રોહિત શર્માએ માર્ટિન ગપ્ટીલને પાછળ છોડી T20 ક્રિકેટમાં પોતાના નામે કર્યો મોટો રેકોર્ડ

|

Feb 24, 2022 | 11:32 PM

સુકાની રોહિત શર્માએ શ્રીલંકા સામેની સીરિઝની પહેલી મેચમાં 44 રન બનાવ્યા હતા. ભારતે પહેલી મેચ 62 રને જીતી લીધી હતી.

રોહિત શર્માએ માર્ટિન ગપ્ટીલને પાછળ છોડી T20 ક્રિકેટમાં પોતાના નામે કર્યો મોટો રેકોર્ડ
Rohit Sharma (PC: BCCI)

Follow us on

ભારતીય (Team India) સુકાની રોહિત શર્મા (Rohit Sharma) એ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બની ગયો છે. તેણે ન્યૂઝીલેન્ડના બેટ્સમેન માર્ટિન ગપ્ટીલ (Martin Guptil) ને પાછળ છોડી દીધો છે. શ્રીલંકા સામે પહેલી ટી20 મેચમાં રોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કરતા 44 રનની ઇનિંગ રમી હતી. મેચ શરૂ થતા પહેલા જ રોહિતે આ સિદ્ધી માટે 37 રનની જરૂર હતી. માર્ટિન ગપ્ટિલે ટી20 ક્રિકેટમાં 3299 રન કર્યા છે અને ભારતીય સુકાની રોહિત શર્માએ આ આંકડાને પાછળ છોડીને પહેલા સ્થાને પહોંચી ગયો છે. 123 ટી20 ક્રિકેટ મેચમાં રોહિત શર્માના નામે 3307 રન થઇ ગયા છે. તેની સ્ટ્રાઇક રેટ 140 ની છે.


ટી20 ક્રિકેટમાં તેના નામે 4 સદી છે. કોઇ પણ ભારતીય ક્રિકેટર દ્વારા આ સદી સૌથી વધુ છે. વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી20 સીરિઝ બાદ ક્રિકેટમાંથી થોડો સમય માટે આરામ લીધો છે. તેના નામે ટી20 ક્રિકેટમાં 3296 રન છે અને રોહિત શર્માએ તેને પણ પાછળ છોડી દીધો છે.

રોહિત શર્માની નજર એક અન્ય રેકોર્ડ પર પણ છે. પાકિસ્તાનના શોએબ મલિકના નામે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ છે. રોહિત શર્મા તેનાથી બે મેચ પાછળ છે. આ રીતે તે વધુ એક સિદ્ધી પોતાના નામે કરી શકે છે.

આ પણ વાંચો :IND vs SL: રવિન્દ્ર જાડેજાનુ પુષ્પા ફિલ્મનુ આકર્ષણ અકબંધ, વિકેટ ઝડપી અલ્લૂ અર્જૂલ અંદાજમાં મનાવ્યો જશ્ન, VIDEO

આ પણ વાંચો : IND vs SL: ભારતનુ વિજય અભિયાન જારી, શ્રીલંકાને ટીમ ઇન્ડિયાએ 62 રને આપી હાર,  ભૂવનેશ્વરની શાનદાર બોલીંગ

Next Article