
ટીમ ઈન્ડિયાના કેમ્પમાંથી ઓસ્ટ્રેલિયાથી સમાચાર સારા નથી. કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત છે. એડિલેડમાં નેટ્સ પર બેટિંગ કરતી વખતે તેને ઈજા પહોચી હતી, ત્યારબાદ તે પીડાથી કણસતો જોવા મળ્યો હતો. T20 વર્લ્ડ કપ 2022માં ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ પહેલા રોહિતની ઈજા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચારથી ઓછી નથી. જો કે આ ઈજા કેટલી ગંભીર છે તે અંગે હાલ કંઈ કહી શકાય તેમ નથી. ટીમના મેડિકલ સ્ટાફે રોહિત શર્માની ઈજાની નોંધ લીધી છે.
તમને જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 10 નવેમ્બરે એડિલેડમાં સેમીફાઈનલ મેચ રમાવાની છે. આ મેચ માટે રોહિત નેટ્સમાં બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે તેને ઈજા થઈ હતી. આશા એવી હોવી જોઈએ કે, રોહિતની ઈજા વધારે ગંભીર ન હોય, જેથી ભારતને સેમીફાઈનલમાં કોઈ અપ્રિય પરિણામનો ભોગ ન બનવું પડે.
હવે સવાલ એ છે કે રોહિત શર્માને કેવા પ્રકારની ઈજા થઈ? તેમને ક્યાં ઈજા થઈ? તો તમને જણાવી દઈએ કે ભારતીય કેપ્ટનને બેટિંગ પ્રેક્ટિસ દરમિયાન જમણા હાથમાં ઈજા થઈ હતી. આ ઈજા બાદ તે દર્દથી પિડાતો જોવા મળ્યો હતો. મામલાની ગંભીરતા સમજીને ટીમના ફિઝિયો દોડીને નેટ પર પહોચી ગયા હતા અને રોહિત શર્માની ઈજા વિશે જાણકારી મેળવી હતી.
Rohit Sharma hit on the right hand while batting in the nets and seems to be in great pain. Physios have run in to give him attention #T20WorldCup pic.twitter.com/MDraoGS1mN
— Bharat Sundaresan (@beastieboy07) November 8, 2022
Indian captain Rohit Sharma hit on his right hand during a practice session in Adelaide ahead of the semi-final match against England. pic.twitter.com/HA4xGJDC51
— ANI (@ANI) November 8, 2022
T20 વર્લ્ડ કપ 2022માં રોહિત શર્મા કદાચ તે પ્રકારના ફોર્મમાં જોવા ન મળ્યો હોય જેના માટે તે બેટથી જાણીતો છે. પરંતુ, તેની કેપ્ટનશિપ ભારતીય ટીમ માટે અજાયબી કરતી જોવા મળી છે. હવે આવી સ્થિતિમાં ટૂર્નામેન્ટના નોકઆઉટ સ્ટેજમાં આવવાથી, આ ઈજા ટીમ માટે એક સમસ્યા બની જાય તેવુ ભારતીય ટીમ મેનેજમેન્ટ જરા પણ ઈચ્છશે નહીં.
Published On - 8:05 am, Tue, 8 November 22