IND vs LEIC: ટીમ ઈન્ડિયા માટે આફત બની ઉતર્યો ‘ચેન્નાઈ’ નો બોલર, પાંચ ખેલાડીઓને પોતાની જાળમાં ફસાવ્યા

|

Jun 24, 2022 | 9:14 AM

ભારતીય ટીમ (Indian Cricket Team) હાલમાં ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ રમી રહી છે. મેચના પ્રથમ દિવસે જ 21 વર્ષીય બોલરે એવો તરખાટ મચાવી દીધો છે કે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન તેની સામે ટકી શક્યા નથી.

IND vs LEIC: ટીમ ઈન્ડિયા માટે આફત બની ઉતર્યો ચેન્નાઈ નો બોલર, પાંચ ખેલાડીઓને પોતાની જાળમાં ફસાવ્યા
Roman Walker એ પ્રેકટીશ મેચના પ્રથમ દાવમાં તરખાટ મચાવ્યો

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. હાલમાં આ ટીમ ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ રમી રહી છે. તે આ મેચ લેસ્ટરશાયર સામે રમી રહી છે. ભારતે આ મેચના પહેલા દિવસે 246 રન બનાવ્યા છે, પરંતુ પોતાના આઠ બેટ્સમેન ગુમાવ્યા છે. તેમાં ભારતના ઘણા મહાન ખેલાડીઓ સામેલ છે. લેસ્ટરની ટીમે આ કામ પોતાના એક યુવા બોલરના બળ પર કર્યું. જો કે આ સમયે જસપ્રિત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા પણ રમી રહ્યા છે, પરંતુ જે કામ આ બંને નથી કરી શક્યા તે એક યુવા ખેલાડીએ કરી બતાવ્યું. આ ખેલાડીનું નામ છે રોમન વોકર (Roman Walker). તેણે પ્રથમ દિવસે જ ભારતે ગુમાવેલી 8 વિકેટમાંથી 5 વિકેટ પોતાની જાળમાં ફસાવી લેવામાં સફળ રહ્યો હતો. તેના તરખાટ સામે ભારતીય ખેલાડીઓ જાણે કે જોતા જ રહી ગયા હતા. જોકે બાદમાં બાજી શ્રીકર ભરતે (Srikar Bharat) સંભાળી લેતા રાહત સર્જાઈ હતી.

આ બેટ્સમેને ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, હનુમા વિહારી, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુરની વિકેટ લીધી હતી. આશ્ચર્યજનક વાત એ છે કે 21 વર્ષીય ખેલાડીએ હજુ સુધી ઈંગ્લેન્ડ માટે ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યૂ કર્યું નથી. પરંતુ તેણે પોતાની પ્રતિભા બતાવી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ભારતીય ખેલાડીઓને ક્રિઝ પર ટકવાના દીધા

વોકરે પોતાનો પહેલો શિકાર રોહિત શર્માને બનાવ્યો હતો. તેણે 25ના અંગત સ્કોર પર રોહિતને આબિદીન સકંડેના હાથે કેચ કરાવ્યો. હનુમા વિહારી તેનો આગામી શિકાર બન્યો. વિહારી માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો કે વોકરે તેને સેમ બેટ્સના હાથે કેચ કરાવ્યો. આ પછી તેણે જાડેજા અને કોહલીને એલબીડબલ્યુ કર્યા હતા. ત્યારબાદ તેણે ઠાકુરને તેના શ્રેષ્ઠ બોલથી બોલ્ડ કરીને પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી. અત્યાર સુધી ફેંકવામાં આવેલી 11 ઓવરમાં આ ખેલાડીએ 24 રન આપ્યા છે અને પાંચ વિકેટ લેવામાં સફળ રહ્યો છે.

T10 લીગમાં ચેન્નાઈ તરફથી રમ્યો હતો

વોકરે સંયુક્ત આરબ અમીરાતમાં યોજાનારી ક્રિકેટ લીગ T10 લીગમાં ચેન્નાઈ બ્રેવ્ઝનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે 2018માં અંડર-19 વર્લ્ડ કપમાં રમ્યો હતો. તે વર્લ્ડ કપમાં જોકે વોકરને માત્ર એક જ મેચ રમવાની તક મળી હતી. પરંતુ તે પછી તે લિસ્ટ-એમાં પ્રવેશ કરવામાં સફળ રહ્યો. અત્યાર સુધી તે માત્ર બે મેચ રમ્યો છે અને માત્ર એક જ વિકેટ લઈ શક્યો હતો. જ્યાં સુધી T20 મેચોની વાત છે, તે અત્યાર સુધી 13 મેચ રમી ચૂક્યો છે અને 17 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. ભારત સામેની પ્રેક્ટિસ મેચમાં તેનું પ્રદર્શન તેની કારકિર્દીનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

Published On - 9:10 am, Fri, 24 June 22

Next Article