IND vs SL: વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા આ રેકોર્ડ પોતાના નામે કરી પહોંચી શકે છે નંબર 1 સ્થાન પર
ભારત-શ્રીલંકા T20 શ્રેણી (India vs Sri Lanka) માં, કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) પાસે ઘણા મોટા મુકામ હાંસલ કરવાની તક છે, તે વિરાટ કોહલી, રાહુલ અને શિખર ધવનને એકસાથે પાછળ છોડી શકે છે.
1 / 5
શ્રીલંકા (India vs Sri Lanka) વિરૂદ્ધ T20 શ્રેણી 24 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. ત્રણ મેચોની આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરશે તેવી આશા છે. જે પ્રકારનો એકતરફી વિજય વેસ્ટ ઈન્ડિઝ સામે મળ્યો હતો, તે જ રીતેના પ્રદર્શનનો આત્મવિશ્વાસ શ્રીલંકા સામે પણ છે. આ સીરીઝમાં ફરી એકવાર ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) પોતાના યુવા ખેલાડીઓની કસોટી કરતો જોવા મળશે. જો કે, આ ટી20 સિરીઝ રોહિત શર્મા માટે ખાસ હોઈ શકે છે કારણ કે તે બેટ્સમેન તરીકે કેટલાક મોટા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
2 / 5
રોહિત શર્મા આ સિરીઝમાં શ્રીલંકા સામે સૌથી વધુ T20 રન બનાવનાર ભારતીય ખેલાડી બની શકે છે. હાલમાં, રોહિત શર્માએ 289 રન બનાવ્યા છે અને તે ટોપ પર ચાલી રહેલા શિખર ધવન કરતા 86 રન પાછળ છે. ત્રણ મેચમાં તે 86 રન બનાવી શકે છે, આમ રોહિત શર્મા નંબર 1 પર પહોંચી શકે છે. જો કે, ધવનને પછાડતા પહેલા રોહિત શર્મા કેએલ રાહુલ (295) અને વિરાટ કોહલી (339)ને પાછળ છોડી દેશે. આ ત્રણેય ખેલાડીઓ આ T20 શ્રેણીમાં રમી રહ્યા નથી, તેથી રોહિત પાસે નંબર પર આવવાની સારી તક છે.
3 / 5
રોહિત શર્મા શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં સૌથી વધુ T20 સિક્સર મારનાર બેટ્સમેન બની શકે છે. T20 ઈન્ટરનેશનલમાં રોહિત શર્માના નામે 154 સિક્સર છે. તે નંબર પર ચાલી રહેલા માર્ટિન ગુપ્ટિલથી માત્ર 11 સિક્સ દૂર છે. મતલબ કે સિરીઝમાં 12 સિક્સર ફટકારવા સાથે જ આ વર્લ્ડ રેકોર્ડ હિટમેનના નામે થઈ જશે.
4 / 5
રોહિત શર્મા માત્ર સિક્સર માટે જ નહીં પરંતુ સૌથી વધુ T20 રન બનાવવાના મામલે પણ નંબર 1 બની શકે છે. રોહિત શર્માના T20 ઈન્ટરનેશનલમાં 3263 રન છે, તેણે માત્ર 37 રન બનાવવાની જરુર છે, આ સાથે જ તે નંબર 1 પર ચાલી રહેલા માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડી દેશે. ગુપ્ટિલના નામે 3299 T20 રન છે.
5 / 5
જોકે શ્રીલંકા સામે રોહિત શર્માનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યુ છે. શ્રીલંકા સામે રોહિત શર્માની બેટિંગ એવરેજ માત્ર 22.23 છે. તે શ્રીલંકા સામે બે વખત શૂન્ય પર આઉટ થયો છે. જોકે તેણે આ ટીમ સામે ટી20 સદી ફટકારી છે.
Published On - 9:48 am, Wed, 23 February 22