રોહિત બનાવી શકે છે એક એવો રેકોર્ડ જે IPLમાં સચિન, સેહવાગથી લઈને ધોની જેવા ખેલાડી પણ નથી બનાવી શક્યા

|

May 16, 2023 | 5:58 PM

આઇપીએલ 2023માં આજે મંગળવારે 63મી મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે રમાશે. મુંબઇ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટસની આઇપીએલ 2023માં પ્રથમ ટક્કર છે. આઇપીએલની 16મી સીઝનમાં પોઇન્ટ ટેબલમાં મુંબઇ ત્રીજા તો લખનૌ ચોથા સ્થાન પર છે.

રોહિત બનાવી શકે છે એક એવો રેકોર્ડ જે IPLમાં સચિન, સેહવાગથી લઈને ધોની જેવા ખેલાડી પણ નથી બનાવી શક્યા
Rohit Sharma needs to score heavy runs vs LSG

Follow us on

આઇપીએલ 2023માં લખનૌ સુપર જાયન્ટસની ટીમ ઘરઆંગણે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. લખનૌ સુપર જાયન્ટસ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે આ સીઝનની પ્રથમ ટક્કર છે. ગત સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે બે મેચ રમાઇ હતી અને બંને મેચમાં લખનૌની જીત થઇ હતી. બંને મેચમાં લખનૌનો કેપ્ટન કેએલ રાહુલ હીરો રહ્યો હતો પણ તે ઇજાના કારણે હવે ટીમનો ભાગ નથી. તે સીઝનમાં એક મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. અત્યારે કૃણાલ પંડ્યા કેએલ રાહુલના સ્થાને ટીમનું નેતૃત્તવ કરી રહ્યો છે.

રોહિત શર્મા રચી શકે છે ઈતિહાસ

રોહિત શર્માએ મુંબઈ માટે આઈપીએલમાં 194 મેચ રમી છે જેમાં તેણે 4929 રન કર્યા છે. રોહિત શર્મા જો લખનૌ સામે 71 રન કરશે તો તે એક ટીમ માટે આઇપીએલમાં 5000 રન કરનાર ખેલાડી બની જશે. આઇપીએલના ઇતિહાસમાં આ એક મોટો રેકોર્ડ છે. મુંબઇ માટે રોહિત બાદ સૌથી વધુ રન વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેન કિરોન પોલાર્ડે કર્યા છે. પોલાર્ડે 3412 રન કર્યા છે. મુંબઇ માટે સચિન તેંડુલકરે 78 મેચમાં 2334 રન કર્યા છે. ભારતીય ટીમના અને મુબંઇની ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે મુંબઇ માટે 2515 રન કર્યા છે. રોહિત શર્માએ મુંબઇ માટે 1 સદી ફટકારી છે અને 33 અડધી સદી ફટકારી છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

આઇપીએલમાં 7 બેટ્સમેને કર્યા છે 5000 રન

આઇપીએલમાં વિરાટ કોહલી, શિખર ધવન, ડેવિડ વોર્નર, રોહિત શર્મા, સુરેશ રૈના, એબી ડીવીલીયર્સ અને એમએસ ધોનીએ 5000 રન બનાવ્યા છે. આ સાત બેટ્સમેનમાંથી વિરાટ કોહલી એક માત્ર બેટ્સમેન છે જેણે એક ટીમ માટે 5000 થી વધુ રન કર્યા છે. વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આઇપીએલમાં રમે છે. તેણે આરસીબી તરફથી રમતા 235 મેચની 227 ઈનિંગમાં 36.40ની એવરેજ સાથે 7062 રન કર્યા છે. વિરાટ કોહલીએ આઇપીએલમાં 5 સદી ફટકારી છે. ધોનીએ ચેન્નઇ સુપર કિંગ્સ માટે 217 મેચમાં 4502 રન કર્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 84 રન છે. રૈનાએ સીએસકે માટે 4687 રન કર્યા છે.

અમિત મિશ્રા પાસે રોહિત શર્મા સામે રેકોર્ડની તક

આઇપીએલમાં અમિત મિશ્રાએ રોહિત શર્માને 7 વખત આઉટ કર્યો છે, જે એક રેકોર્ડ છે. આઇપીએલના ઇતિહાસમાં અમિત મિશ્રા અને સુનીલ નૈરેને રોહિતને 7 વખત આઉટ કર્યો છે. આઇપીએલના ઇતિહાસમાં કોઇ પણ એક બેટ્સમેનને એક બોલરે 7 થી વધુ વખત આઉટ નથી કર્યો જો અમિત મિશ્રા રોહિતને આઉટ કરવામાં સફળ રહે છે તો પોતાના નામે એક રેકોર્ડ બનાવી શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article