ટીમ જીતશે તો કેપ્ટન પણ ઝુમશે. રોહિત શર્મા (rohit sharma)એ પણ આજ કર્યું એશિયા કપની ચેમ્પિયન બન્યા બાદ કેપ્ટન મુંબઈના કલિંગા એરપોર્ટ પર પહોંચ્યા તો ત્યાં પત્રકારો પણ હાજર હતા. રોહિત શર્માના ડાન્સને લઈને પણ ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. આ પહેલા એ જાણી લો કે તેની સાથે કોણ કોણ હતુ. ખેલાડીઓ કોલંબોથી ફ્લાઈટ લઈ મુંબઈ પહોંચ્યા હતા. રોહિત સિવાય વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર પણ મુંબઈ પહોંચ્યા હતા.
તમને જણાવી દઈએ કે, એશિયા કપની ફાઈનલ મેચ પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકાથી ભારત આવવા રવાના થઈ હતી. તમામ ખેલાડીઓ પોતાના ઘર માટે રવાના થયા હતા.જેમાં મુંબઈ આવનાર ખેલાડીઓનો વીડિયો સામે આવ્યો છે. 18 સપ્ટેમ્બરના રોજ ભારતીય ક્રિકેટર મુંબઈ પહોંચ્યા હતા.
આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાએ Asia cup 2023 જીત્યો પરંતુ વર્લ્ડ કપ પહેલા રવિન્દ્ર જાડેજાએ ટેન્શન વધાર્યું છે, જાણો શું છે કારણ
હવે સવાલ એ છે કે, આ ખેલાડીઓ મુંબઈ પહોંચ્યા ત્યારે શું થયું? આથી ભારતીય ક્રિકેટરો મુંબઈના કલિંગા એરપોર્ટ પર પહોંચતાની સાથે જ પોતપોતાની કારમાં બેસી પોતપોતાના ઘર તરફ રવાના થઈ ગયા હતા. એરપોર્ટથી કુલ 5 વાહનો નીકળ્યા હતા, જેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ બેઠા હતા.
#WATCH | Team India arrives at Mumbai’s Kalina Airport after winning the #AsiaCup2023 finals against Sri Lanka.
India beat Sri Lanka in Asia Cup final by 10 wickets pic.twitter.com/xU0Au8JM3T
— ANI (@ANI) September 17, 2023
(ANI: Twitter)
વિરાટ કોહલીએ પ્રથમ ખેલાડી હતો જે એરપોર્ટથી કારમાં ઘરે જવા નીકળ્યો હતો. તેમના પછી શ્રેયસ અય્યરની કાર પસાર થઈ. અય્યરે પોતે પણ ગાડી ચલાવી હતી. ઐયરની જેમ હાર્દિક પંડ્યાએ પણ જાતે જ ડ્રાઇવિંગ કર્યું હતું. ઈશાન કિશનને પોતાની કારમાં લિફ્ટ પણ આપી. હાર્દિકની પાછળથી બીજી કાર પસાર થઈ હતી. એરપોર્ટ પરથી તમામ ખેલાડીઓ રવાના થયા બાદ હવે રવાના થવાનો વારો રોહિત શર્માનો હતો.
રોહિતને જવા માટે થોડો સમય લાગ્યો કારણ કે પત્રકારો અને ચાહકોએ તેને ઘેરી લીધો હતો. તેમને ફોટોગ્રાફ્સ લેવા વિનંતી કરવાનું શરૂ કર્યું. રોહિતે પહેલા વિચાર્યું કે આને ટાળવું જોઈએ. આ માટે તેણે કારમાં બેસતા પહેલા ભાંગડા સ્ટેપ્સ પણ કર્યા હતા. તેના ડાન્સે લોકોનું મનોરંજન કર્યું હતુ. અંતે કેપ્ટન સાહેબે લોકોની ઈચ્છા પૂરી કરવી પડી. રોહિતે બધા સાથે સેલ્ફી અને ફોટોગ્રાફ્સ લીધા.
એશિયા કપની ફાઈનલની વાત કરીએ તો . ભારતે એશિયા કપ ફાઈનલ 10 વિકેટથી જીત્યો હતો. આ તેનો 8મો એશિયા કપ ખિતાબ છે.