
રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ વનડે મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટના નુક્સાન પર 352 રન નોંધાવ્યા હતા. આમ ભારત સામે વિશાળ લક્ષ્ય સામે આવ્યુ હતુ. ટીમ ઈન્ડિયાના સુકાનીએ પણ લક્ષ્યને પાર પાડવા માટે મજબૂત પાયો રચવાનો પ્રયાસ કર્યો હતો. રોહિત શર્માએ શાનદાર અડધી સદી નોંધાવી હતી.
ભારતીય સુકાનીએ તોફાની બેટિંગ કરતા છગ્ગા અને ચોગ્ગા ફટકાર્યા હતા. રોહિતે 81 રનની ધમાલભરી બેટિંગ કરીને રાજકોટના ક્રિકેટ રસિકોને મોજ કરાવી દીધા હતા. જોકે રોહિત શર્માનો કેચ જે રીતે મેક્સવેલના હાથમાં ઝડપાયો હતો એ અવિશ્વસનીય હતો.
રાજકોટના મેદાનમાં રોહિત શર્મા હિટમેનના અસલી રંગમાં જોવા મળ્યો હતો. રોહિત શર્માએ જબરદસ્ત ઝડપથી સ્કોરબોર્ડને ફેરવવાની શરુઆત કરી હતી. શરુઆતથી જ રોહિત શર્માએ આક્રમક બેટિંગ કરી હતી. રોહિત શર્માએ 31 બોલમાં જ પોતાની અડધી સદી પુરી કરી લીધી હતી. આ દરમિયાન રોહિતે 5 છગ્ગા ફટકાર્યા હતા. રોહિતની બેટિંગ વડે ભારતે 10 ઓવરમાં 72 રન નોંધાવ્યા હતા. વોશિંગ્ટન સુંદરની વિકેટ ગુમાવી ત્યારે ભારતનો સ્કોર 74 રન હતો, જેમાંથી 55 રન રોહિત શર્માએ ફટકાર્યા હતા.
Triple Treat
A quickfire half century from Captain Rohit Sharma, who’s looking in fine touch in the chase #TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/zNdFvUBp3s
— BCCI (@BCCI) September 27, 2023
રોહિત શર્માએ 57 બોલમાં 81 રનની ઈનીંગ રમી હતી. હિટમેને આ દરમિયાન 5 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. 142.11 ની સ્ટ્રાઈક રેટથી રોહિતે બેટિંગ કરી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે મહત્વની ભાગીદારી આગળ વધી રહી હતી, એ દરમિયાન મેક્સવેલના બોલ પર જ તે તેના જ હાથમાં કેચ ઝડપાઈને પરત ફર્યો હતો. આ કેચ અવિશ્વિસનીય હતો.
કોહલી અને રોહિત શર્મા વચ્ચે 61 બોલમાં 70 રનની ભાગીદારી નોંધાઈ હતી. જોકે આ દરમિયાન કોહલીએ પણ ઝડપી રન નિકાળવાનો પ્રયાસ કર્યો હતો. વિરાટ કોહલીએ અડધી સદી નોંધાવી હતી. કોહલીએ 61 બોલમાં 56 રન નોંધાવ્યા હતા. કોહલીએ 5 ચોગ્ગા અને 1 છગ્ગો નોંધાવ્યો હતો. કોહલી પણ મેક્સવેલનો શિકાર બન્યો હતો. સ્ટીવ સ્મિથના હાથમાં તેણે આસાન કેચ આપ્યો હતો.
Lofted to perfection
Virat Kohli smacks one straight down the ground in some style!#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/I2smL8wOKi
— BCCI (@BCCI) September 27, 2023
ભારતીય ટીમે રોહિત અને કાહલીની વિકેટ ગુમાવતા રમત થોડ઼ી ધીમી પડી હતી. જોકે શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ દ્વારા રનની ગતિ વધારવા માટે પ્રયાસ કરાયો હતો.
Published On - 7:41 pm, Wed, 27 September 23