વિતાવ્યો અને પછી 2011માં રાજસ્થાન રોયલ્સનો ભાગ બન્યો. તે વર્ષે રાજસ્થાન રોયલ્સે તેને 10 લાખ ડોલરમાં ખરીદ્યો હતો.

 

 

Published On - 8:53 pm, Sat, 13 August 22